ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું.

પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન વિદેશ સચિવે ગણતરીની મિનિટ્સની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો કે, આપણું એક MI-21 પ્લેન ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ મિસિંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.