રાજુલામાં રેલવેની પડતર જમીન બ્યુટીફીકેશન પાર્ક બનાવવા અને રોડ પહોળો કરવા પ્રશ્ર્ને રેલવે અને નગરપાલિકા વચ્ચે થયેલ એપ્રીમેન્ટ મુજબ રેલવેની પડતર જમીન ફાળવવાને બદલે બેરીકેટ લગાવી દેવાતા ધારાસભ્ય અંબરીશ ડેર આમરણાંત ઉપવાસ પર બેસી ગયેલ છે.
તેમની સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહીત સદસ્યો રેલવેની બેરીકેટની સામે જ નગરપાલિકાના પ્રમુખની ઓફીસ પાસે આંદોલન કરી રહેલ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની છાવણીની પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ લાઠી બાબરા ના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે મુલાકાત લીધેલ મુલાકાત દરમ્યાન અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે કે આ રેલવે જમીન પડખે રેલવે રોડ, રસ્તા રોકો સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે પણ સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરેલ છે.
તેમજ રાજુલાના દલિત યુવા અગ્રણી અને એડવોકેટ નવચેતન પરમાર દ્વારા ડેરના સમર્થનમાં અર્ધનગ્ન થઇને વિરોધ કરતા પોલીસે તેની ધરપકડ કરેલ હતી.
કોંગ્રેસનો આક્રોશ પારખી રેલવેના અધિકારીઓ દોડી આવ્યા: સુખદ સમાધાનના એંધાણ
રાજુલામાં રેલવેની જમીન પ્રશ્ર્ને ચાલી રહેલ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આંદોલનના આજના 4થા દિવસે ભાવનગર ડી.આર.એમ. ઓફીસના અધિકારીઓ મહાસુખ એહમદ ડીવીઝનલ કોર્મશીયલ મેનેજર તથા દેવેન્દ્ર બોરસા ડીવીઝનલ એન્જીનીયર દ્વારા મુલાકાત લીધી અને તેમની સાથે રેલવે પોલીસના અધિકારીઓ પણ સામેલ રહેલા, આ અધિકારીઓ દ્વારા આ પ્રશ્ર્ને ધારાસભ્ય અને નગરપાલિકાની રજુઆતોને ઘ્યાને લેવામાં આવશે અને આ અંગે ગણતરીની કલાકોમાં આ પ્રશ્ર્ને ડી.આર.એમ. સાથે વાતચીત બાદ નિવેડો આવે તેવી શકયતા દેખાઇ રહેલ છે. આ અંગે ધારાસભ્ય ડેર દ્વારા એવું જણાવેલ છે કે અમો લેખીત બાહેધરી મળ્યા બાદ જ આંદોલન પૂર્ણ થશે અને આ અધિકારીઓની લાગણીને લઇને અમો તેમની રાહ જોઇશું અને ત્યાં સુધી કોઇ ઉગ્ર આંદોલન નહી કરીએ તેવું જણાવેલ છે.