પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રાજકોટમાંથી ભાવભીની વિદાય

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે છેલ્લા ૧૪  દિવસ અદ્દભુત અને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો.

1 10પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શનિવારે સાર દિન અને રવિવારે અંતિમ દિવસે સ્મૃતિ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએપ્રગટ સત્પુરૂષ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા અને યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું. પ્રગટ સત્પુરૂષ પૂજ્ય મહંતસ્વામી મહારાજસાથેના યોગીજી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ૧૪ દિવસીય રોકાણ દરમ્યાન આપ્યો અદ્ભુત અને દિવ્યલાભ

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજેઆશીર્વચનમાં જણાવ્યું હતું કે,‘સત્સંગમાં ક્યારેય માન ન રાખવું. અજ્ઞાન એ જ માનનું મૂળ છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. ભગવાનનો ખપ હોય અને સાચા સંત મોક્ષનું દ્વાર જાણે ને દાસભાવે ભક્તિ કરે તેને માન આવતું નથી. સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દ્રઢ સેવા થાય. બધા દિવસનો સાર એ છે કે માન ત્યજી ભક્તિ કરવી.અમારી સ્મૃતિ રાખશો તો અમે હંમેશા તમારી સાથે જ છીએ.’

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાર રૂપ આશીર્વચનો:

  • સંપ, સુહ્યદભાવ અને એકતા રાખવી.
  • એકબીજામાં દિવ્યભાવ રાખવો.
  • બધામાં દાસભાવ રાખવો.
  • અંતરથી એકબીજાનો મહિમા સમજવો.
  • ભગવાન અને સંતની સ્મૃતિ રાખવાથી જીવનમાં હમેશા સુખ-શાંતિ રહેશે.
  • અંતર્દ્રષ્ટિ કરી વાતો જીવમાં ઉતારવી.

2 9

ભગવાન અને સંતનું પૃથ્વી પર અવતાર ધરવાનું એકમાત્ર પ્રયોજન પોતાના સંબંધમાં આવનાર હરિભક્તોને પોતાના દર્શન સમાગમનું સુખ આપવું. એવા સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૪ દિવસથી સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને આંગણે હરિભક્તોને પોતાના દર્શન સમાગમનો લાભ આપી રહ્યા હતા. આ સમગ્ર વિચરણ દરમ્યાન દરરોજ સવારે તેઓશ્રીના પ્રાતઃ પૂજા દર્શન તેમજ પ્રાતઃ આશીર્વચનનો લાભ સૌ કોઈ હરિભક્તોને પ્રાપ્ત થયો. તેમજ સાયંકાળે પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય નારાયણચરણ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મવત્સલ સ્વામીના મુખેથી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગોનો લાભ પ્રાપ્ત થયો હતો. સાથે-સાથે બાળકો તેમજ યુવકો દ્વારા ડ્રામા, ડાન્સ,સ્કીટ,ડિબેટ તેમજ ક્વિઝ જેવી અનેક પ્રસ્તુતિ સ્વામીશ્રી સમક્ષ કરવામાં આવી હતી.

‘અમારી સ્મૃતિ રાખશો તો અમે હંમેશા તમારી સાથે જ છીએ’ : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

આ સમગ્ર વિચરણની સ્મૃતિરૂપે આજે સ્મૃતિદિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પૂજા દર્શન બાદ હરિભક્તોને અદ્દભુત આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓશ્રીએ જણાવ્યું હતું કે,“અમારે આવાનું કે જવાનું છે જ નહીં, જ્યારે જ્યારે તમે અમારી સ્મૃતિ કરશો ત્યારે અમે તમારી સાથે જ છીએ. જો આ સમજણ હશે તો અંતરમાં શાંતિ અને સુખ વર્તશે.”આજની પૂજાના અંતિમ ચરણમાં બીએપીએસ રાજકોટ મંદિરના સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને કલાત્મક વિદાય હાર પહેરાવી ગુરુ ભક્તિ અદા કરી હતી.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટ ખાતેના રોકાણ દરમ્યાન બી.એ.પી.એસ. સંસ્થાદ્વારાયોજાતીઅનેકસામાજિકપ્રવૃતિનાંભાગરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદીર, રાજકોટ દ્વારામંદિરનાંપ્રાંગણમાંસર્વરોગનિદાનકેમ્પ અને રક્તદાન કેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.

Blood Donation Camp

  • રાજકોટનાવિવિધ વિભાગના નિષ્ણાંત અને પ્રતિષ્ઠિત૫૫ જેટલા ડોક્ટરોનો સહયોગ.
  • ૧૨૦૦થી અધિક ભાવિક ભક્તોએ તબીબી નિદાન, લેબોરેટરી અને સોનોગ્રાફી જેવી અનેક સુવિધાઓનો લાભ મેળવ્યો.
  • શનિવારે સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મંદિરે રક્તદાન કેમ્પ.
  • કુલ ૪૩૫ બોટલ સાથે ૧,૬૦,૦૦૦ (એક લાખ સાઈઠ હજાર) એમ.એલ. લોહી એકત્ર કરવામાં આવ્યું.
  • રક્તદાન કેમ્પમાંરાજકોટની વિવિધ સંસ્થાઓ ફિલ્ડ માર્શલ, રેડ ક્રોસ, નાથાણી વોલેન્ટીયરી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર વોલેન્ટીયરી બ્લડ બેંક, પી.ડી.યુ. સિવિલનો સહયોગ.

બ્લડ ડોનેશનઆમ,છેલ્લા ૧૪ દિવસથી ૮૫ વર્ષની જૈફ વયે પણ રાજકોટના હરિભક્તો પર અનરાધાર વરસી, અદભુત લાભ આપીને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગળના વિચરણમાં લીંબડી તરફ પ્રયાણ કર્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.