છેક કૃષ્ણાવતારના યુગો જૂના દેશકાળથી ઉજવાતું રહેલું નારી જાતિનાં સન્માનનું પરમ પવિત્ર પર્વ: હિન્દુ સમાજના ભાઈ બહેનો અને પરિવારો માટે રળિયામણો અવસર
રક્ષાબંધનનો તહેવાર આપણી વેદિક સંસ્કૃતિ, આર્યાવર્તના સુવર્ણકાળ અને ઋષિમૂનિઓની તપોભૂમિના દિવ્યોત્તમ સંદેશ ઉપદેશ પ્રતિ લઈ જાય છે.
મનૂસ્મૃતિમાં ચાર વર્ણ પ્રસ્થાપિત કરાયા છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
એમાં બ્રાહ્મણોનો તહેવાર બળેવ, ક્ષત્રિયોનો તહેવાર વિજયા દશમી-દશેરા, વૈશ્યનો તહેવાર દિવાળી અને શૂદ્રોનો તહેવાર હૂતાશણી (હોળી) ધૂળેટી પ્રસ્થાપિત કરાયા છે.
ભારતીય સંસ્કૃતિ એના આધાર પર અંકિત થઈ હોવાનું સદીઓથી સૌ કોઈને સુવિદિત છે!
આ તહેવારો હિન્દુ પ્રજાના મહિમાવંતા અંગો છે.
કોઈ બહુ મોટા ફેરફાર કે પરિવર્તન વિના એ જેમના તેમ ઉજવાતા રહ્યા છે… જો કે, વૈશ્ય વર્ણના દીવાળી-લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન વગેરેની ઉજવણીમાં સારી પેઠે પરિવર્તન આવ્યું છે
આપરા પૂરાણગ્રન્થો અનુસાર ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કર્યા બાદ તૂરંત જ શ્રાવણી પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે રક્ષાબંધનનું પર્વ આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને અતૂટ બંધનને વધુ મજબૂત કરનારૂ પર્વ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના સ્નેહની ગાંઠને સુદ્દઢ કરનારા બે તહેવારો ઉજવવામાં આવે છે. ભાઈબીજ અને રક્ષાબંધન, જેમાં રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો પૌરાણિક, આધ્યાત્મિક અને સામાજીક વિશિષ્ટતાઓ ધરાવતો તહેવાર છે.
હવે પ્રશ્ન એ થાય કે રક્ષાબંધન ઉજવવાની શરૂઆત શી રીતે થઈ હશે? આ પ્રશ્નના ઉત્તર માટે આપણો ભારતીય પૂરાણોને શરણે જવું પડશે. ભારતીય પુરાણોને શરણે જવું પડશે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બલિરાજાના અભિમાનનને ચકનાચૂર કરવા સાડાત્રણ પગલામાં ધરતી પાતાળ અને આકાશ માપી અરધુ પગલુ તેના મસ્તક પર મૂકી બલીરાજાને પાતાળમાં ધકેલી દીધા તો પોતાની અતૂટ ભકિતના બદલામાં બલીરાજાને ભગવાન પૂનમના દિવસે જ બલિરાજાને રાખડી બાંધી પોતાના ભાઈ બનાવી લીધા અને ભગવાન વિષ્ણુને બદલામાં ત્યાંથી મૂક કરાવ્યા ત્યારથી આ પર્વને ભાઈ બહેન વચ્ચેના પવિત્ર સંબંધની યાદગીરીમાં રક્ષાબંધન તરીકે ઉજવવાની શરૂઆત થઈ હોવાનું મનાય છે.
અન્ય એક કથા અનુસાર કૃષ્ણ ભગવાને જયારે સુદર્શન ચક્ર વડે દ્રૌપદીના આ ઉપકારનો બદલો વાળવા શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીરહરણ વખતે એ પટ્ટીમાં જેટલા રેશમી ધાગા હતા એટલા વસ્ત્રો વડે તેના શિલની રક્ષા કરી ભાઈનો ધર્મ નિભાવ્યો હતો.
એજ રીતે દેવ અસૂર સંગ્રામમાં હિંમત હારી ગયેલા દેવાધિદેવ ઈન્દ્રને ઈન્દ્રાણક્ષએ તેમને વિજયતિલક કરી તેમની રક્ષાને પ્રબળ બનાવી હતી.
મહાભારતના યુધ્ધ વખતે દુર્યોધનના સાથી જયદ્રથે કોઠાયુધ્ધની પ્રપંચી જાળ રચીને પાંડવ છાવણીમાં હતાશા અને હાહાકાર સર્જવાનો કૂટિલ વ્યૂહ ઘડયો હતો.
આ સાત કોઠાને પાર કરીને લડતો રહે એવી પ્રવીણતા ધરાવતા અર્જુનની ગેરહાજરીમાં તેના યુવાન પુત્ર અભિમન્યુ સિવાય અન્ય કોઈ યોધ્ધો નહતો અભિમન્યુએ સુભદ્રામાતાના ગભમાં હતો ત્યારે છ કોઠાના યુધ્ધ જેટલી જ વિદ્યા પ્રાપ્ત કરી હતી.
જયદ્રથે આ અપૂર્ણતાનો લાભ લેવાનો કારસો રચ્યો હતો. અર્જુન શ્રીકૃષ્ણ અન્ય મોરચે રોકાયા હતા.
અભિમન્યુએ આ જોખમી પડકારને ઝીલવાનો હતો. તે તૈયાર થયો. પત્ની ઉત્તરાએ વિદાય આપી તે ગર્ભવતી હતી એટલે અભિમન્યુ માટે આકરી પરીક્ષા સમુખ આ યુધ્ધ હતુ.
માતા કુન્તાએ તે વખતે અભિમન્યુના હાથે રાખડી બાંધી હતી. અને તેમાં ઈન્દ્ર સહિત સાત દિવ્યોત્તમ મહાવીરોને એની રક્ષાની જવાબદારી સોંપી હતી.
યુગો જૂના એ પ્રસંગને વણી લેતુ એક ગીત આજેય અજર અમર છે;
‘કુન્તા અભિમન્યુને બંધે અમર રાખડી રે…’
એ કથા લાંબી છે.
અત્યારના ‘રક્ષાબંધન’ના તહેવારને એની સાથે સંબંધ છે.
‘રક્ષાબંધન’ વિષે ઘણી સંત કથાઓ પ્રચલિત છે અને ઘણા ગીતો પણ પ્રચલિત છે.
બેનીના હૈયાના હેત, બંધુને બાંધે છે રાખડી, દોરડીએ દેવો ગૂંથેલ, રક્ષો મુજ વીરાની વાટડી…
ઓ ભૈયા મેરે રાખીકે બંધનકો નીભાના.
રખિયા બંધાવો ભૈયા.
તુમ રામ લછમન જૈસે.
પ્યારે હમારે ભૈયા.
જુગજુગ જીઓ રે… રખિયા બંધાવો ભૈયા..
સાવન આયો રે, પ્યારે હમારે ભૈયા.
મોગલ બાદશાહ હુમાયુએ રાખડી બંધાવી હતી, રાજપૂત બેન પાસે !….
રા‘ નવઘણે બંધાવેલ રાખડીની કથા પણ પ્રચલિત છે.
શ્રી કૃષ્ણ-દ્રૌપદીની કથા પણ ઈતિહાસ પ્રસિધ્ધ છે.
હજારો વર્ષ જૂનો આ તહેવાર છે.એનો દિવ્યોત્તમ મહિમા અપરંપાર છે…
એણે હિન્દુ-મુસ્લીમના ભેદને ભેદયા છે…
જેલોમાં કેદીઓના હાથે રાખડીઓ બાંધીને એમના જીવનમાં આમૂલ પરિવર્તન શકિત ‘રાખડી’માં પ્રતિબિંબિત થતી રહી છે.
લશ્કરનાં જવાનો સુધી એનો વ્યાપ પહોચ્યો છે.
દેશની આજની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે રક્ષાબંધનનો સંદેશ યુગલક્ષી અને ધર્મકર્મસુધી પહોચ્યો છે. એના સારાંશ એવો છે કે
આપણો દેશ તા.૨૬મી જાયુન્યુઆરીના દિવસે તેનો પ્રજાસતાક દિન ઉજવશે ૧૯૪૭ના ઓગષ્ટની પંદરમી તારીખે તે આઝાદ બન્યો હતો. કસુંબલ અવસરે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ બ્રિટીશ સલ્તનતના રાષ્ટ્રધ્વજ યુનિયન જેક ને હટાવી લઈને ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગી ઝંડાને ભારતની રાજધાની નવી દિલ્હીમાં લહેરાવ્યો હતો. તે વખતે તેમના ઐતિહાસીક પ્રવચનમાં તેમણે કહ્યું હતુ કે, આપણાદેશમાં જેટલી સંખ્યામાં જનસંખ્યા છે. તેટલી કઠીન સમસ્યાઓ છે અને તેને હલ કરવા માટે પ્રજાએ કઠોર પરિશ્રમ કરવો પડશે. અને સમગ્ર દેશવાસીઓએ આઝાદીની સાથે આવતી જવાબદારીઓ અદા કરવાનો રાષ્ટ્રધર્મ બજાવવો પડશે.
તે પછી તમામ શાસકોએ રાષ્ટ્રના નવનિર્માણની મોટી મોટી વાતો કી; હજુ પણ કર્યા કરે છે. જૂની રેકોર્ડ વગાડયા કરે છે. પ્રયોગો થત રહ્યા છે. આયોજનો થતા રહ્યા છે. નવી નવી નીતિઓ અપનાવાતી રહી છે. પાકિસ્તાનની સામેના યુધ્ધ પણ જીતાયા છે.
ધરમ કરમના ઢોલ પીટાયા છે.
મંદિર સંસ્કૃતિનો આશરો લેવાયો છે. મસ્જિદોની બાંગના પવિત્ર ધ્વનીને આંદોલિત કરાયો છે…
હુ કોઈ જાણે છે કે આ દેશની પ્રજા કૃષ્ણપ્રેમી છે.
આ દેશની પ્રજા કૃષ્ણઘેલી છે.
કૃષ્ણને સંબોધીને અર્જુન કહ્યું હતુ…
તમે આદિ પુરૂષ છો.
તમામ કારણોનું કારણ છો તમે પરબ્રહ્મ છો. તિર્થધામ છો. તમે પરમ પવિત્ર છો. તમે પરમ સત્ય છો.
સનાતન દિવ્ય પુરૂષ છો. તમે સર્વવ્યાપી સૌદર્ય છો.
તમે પુણ્ય પૂરૂષોતમ પરમેશ્વર છો.
તમે જગદગૂરૂ છો.
જેને દુનિયા સમજાતી નથી. એને તમે સમજાયા નથી એજ કારણ છે.
જો કૃષ્ણ સમજાય તો એ સમજાય જાય.
કૃષ્ણને સમજવા જેવા છે, ને કૃષ્ણમાં જીવવા જેવું છે.
મીરા એ વાતનું ઉદાહરણ છે કે કૃષ્ણમાં જીવી શકાય.
એ કૃષ્ણ કહે તેમ કરતી હતી. એ ‘ખવડાવે તે ખાતી હતી. એ જયાં બેસાડે ત્યાં બેસતી હતી મીરાએ એટલે સુધી કહ્યું હતુ કે તમે જો વેચવા ઈચ્છો તો હું વેચાઈ પણ જાઉ અને ડુંગર ચઢવાનું કહો તો ચઢી જાઉ, તમારા મંદિરની ઓસરીમાં રહીને તમારી સેવાચાકરી કરૂ અને ભકિત કરૂ.
આમ મીરાને કૃષ્ણ સમજાઈ ગયા હતા.
રાધાને અને ગોપીઓને પણ સમજાઈ ગયા હતા.
આપણો દેશ અત્યારે અધાર્મિકતાના અને અનાચારના પડકારો વચ્ચે ઉભો છો.
આતંકવાદી-તોડફોડને પણ પાછળ રાખી દે એટલી હદે રાજકીય પક્ષોમાં તોડફોડ કરાવાની રીતસર સ્પર્ધા ચાલી રહી છે. અને પક્ષાંતર કરાવવાની હલકટાઈએ માઝા મૂકી છે.
સંસદ સભ્યો રીતસર દેશને લૂંટતા હોવાનો, અને પોતાના જ વર્તન દ્વારા બળ આપી રહ્યા હોવાનો ઉકળાટ આખો દેશ અનુભવે છે. ગરીબો તો કોઈ મા બાપ એના સાતેય દીકરા લૂંટારા બનીને પોતાના દેશની આબરૂના કાંકરા કરતા હોય એવો વલોપાત કરે છે. અહી વધુ પીડાની વાત તો એ છેક દેશના ગામડે ગામડે લોકો મોંઘવારીના રાક્ષસ તેમજ ગરીબાઈની વેદનાથી ગળે આવી જઈને એમ કહેવા લાગ્યા છે કે, અત્યારના શાસકો કરતા તો રાજાઓના રાજ સારા હતા. અંગ્રેજી રાજ પણ ગુલામીના કલંક વચ્ચેય ચઢયીયા હતા.
રક્ષાબંધનના માધ્યમ દ્વારા આ પરિસ્થિતિને બદલી શકાય તેમ છે. રાષ્ટ્રીય સંસ્કૃતિને, દેશભકિતને અને આપણા સંસ્કારોને સજીવન કરી શકાય તેમ છે.
આપણા દેશને અત્યારના અનિષ્ટોમાંથી મૂકત કરીને સુવર્ણકાળ સુધી લઈ જશે એવી શકિત આ દેશના નારી સમાજમાં જ છે એની પ્રતીતિ રક્ષાબંધનનો
આ તહેવાર કરાવી શકે છે. આપણે આ તહેવારની શકિતને પરિવર્તનમાં કામે લગાડીએ આ તહેવારનો સંદેશ છે.