Abtak Media Google News

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ : વિશ્વના કેટલાક દેશોમાં અલગ- અલગ તારીખનાં રોજ ડૉક્ટર દિવસની ઉજવણી કરાઇ છે.  કોરોના મહામારી વખતે પોતાના જીવનની પરવા કર્યા વગર લાખો લોકોના જીવ બચાવ્યા એ વ્યક્તિ ડૉક્ટર . જેવી રીતે ‘વેલ્થ’ બેંક છે તેમ ‘હેલ્થ’ માટે ડોક્ટર છે . ડોક્ટર જન્મ આપે છે, તો મોતના મુખમાંથી પણ ડૉક્ટર જ બચાવે છે.

Our Lord Or Messiah On Earth With Dard Ka Rishtani Means &Quot;Doctor&Quot;.

 

ડોક્ટર્સ ડે 2024 ની થીમ :

Our Lord Or Messiah On Earth With Dard Ka Rishtani Means &Quot;Doctor&Quot;.

આ વર્ષની થીમ “હીલિંગ હેન્ડ્સ , કેરિંગ હાર્ટ્સ” છે. જે ડૉક્ટર ની તેની કરુણા અને સમર્પણ પર ભાર મૂકે છે. તબીબોના અથાગ પ્રયત્નોને જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વના કામ કરે છે.

પૃથ્વી પર વસતા દરેક માનવી માટે શિક્ષક અને ડોક્ટરનું અનેરૂ સ્થાન તેના જીવનમાં રહેલું છે. આપણાં પરિવારના સભ્યો માટે નાની મોટી માંદગીમાં ઘરના સભ્ય સમા ફેમિલી ડોક્ટરનું વિશેષ મહત્વ હોઇ છે. ડોક્ટરનો હસતો ચહેરો મોટા ભાગના દર્દો દૂર કરી દે છે. તેની સમજાવવાની શૈલી, માર્ગદર્શન આપણને મોટા રોગોની તકલીફથી બચાવે છે. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં તેની અનેરી સેવાને સન્માન આપવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા તળે પણ વિવિધ આયોજન યોજાય છે. આજના દિવસે ડોક્ટર અને મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ સ્ટાફને કરોડો સલામ છે.

ડોક્ટર્સ ડેની ઉજવણીનો હેતુ

Doctors' Lifestyle, Work, And Motivation Survey – Part 3

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ડોકટરોના યોગદાન અને તેમના કાર્ય વિશે જાગૃત કરવાનો છે. જેઓ પોતાના સુખ-દુઃખનું બલિદાન આપીને દર્દીઓ માટે જીવે છે. તેઓ સમાજને રોગમુક્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી આ દિવસની ઉજવણીનો હેતુ તેમના યોગદાનની ઉજવણી કરવાનો છે. કોવિડ સંક્રમણ દરમિયાન તે ડોકટરો હતા જેઓ તેમના જીવની પરવા કર્યા વિના સતત કલાકો સુધી ફરજ બજાવી રહ્યા હતા. ઘણા ડોક્ટરોએ પણ જીવ ગુમાવ્યા. આ દિવસે આ ડોક્ટરોના બલિદાનને પણ યાદ કરવામાં આવે છે. જોખમી સ્થિતિમાં દિવસ-રાત એક કરીને તેમની મહેનતને કારણે લાખો લોકોના જીવ બચ્યા હતા. હોસ્પિટલ સ્ટાફ અને તબિબનો સફેદ કલર જ આપણને દર્દમાં મુક્તિ અને શાંતી આપે  છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ એ સફેદ રંગના વાસ્તવિકતા જીવનના હીરોને સમર્પિત દિવસ છે. વ્હાઇટ કોટમાં આ હિરોનું દરેકના જીવનમાં મહત્વ છે. આપણા જીવન મરણ વચ્ચેની યાત્રામાં આ ડોક્ટર જ આપણને જીવાડે છે કે રોગોમાથી બચાવે છે.

ભારતમાં 1લી જુલાઈએ જ ડોક્ટર દિવસ કેમ ઉજવવામાં આવે છે?

Dr. Bidhan Chandra Roy: The Reason India Celebrates Doctors' Day

બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડો.બી.સી.રોયની માનવતાની સેવામાં આપેલ તેમના યોગદાનને સ્વીકારવા ૧૯૯૧ થી આજનો દિવસ ઉજવવામાં આવે છે. આજના દિવસે તેની જન્મ અને મૃત્યુની તીથી બન્ને સાથે આવે છે. આ દિવસે દર વર્ષે તેમના નિસ્વાર્થ કાર્યો માટે આ ક્ષેત્રના અન્ય ડોક્ટરોનું પણ સન્માન કરવા માટે ડોક્ટર દિવસ ઉજ્વવામાં આવે છે. અમેરિકામાં 30 માર્ચે તો ક્યુબા જેવા નાના દેશમાં 3 ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે. ડોક્ટર એ દર્દીઓ માટે જીવન કે મૃત્યું વચ્ચે નિર્ણયો લેવાની સૌથી પડકારજનક વ્યવસાયોમાંનો એક છે.  દેશના મહાન તબીબ ડો.બી.સી.રોયને બ્રિટીશ મેડીકલ જર્નલ ભારતના એવા પ્રથમ મેડીકલ કન્સલ્ટન્ટ તરીકે ઓળખાય છે કે જેને અનેક ક્ષેત્રોમાં તેમનાં સમકાલીન તબીબો કરતાં વધુ સફળતા અને સમર્પણ કરેલ હતું.

દર્દીઓને તેમની સુખાકારી અને પીડામાંથી રાહત આપવાની અનોખી સેવા

The Impact Of Medical Technology Benefits | Cloudticity

આજના યુગમાં મેડીકલ સાયન્સની પ્રગતિ અને અદ્યતન સાધનો, ટ્રીટમેન્ટ, ટેસ્ટીંગ વગેરે સુવિધાને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. જેને માટે ડોક્ટરોની ભૂમિકા અહંમ છે. આજે તો શરીરના તમામ અંગો જેવા કે હૃદય, બ્રેઇન, આંખ, કીડની, હાડકા વગેરેનાં નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ છે. સમગ્ર દિવસ દરમ્યાન સતત કાર્ય માટે તેમનો અમુલ્ય સમય, કૌટુબિંક સમય અને પરિવારનો આનંદ ગુમાવીને પણ તેના દર્દીની સેવા તેના માટે પ્રથમ કરી હોય છે. આજના ગતિશીલ યુગમાં મેડીકલ સાયન્સની સાથે ડોક્ટરે કાયમ માટે અપડેટ રહેવું પડે છે. તેમનો વ્યવસાય સેવા વ્યવસાય સાથે જોડાયેલો છે. સમાજમાં તેમના પુષ્કળ યોગદાન માટે ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો આ રાષ્ટ્રીય દિવસ છે. ડોક્ટરો તારણહાર છે, તેથી ઘણા તેમને તેમના ઉમદા કાર્યો માટે ભગવાનનો દરજ્જો આપે છે. આપણાં સમાજમાં ડોક્ટરની મહત્વની ભૂમિકા રહેલી હોય છે. તેઓ બિમારી અથવા અન્ય કોઇપણ આરોગ્યની સ્થિતિઓમાંથી ઝડપી પુન:પ્રાપ્તિ સાથે દર્દીઓની સારવાર અને મદદ કરવા તેમનું જીવન અર્પણ કરે છે. ડોક્ટરો આપણાં જીવનને વધુ સારી રીતે જીવવામાં મદદ કરે છે.  દેશના મહાન તબીબ ડો.બી.સી.રોયને બ્રિટીશ મેડીકલ જર્નલ ભારતના એવા પ્રથમ મેડીકલ કન્સલ્ટન્ટ તરીકે ઓળખાય છે કે જેને અનેક ક્ષેત્રોમાં તેમનાં સમકાલીન તબીબો કરતાં વધુ સફળતા અને સમર્પણ કરેલ હતું.

વિદેશીઓ પણ કરાવે છે આપણાં દેશમાં સર્જરી

Costi Troppo Alti: Milioni Di Italiani Rinunciano Alle Cure Mediche

ડોક્ટરનો વ્યવસાય તેમના દર્દીઓને તેમની સુખાકારી અને પીડામાંથી રાહત આપવાની અનેરી સેવા છે. કોરોના કાળમાં દરેકના જીવનના વાસ્તવિક જીવનના નાયકો બન્યા હતા. ભારતમાં આદીકાળથી સર્જરી, પ્લાસ્ટીક સર્જરી જેવી તમામ સર્જરી કરવામાં આવે છે.  સુશ્રુત કે જેને  ભારતીય ચિકિત્સાના ‘શસ્ત્રક્રિયાના’ સ્થાપક પિતા ગણવામાં આવે છે. આપણાં દેશમાં સૌથી કુશળ અને કાર્યક્ષમ ડોક્ટરો છે. જેમનું વિશ્ર્વભરમાં નામ રહેલું  છે. આજની આપણી મેડીકલ સુવિધાઓને લીધે વિદેશીઓ પણ સર્જરી કે ટ્રીટમેન્ટ માટે ભારતમાં આવે છે.

રોગ નિવારણ, નિદાન, સારવાર અને તેના મહત્વ વિશે પ્રજાને જાગૃત કરે છે

Free Photo | Serious Man Consulting With Young Female Physician Doctor At Checkup Meeting In Hospital Skilled General Practitioner Giving Healthcare Medical Advices To Patient

આજના દિવસે વર્ષોથી સરકારી અને બિનસરકારી આરોગ્ય સંભાળ સંસ્થાઓ ડોક્ટરના યોગદાનને સન્માન આપીને આ દિવસ ઉજવે છે. આજના દિવસે તબીબો પણ લોકોને ગુણવત્તાયુક્ત તબિબી સેવા વિનામૂલ્યે મળે તેવા સંદેશ સાથે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરે છે.  રોગ નિવારણ, નિદાન, સારવાર અને તેના મહત્વ વિશે પ્રજાને જાગૃત કરે છે. ગરીબ, વૃધ્ધોની આરોગ્ય સારવાર, પરામર્શ સાથે આરોગ્ય પોષણની શિબિરો પણ યોજવામાં આવે છે. 1928માં સ્થપાયેલ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-1930 માં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) બન્યું હતું.

દુનિયામાં 1800 ની સાલમાં એલિઝાબેથ બ્લેકવેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડીકલ સ્કુલમાંથી સ્નાતક થનારી પ્રથમ મહિલા હતી. જેમણે પછી ફક્ત મહિલાઓ માટે જ મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. વિશ્ર્વભરમાં ભારતીય ડોક્ટરો ખૂબ જ અદ્યતન છે. જે આજે જટીલમાં જટીલ ઓપરેશનો કરીને સફળતા મેળવે છે. આજનો દિવસ તબીબી ક્ષેત્રે થયેલી પ્રગતિની ઉજવણી કરવાનો દિવસ છે.

ડોક્ટરએ વ્યવસાય નથી પણ સેવા ક્ષેત્ર છે.

National Doctors' Day 2023: Who Will Be The Doctor For The Doctors'? - News18

શિક્ષક અને ડોક્ટર આ બન્ને વ્યક્તિ દરેકના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તેજ આપણને જીવન જીવવાની પધ્ધતિ શીખવે છે. ડોક્ટરએ આપણો એવો સાથીદાર છે જે જન્મ અને મૃત્યુ સાથે જીવનની બધી શારીરીક મુશ્કેલીમાં સાથ આપે છે. પરિવારની સંભાળ લે છે એટલે જ તેને ફેમીલી ડોક્ટર કહેવાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના યુગમાં તેને ભગવાનના દરજ્જો મળ્યો છે. આ એક જ વ્યક્તિ એવી છે જેને આપણે મન મોકળું કરીને છૂટથી વાત કરીએ છીએ. આપણને આપણા ડોક્ટર ઉપર વિશ્વાસ અને શ્રધ્ધા હોય છે. તેથી આપણે તેની સલાહ લઇએ છીએ કે માનીએ છીએ. ડોક્ટરના ભરોસા ઉપર જ આપણે દર્દીમાંથી મુક્તિ મેળવીને દોડતા થઇએ છીએ. ડોક્ટર જ કોઇ વ્યક્તિને નવો જન્મ આપે છે અને તેને મૃત્યુના મુખમાંથી પણ તે જ બચાવે છે. આપણા પરિવારની સંભાળ લે છે એટલે જ તેને ફેમિલી ડોક્ટર કહેવાય છે.

દરરોજ જીવન બચાવવા માટે સખત મહેનત કરતાં તમામ તબીબોને ડોક્ટર ડે ની શુભેચ્છા.

અરુણ દવે 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.