આપણી નબળી વિચાર સરણી ગરીબાઈ તરફ ધકેલે છે; કોરોના પછી વિચારસરણીમાં પરિવર્તન જ દેશને ઉન્નતી તરફ લઈ જશે : સારી સમજણ અને ના-સમજણની ટકકર અહી પ્રવર્તે છે !!!
આપણું લક્ષ્ય નબળી અને નિરર્થક વાતોને વાગોળવાને બદલે ‘આપણા દેશે સમૃધ્ધ અને સંપતિવાન બનવાનું છે’ એ એક જ લક્ષ્ય રાખવું ઘટે છે… ‘કોરોના’ ન રહે કે તૂરત જ ભારતે વિશ્ર્વના ચીન સહિતના કોઈપણ દેશમાં ‘પહેલો ઘા પરમેશ્ર્વરનો’ના મંત્ર સાથે તેની સમૃધ્ધિ તેમજ શ્રીમંતાઈની દિશામાં આગે પ્રયાણ આરંભી દીધા વિના છૂટકો નથી… એ ‘મંત્ર’ જ કોરોના ન રહે તે પછી આપણા દેશનો રાષ્ટ્રધર્મ બની જવો પડશે !
આપણા ભારતમાં એક શ્રીમંતનું ભારત છે, અને બીજું ગરીબોનું ભારત છે. આ પરિસ્થિતિ વર્ષો વીત્યા પછી પણ જેમની તેમ રહી છે.
આપણા દેશમાં કુદરતી આફતો આવ્યા જ કરે છે. છપ્પનિયા દુકાળથી માંડીને કચ્છના વિનાશક ભૂકંપ અને છેલ્લે છેલ્લે કોરોના વાયરસ -મહામારી સુધીની આફત આવી છે આખા વિશ્ર્વને એણે કાળમુખો ભરડો લીધો છે.
માનો કે ન માનો. ભારતની ગરીબીએ કોરોનાએ સર્જેલી અનેક હાડમારીઓમાં તથા સંકટોમા સારીપેઠે વધારો કર્યો છે.
આપણા દેશે કોરોના વાયરસે સર્જેલા કાળા કહેર દરમ્યાન સારી કામગીરી બજાવી છે. તો પણ આ દેશના લોકોએ લોકડાઉન દરમ્યાન આ દેશના લોકોને વિશ્ર્વના અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં જબરો હાહાકાર વેઠવો પડયો છે. અને અનેકવિધ હાડમારીઓમાંથી ગુજરવું પડયું છે. માઈલો સુધીની દોડાદોડ કરવી પડી છે. અને પોલિસના લાઠીચાર્જ ભોગવવા પડયા છે. અશ્રુવાયું તેમજ અન્ય પગલા સહન કરવા પડયા છે. સરકારે એમને કોઈ આર્થિક સહાય આપી નથી, જે ડઝન બંધ સરકારોએ તેમની ફરજો બજાવી છે!
આ પ્રજાએ સારી અને સાદી જીવન પધ્ધતિ દાખવી, પોતે ખરાબ હાલતોમાં હોવાનો દેખાવ ન કર્યો. પોતે અને પોતાનો દેશ ગરીબ હોવાનું દર્શાવ્યું હતુ. આપણા દેશમાં ગમે તેવી કટોકટી વખતે પણ આપણી મૂળભૂત સમસ્યાઓને ધ્યાનમાં લીધા વગર આ હિન્દુ છે, આ મુસ્લીમ છે. તે આવા છે. ને આવા નથી, સારા છે કે સારા નથી, એવી બધી એકંદર સારા અર્થમાં તો એમ પણ કરી શકાય તેમ છે કે કોરોનાએ આપણને ઘણું બધું શીખવા સમજવાનું આપ્યું છે. પબ્લીક હેલ્થ (એટલે કે, જાહેર આરોગ્ય) ક્ષેત્રે મૂડી રોકાણ, વ્યકિતગત તંદુરસ્ત સંબંધી રાખવી જોઈતી કાળજી અને તેને લગતી રીતભાત, એમાં પણ ખાસ વાત એ જાણવાની કે, કટોકટીની સ્થિતિ વખતે તાત્કાલિક બધું કઈ રીતે સંભાળી લેવું ને ઠીક ઠાક કરી લેવું અને ભારત ગરીબ છે એ માનસિકતાને લેશમાત્ર ડોકાવા દીધાવિના જે આપણા દેશે તાત્કાલિક કે યુધ્ધના ધોરણે ચોંટી પડવાનું જરૂ રી જ હોય એ સિવાયની બધી જ નિરર્થક અને નકામી બાબતોને ફગાવી દઈને માત્ર એક જ બાબતને અર્જુન જેવા લક્ષ્ય પકડી રાખવાની કે ભારતે સમૃધ્ધ બનવાનું છે.
નિરર્થક અને નકામી વાતોમાં સમય વેડફવાની માનસિકતા છે. જેને અગ્રતા આપવાની હોય એને અગ્રતા અપાતી નથી.
સારી રીતે અને સુવિધાપૂર્ણ રીતે જીવન જીવવાની આપણે પરવા કરતા નથી. સારી હોટલોનો, ટ્રેનની એસી-ટિકિટોમાં મુસાફરી કરવાનો, વિમાનમાં મુસાફરી કરવાનો, સારાં કપડાં પહેરવાનો તેમજ મજા કરવાનો જાણે કે રિવાજ જ રાખ્યો નથી.
‘પૈસા બચાવવા’, કરકસર કરવી અને પોતે સલામતિપૂર્ણ જિંદગી જીવે છે, એ પ્રકારનો સંતોષ માનવો, એવી માનસિકતા આપણે ત્યાં અપનાવાય છે.
છેલ્લા લોકડાઉન વખતની ગતિવિધિઓ તો આપણા દેશને એણે કોરોનાના સમયગાળામાં અને તે પહેલાના વર્ષોમાં આપણે આપણા દેશનું સુકાન કઈ રીતે ચલાવ્યું તે દરમ્યાન આપણે શું શું ભૂલો કરી, પ્રજાના કયા કયા વર્ગોના લોકો પર તેમના વર્તાવથી કઈ કઈ જાતની વિપરિત અસર થઈ કે સુખદ અસર થઈ તે જાણવાનો અવસર મળશે.
આપણા દેશના તેમજ વિશ્ર્વના અન્ય દેશો સાથે આપણો એવો વર્તાવ હોવો જોઈશે કે, એ બધા તમને છોડીને અન્યત્ર જતા ન રહે.
ચીનની બાબતમાં કોરોના બાબતે જુદી જુદી સારી નરસી વાતો થતી રહે છે. જો ભારતને એમ લાગે જ કે, ચીનને છોડી દેવો છે.તેની સાથે સમજી વિચારીને જ વ્યવહાર કરવાના છે. ભારતના હિતમાં હોય એટલું જ આદાન પ્રદાન કરવાનું છે ભારતે ચીનની સાથે તેલ અને તેલની ધાર જોઈને જ પનારો પાડવાનો છે.
ચીન ભારતની સાથે ‘દબાણ’નો જ અભિગમ અપનાવે તો ભારતના હિતો સલામત રહે એવું આદાન પ્રદાન કરવું જોઈએ.
આપણા ભારતની ભૂતકાળની ભવ્યતા અને તેજસ્વિતા એને ગમે તેટલી ગૌરવાંકિત કરી શકે તેમ છે. તો પણ આજની જે હકિકત છે તેતો એમ કહેવાની ફરજ પાડે છે કે, ‘અમારી પાસે પૈસા નથી. આદેશની પ્રજા ગરીબ છે, અને એ કારણે જ યુરોપ-અમેરિકા જેવા દેશોમાં લોકડાઉન વખતે ત્યાંની પ્રજાને જેટલી હદે પરેશાની ખમવી પડે છે તેનાં કરતાં આ દેશની પ્રજાને લોક આઉટ વખતે ઘણી વધારે પરેશાની વેઠવી પડે છે.
અહીં એવી ટકકર થાય છે કે, આપણો દેશ ગરીબ રહ્યો છે તેનું કારણ એના શાસકોએ છેલ્લા દશ વર્ષમાં આપણા દેશમાં જે રીતે બધું ચાલ્યું છે, તેનું આ પરિણામ છે.
એક અભ્યાસીએ જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે અપનાવેલી આર્થિક નીતિ હજુ આગામી કેટલાક વર્ષો સુધી, આ દેશને આર્થિક રીતે સધ્ધર કરી આપે તેવી નથી ખુદ સરકારમાં બેઠેલાઓ આ અંગે ચિંતિત છે. મોટા વિદેશી રાષ્ટ્રોની આર્થિક સ્થિતિ તો એવો ખ્યાલ આપે છે કે, વિદેશી અર્થતંત્રને સમેસુતર કરવા માટે ભારત જેટલું જેટલી પ્રાણવાન સ્થિતિ અન્ય કોઈ રાષ્ટ્રની છે. રાજદ્વારી મુત્સદ્દીગીરી અને તેની ફરી બેઠા થવાની તમન્ના નજીકનાં ભવિષ્યમાં વિશ્ર્વના ચમ્મરબંધી રાષ્ટ્રોને ભારતમાં આવવું પડશે.
બીજી બાજુ ભારતે, કોરોના પછીની સ્થિતિમાં, વિશ્ર્વના માતબર રાષ્ટ્રોની પાસે સામે ચાલીને જવું પડશે, તિવ્ર સ્પર્ધા કરવી પડશે અને અન્ય તમામ બાબતોને હાલતૂર્ત બાજૂ પર મૂકીને ‘ભારતને ‘રીચ’ (સમૃધ્ધ) બનાવવાના ‘અર્જુન ચિંધ્યા લક્ષ્ય’ની જેમ યા હોમ કરરીને પડવું પડશે. ‘કોરોના’એ આપણા દેશને ઘણુ બધું શિખવ્યું છે.
ભારતે ‘ધ યૂઅર વે ઓફ થિન્કીંગ’ને બદલે ભારતે નિરર્થક સઘળું ભૂલીને વિશ્ર્વને વ્યાપાર ઉદ્યોગ શિક્ષણ ક્ષેત્રે વિશ્ર્વગૂરૂ નો રાહ ચીંધી દેવો પડશે. આપણે ઈચ્છીએ કે,આખું વિશ્ર્વ કોરોના બાદ ભારતની પડખે આવશે !