આપણી લગ્ન પ્રથા : મનુષ્યની જીવનયાત્રાનો એક અણમોલ અવસર : બદલતા યુગની સાથે બદલતી પ્રથા : ધનવાન અને નિર્ધનના સામાજિક ભેદનું લગ્નોત્સવની ઝાકમઝોળમાં
ઉઠતું પ્રતિબિંબ !
જે સ્ત્રી પુરૂષ લગ્ન પછી રૂડું ઐકય સાધીલે છે એ‘મોક્ષ’માં જીવે છે અને પ્રસન્ન દાંપત્ય’ માણી શકતા નથી તેઓ સંસારના ચક્રાવામાં રહે છે એમ કહેવાયું છે !
એક ચિંતકે કહ્યું છે કે, સ્ત્રી અને પૂરૂષ, જુદા તે સંસાર અને ભેગા તે મોક્ષ !સ્ત્રી અને પુરૂષે જિન્દગી ભર સાથે રહેવાનું છે, સંગાથે રહેવાનું છે. કેટલાક તો ‘જીવનજીવનના સાથી’ની લાગણી અભિવ્યકત કરે છે.
લગ્ન એટલે બે આત્માનું મધુરતાભીનું જોડાણ !
લગ્નમાં સ્ત્રી અને પુરૂષ, એટલે કે પતિ અને પત્નીએ બેમાંથી એક બની જવા જેવું એકય સાધવાનું છે. જે લોકો લગ્ન પછી બેમાંથી એક થઈ જવા જેવું નૈકય સાધી લે છે તે મોક્ષ અર્થાત સ્વર્ગ જેવું પરમ સુખ પામે છે, અને જેઓ બેમાંથી એક બની જેવું સૌભાગ્ય સાધી શકતા નથી તેઓ સાંસારિક ચક્રાવામાં જ જીવ્યા કરે છે..લગ્ન એ બંધન નથી, બે આત્માઓનું જોડાણ છે.
પ્રણયના પંથ તો ન્યારા છે અને હેતભીનાં જીવન સાથે સુખ-સંતોષભીનું લીલુછંમ લગ્ન જીવન માણે છે, અને આવા પ્રસન્નતાપૂર્ણ લગ્ન જીવન માણતા દંપતીઓનાં જીવન માણતા દંપતીઓનાં જીવનની ફૂલવાડી સદાય મીઠી સુવાસે મહેકતી રહે છે.આપણી લગ્ન પ્રથાનાં મૂળભૂત સત્વતત્વ આજ છે..કમનશીબે આજ લગ્ન પ્રગા કેટલાક સ્ત્રી-પુરૂષો માટે જીવન ભર નો બોજ બની રહે છે અને તે લગ્ન વિચ્છેદ ‘છૂટાછેડા’ માં પરિણામે છે.
આપણા પ્રાચીનકાળમાં ઋષિમૂનિઓ લગ્ન ગ્રંથીથી જોડાતા હતા. અને તેમના આશ્રમોમાં માનવધર્મ બજાવતા હતા ?આજના યુગમાં દેશકાળને અનુલક્ષીને લગ્ન પ્રથા પ્રસ્થાપિતા કરવામાં આવી હતી, જે કુટુંબપ્રથા સુધી અનુબંધિત થઈ હતી. આજસુધી તે સારા-નરસા સુધારા સાથે જીવિત રહી છે.અત્યારે તો મૂળભૂત લગ્ન પ્રથાનું જાણે આખું સ્વરૂપ બદલાઈ ગયું છે ! એનું પાવિત્ર્યક્ષીણ બન્યું છે. અને હલકટાઈ એ એમાં અમંગળ પગ પેસારો કર્યો છે. એમાં વર્ણવાદ અને જ્ઞાતિવાદ પણ લગ્ન પ્રથાને સ્પર્શ્યા છે.
આજનો લગ્નોત્સવ કલ્પનામાં ન આવે એટલો ખર્ચાળ બન્યો છે. દેખાદેખીએ માઝા મૂકી છે. કંકોતરી-કુમકુમ પત્રિકાઓનાં સ્વરૂપોમાં આધુનિકતા પ્રવેશી છે, જે એનાં લખાણથી માંડીને સમૂળગા સ્વરૂપ અને કલેવર સુધી પણ પહોચી છે.એક જમાનામાં રાતા રંગના કાગળ ઉપર છાપેલી કંકોતરીનો ઉપયોગ થતો હતો, જેમા કુટુંબગત અને સ્થળ-સમય ધરાવતી માહિતી જ જ લાલ અક્ષરે સ્વહસ્તે લખવાની રહેતી હતી.બ્રાહ્મો આવી કંકોતરીઓ વહેચવા જતા હતા.
વેવિશાળો નકકી કરવામાં અને પસંદગીમાં બ્રાહ્મણોની જ વિશિષ્ટ ભૂમિકા રહેતી હતી.એ દેશકાળ અને તે સમયની પ્રથા-પ્રણાલિકાઓ આજે ઘણે અંશે અસ્તિત્વમાં જ રહ્યા નથી.દેખાદેખીને કારણે શ્રીમંત લોકોનાં જાજરમાન લગ્નોત્સવ સામે ગરીબો તથા મધ્યમ વર્ગનાં લોકોની જબરી કસોટી થતી હતી અને દેણા કરીને તથા ઉછીના ઉધારનો બોજ કરીને મા બાપ તેમજ વડીલો દીકરા-દીકરીઓના લગ્ન કરાવી શકતા હતા.લગ્નોત્સવ ખર્ચાળ બનવાને કારણે અમૂક જ્ઞાતિઓએ સમુહ લગ્નોત્સવની અને આદર્શ લગ્નોત્સવની પ્રથા શરૂ કરી હતી અને આર્થિક રીતે નબળા લોકો ને રાહત આપવા નો ધર્મ બજાવવા નો નવો ચીલો પાડયો હતો.
આવા વિવિધ પ્રયોગો અને ઠરાવો કરીને લગ્નોત્સવને તેમજ વેવિશાળ પ્રથાને નવાં સ્વરૂપ આપવાના પ્રયત્નો કર્યા હતા. પણશ્રીમંતો-ધનિકોએ તેમની શ્રીમંતાઈ ના દેખાવ અને મોટાઈ દાખવવા માટે એને કામિયાબ બનવા દીધા ન હતા. અનેક અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થતા મૂળભૂત અધમૂવા સ્વરૂપે યટકી રહેવાના ફાંફા મારે છે, પણ લગ્નોત્સવો વધુને વધુ ખર્ચાળ બનતા રહ્યા છે.
લગ્નોત્સવને અત્યાર સુધીમાં સૌથી વધુ દમામદાર બનાવવા અને સમાજના સૌથી વધુ મોટામાં મોટા શ્રીમંત અને મોભાદાર બનાવવા કેટલીક ચીજો વિદેશથી મંગાવાય છે. એવો કટાક્ષ પણ તાજેતરમાં એક લગ્નોત્સવમાં બહાર આવ્યો હતો. એ પ્રસંગમાં ૫૦૦થી વધુ મોટરગાડીઓ હતી અને એના પાર્કિંગને લગતા ખર્ચમાં ભગવાને જેને અર્કિચન રાખ્યો હોય એવા ગરીબની દીકરીના લગ્ન થઈ જાય એવો ઘાટ ઘડાયો હતો. ભોજનની એક ડીશના રૂપિયા ૧૦૦૦ જેટલો ખર્ચ હતો.
આ બધી જાહોજલાલીઓ અને શણગારોનું વર્ણન થઈ શકે તેમ નથી.આપણા આજના સમાજ માટે એ શુભચિહન નહિ ગણાય એમ કહેવું પડે છે. ઈશ્ર્વરે આપેલી શ્રીમંતાઈના ઉપયોગ અંગે નવેસરથી વિચારાય એવું માનવ સેવાના ભેખધારી સદગુદેવપૂ. શ્રી રણછોડ દાસજી મહારા જે સૂચવ્યું હતુ. એવું કયારેક પણ થાય તો તે શુભ ચિહન લેખાશે. આપણા મા-બાપો યુવાનો-યુવતીઓ અનુસરે એવો ચીલો પાડે તો તે એક બહુ માટે સામાજીક સુધારો લેખાશે ?