- વિશ્ર્વમાં અમારી 37 મુખ્ય જાતિઓ સાથે 7200થી વધુ પેટા જાતીઓ છે: ડેંગ્યુ જેવા ખતરનાક રોગ ફેલાવનાર ‘મચ્છર’નું રોચક ઈન્ટરવ્યુ
- મચ્છર સાથેનો એક્સકલ્યુઝીવ વાર્તાલાપ
વિશ્ર્વભરમાં માનવ કરતા પણ વધુ વસ્તી ધરાવતા મચ્છરો વિશે સૌએ જાણવાની જરૂર છે. તે કરોડરજજુ વગર સાવ નાનકડુ જીવ છે. અને તે માત્ર 20 થી 25 દિવસ જ જીવે છે. વિશ્ર્વમાં તેની 37 મુખ્ય પ્રજાતિઓ સાથે 3200થી વધુ પેટા જાતી છે. આપણા દેશમાં 14 જાતીના 255 પેેટાજાતીના મચ્છરો જોવા મળે છે. દુનિયાના 50 ટકાથી વધુ રોગો આ નાનકડુ મચ્છર ફેલાવે છે. આજે અખબારી આલમમાં પ્રથમવાર તમે એક મચ્છરનું લીધેલ ઈન્ટરવ્યુ વાંચશો, અને હા તેને પ્રશ્ર્નોના જવાબોમાં ઘણીવાત એવી પણ કરી જે બાબતે આપણી ભૂલ સ્વીકારવી પણ પડે
- તો ચાલો… શરૂ કરી મચ્છરનું ઈન્ટરવ્યું….
- સૌ પ્રથમ અબતક આંગણે આપનું સ્વાગત છે, સૌથી પ્રથમ પ્રશ્ર્ન એ છે કે તમારી જાતીના કેટલા પ્રકારો હોય છે?
જવાબ:- દુનિયામાં અમારી મુખ્ય 14 જાતીઓ છે, એનો ફિલિસ, એડિસ, કયુલેકસ અને મેન્સોનીયા મુખ્ય ચાર પ્રકાર છે. જે માનવ જાત માટે ગંભીર રોગ કરીને મૃત્યુ પણ કરી શકે છે.
તમારો થોડો પરિચય વાંચક મિત્રોને આપશો
જવાબ:- અમે એક વાહક (વેકટર)છીએ, ઉંડાણથી સમજાવું તો અમો કરોડ રજુ વિનાનું એવું જંતુ કે જે ચેપ પોતાના શરીરમાં લઈને તેનું વિભાજન કરી બીજાને ચેપ આપે છે, જેને વાહક કહેવાય છષ. અમે એક ઉડતા કિટક છીએ, અમારે છ પગ અને સખત શરીર છે, લોહીચુસવા અમો માનવ અને પ્રાણીઓને ડંખ મારીએ છીએ.
ચોમાસાના હાલના વાતાવરણમાં શરીર-તાવ, ઝાડા ઉલ્ટી સાથે ‘ડેંગ્યુ’ બહું ચર્ચામાં છે, તો તેના વિશે જણાવો.
જવાબ:- અમારી એક પ્રજાતિકે અમારો ભાઈ ‘એડિસ’ મુખ્ત્વે ડેંગ્યુ ફેલાવવાનો માસ્ટર છે, પૃથ્વીવાસીઓએ એનાથી ચેતવું બીજુ તે ચિકનગુનીયા અને ગંભીર ઝીંકા વાયરસનો પણ વાહક છે. તમારા દેશમાં જ 111 પ્રકારના પેટાજાતી છે, પણ તેમાંથી એડિસ જેવા બે પ્રકાર જ આ જીવલેણ રોગ ફેલાવે છે. અમારા ઘા ભાઈઓ ખતરનાક છે. જેમાં કયુલેકસભાઈતો હાથી પગો (ફાઈલેરીયા) અને જાપાની એન્સેફીલીયાટીસના પણ વાહક છે.
તમારી શરીર રચના વિશે થોડી માહિતી આપશો.
જવાબ:- અમે આમતો એકવડા બાંધાના નાના જંતુ છીએ, પણ અમારૂ શરીર ત્રણ ભાગમા વહેચાયેલ છે, જેમાં માથુ-ઘડ અને પેટનો સમાવેશ થાય છે. અમારામાથાના ભાગમા પાલ્પી, એન્ટેના, પ્રોબોસીલ અને કંપાઉન્ડ આંખો આવેલ છે.
તમે માણસ ઉપરાંત કેનું કેનુ લોહી ચૂસો છો?
જવાબ:રૂ લોહી પીવુંએ અમારો ધંધો જ નહી ખોરાક પણ છે. માણસ સિવાય સાપ-પક્ષી, ગધેડા તેમજ ઘોડાનું લોહી ચૂસી લઈએ છીએ અમે પુરૂષ મચ્છર 7 થી 10 દિવસ અને સ્ત્રી મચ્છર 30 દિવસનું જ આયુષ્ય ભોગવે છે.
અમરી માદા શિયાળામાં ઈંડા કે ઈયળ તરીકે જીવન પસાર કરે છે.
મેલેરીયા તમારો કયો ભાઈ ફેલાવે છે?
જવાબ:- તમારા દેશમાં 58 જાતીઓ પૈકી 9 જાતી જ મેલેરીયા ફેલાવે છે. આ કામ અમે હજારો વર્ષથી કરતા આવ્યા છીએ પણ 1897માં તમારા દેશમાં આંધ્ર પ્રદેશના રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે મેલેરિયા મચ્છરથી ફેલાય છે એ સાબીત કરી દેતા બધા જુન મહિનમાં અમારી વિરૂધ્ધ મેલેરીયા માસની ઉજવણી કરીને અમને ધંધે લગાડી દીધા છે, આમ જોઈએ તો 1818માં અમરા એનોફિલિરભાઈને મૈજેન નામના વૈજ્ઞાનિકે પકડી લીધા હતા.
તમારી લોહી ચૂકવા સિવાય બીજી કંઈ આવડત છે, તે જણાવો?
જવાબ:- અમે માત્ર 25 દિવસ જીવનાર જંતુ છીએ પણ સમુદ્રથી 3530મીટર સુધી ઉંચાઈ સુધી જોવા મળીએ છીએ. 92 થી 1000 મીટરની ઉંડાઈમાં પણ અમારી હાજરી હોય શકે છે. અમો 28 થી 30 સેન્ટીગ્રેડ તાપમાનમાં સારો વિકાસ કરી શકીએ છીએ.
તમારૂ સંવનન (મેટીંગ) બાદ મૃત્યુ થાય તે વાત સાચી છે.
જવાબ:- હા .. અમે એકવાર સંવનન કરી એટલે અમારૂ (નરમચ્છરનું) મૃત્યું થઈ જાય છે. બીજી વાત એ છે કે એકવાર સંવનન બાદ અમારી માદાને જીવનભર બીજીવાર સંવનની જરૂર પડતી, તે માત્ર એકવારમાં જીવે ત્યાં સુધી દર ત્રીજા દિવસે ઈંડા મૂકે છે.
તમે કેટલુ લોહી પી શકો?
જવાબ:- અમોઅમારા વજન કરતા ત્રર ગણુ લોહી પી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમો તમારા ‘ઓ’ બ્લડ ગ્રુપવાળા લોકોનું લોહી વધુ પીવા માટે સતત કરડતા હોય છીએ.
તમારી વસ્તી વિશ્ર્વમા કયા સૌથી ઓછી કે નહિવત છે?
જવાબ:- આમ તો દુનિયામાં લીધે જ અમારૂ સામ્રાજય છે, પણ આયલેન્ડ દેશમાં અમારી વસ્તી લગભગ જ બરાબર છે.
તમે આરામ કયારે કરો છો?
જવાબ:- અમે માણસને કરડીને તેનું લોહી પીધા બાદ આરામ કરવા જઈએ છીએ. માનવજાત અમારૂ વધુ પડતુ ધ્યાન કેન્દ્રીત કરીને અમારો ખાત્મો બોલાવવા મહેનત કરે છે, પણ અમારી વસ્તીની તાકાત સામે તમારૂ કંઈ નહી આવે.
માણસને કરડયા વગર તમે રોગ ફેલાવી શકો?
જવાબ:- ના.. અમારે વાયરસનો ફેલાવો કરવા કરડવું જરૂરી છે. અમો માણસમાં મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનીયા સાથે તેના વિવિધ લક્ષણો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવીએ છીએ,.
તમારાથી બચવા અમારે શું કરવું જોઈએ?
જવાબ: એક માત્ર સાફ સફાઈ રાખશો તો અમે કશુ ન કરી શકીએ, પણ તમે બહારથક્ષ લાવેલા શાકભાજી પણ ધોતા નથી. તમરા ઘરની આસપાસ કે રોડ ઉપર સતત પાણી ભરાતા અમોને મોકળુ મેદાન રોગ ફેલાવવા મળી જાય છે. જો તમે કાળજી લેતા થઈ ગયા તો અમારે તમારો દેશ છોડીને બીજે કરડવા જવું પડશે. તમે ફકત અમોને કરડવા ન દોતો તમને કંઈ નહી થાય. તમારી સમગ્ર માનવજાતને તમારા બચાવ માટેનો અમારો સંદેશ છે કે ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ? આટલુ કરો એટલે અમારો ઉપદ્રવ ઓછો થઈ જશે.
તમારો કરડવાનો કોઈ ચોકકસ સમય ખરો?
જવાબ:- હા અમે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય વચ્ચે વધુ સક્રિય હોય છીએ, એટલે આ સમયે અમો કરડી છીએ, પણ અમારો એક ભાઈ કયુલેકસ રાત્રીના કરડે છે. અમારી તાકાતનો તમને એક દાખલો આપું કે દર વર્ષે 10 લાખથી વધુ મોત માટે અમારૂ કાર્ય જવાબદાર છે. અમારા વિશ્ર્વમાં 3500થી વધુ ભાઈઓ છે, જેમાથી 100 ભાઈતો ખતરનાક ડોન છે, જોકે આટલા તમારા માટે કાફી છે. કારણ કે તમે સુધરતા નથી ને ગંદકી કર્યા રાખો છો, એટલે અમારા કામમાં મોજ પડી જાય છે.
યલો ફિવર ફેલાવવામાં તમારી ભૂમિકા કેવી ?
જવાબ: આ એક અમારાથી ફેલાતો રોગ છે. આજે જે કરીએ તેના બચવાના ચાન્સ ઘટી જાય છે. અમારા ‘એડીસ’ એજીપ્ટી ભાઈ આ ફેલાવે છે. રોગના હેમરેજિક સ્વભાવને કારણ તે અમારાથી ફેલાતો સૌથી જીવલેણ રોગ છે. તમે અમને કહેતા હોકે ‘એક મચ્છર આદમીકો હિજડા બના દેતા હે’ પણ અમે જીવલેણ રોગ આપીને જ તમરૂ ‘રામ બોલો ભાઈ રામ’ કરી નાંખીએ છીએ.
ચાલો…. આવી બીજી જ્ઞાનવર્ધક આદાન-પ્રદાનના લેખમાં ફરી મળશું… અને હા… મચ્છરથી બચવા હાથ-પગને શરીર સંપૂર્ણ ઢંકાય જાય તેવા કપડા પહેરજો જેથી આ ‘મચ્છરભાઈ’ કંઈ નહી કરી શકે.