સો જા રાજકુમારી સો જા, ધીરે સે આજા રે અખિચન મેં નીંદીયા, મે ગાઉ તુમ સો જાવો, ચંદન કાપલના રેશમ કી ડોરી જેવા ફિલ્મી હાલરડાં આજે પણ સાંભળીયે ત્યારે બાળકને પારણે ઝુલાવતી માતાનું દ્રશ્ય ખડું થઇ જાય છે
‘હાલરડા’ બાળક ઘોડીયામાં સુતું હોય ત્યારે તેની હિંચકો નાખની માઁ ગાય છે હા… હા… નો આરોહ અવરોહ અને સંગીત ગીતનો તાલ લય બાળકને મીઠી નિંદર પોઢાડે છે. હિંચકાનું આવન જાવન એ જ આરોહ અવરોહ છે. સાવ નાનકડું બાળક રડે ત્યારે હિંચકામાં પોઢાડીને ‘માઁ’ હાલરડાં ગાય છે, આ હાલરડાની રચના તો અનેક કવિઓએ કરી છે પણ પ્રાચિન કાળથી જોઇએ તો મૂળ કૃષ્ણની બાળલીલાના પદોમાં છે. સૂરદાસજીએ સૌથી વધુ બાલ્યપદોની રચના કરી છે. પ્રાચિન યુગથી શરૂ કરીને આજે અર્વાચીન યુગમાં હાલરડાં અકબંધ છે પણ હા રાગ- શબ્દો સાથે ઘણું બધુ બદલાય ગયું છે. આજે ઘણા મમ્મીઓ ફિલ્મી ગીત પણ ગાય છે.
ઘોડીયામાં હિંચકતા બાળકને પોઢાડતા માતાનો સ્વર, લય, તાલ, આરોહ-અવરોહ સાથે પ્રેમ-હુંફ લાગણી સીધા બાળકના માનસ પર ઉપર અસર કરે છે. મઘ્ય કાલીન યુગ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંનું વિશેષ મહત્વ છે જો કે અત્યારના યુગમાં આપણી આ વિરાસત લુપ્ત થતી જોવા મળે છે. શિવાજીનું હાલરડું નામ સાંભળતા જીજાબાઇની વાતો યાદ આવે જ છે. હાલરડાંના ગીત, શબ્દો સાથે બાળકને ઘણા બધા ગુણોનું સિંચન પણ થઇ જાય છે. માતા યશોદાના કંઠેથી છલકતા હાલરડાંથી કૃષ્ણ પણ મધુર હાસ્ય કરે છે. હાલરડામાં વાત્સલ્ય ભાવ સિવાય બીજુ કશું જ ન આવડે તો પણ ચાલે એ જ એની તાકાત છે. એ જમાનાના રૂપકડા પારણામાં ઝુમ્મર, ઘુંઘરા લટકતા હોય ને બાળક જોઇને હસતો હોય,
હાલરડામાં વિર રસ છલકે અને પરીઓના દેશોની કલ્પનાઓ, ઘોડે બેસેલ રાજકુમાર જેવા વિવિધ અવિસ્મરણીય હાલરડાં આપણી ધરોહર છે. ૧૯ કે ર૦મી સદીમાં હિંચકા, ઘોડીયામાં બદલાવ આવ્યાને આજે તો સ્ટીલનાને સ્વયં સંચાલીત પણ આવી ગયા છે. ગ્રામિણ સંસ્કૃતિમાં એનો રંગ અનેરો હતો. મા, માસી, નાની, દાદી, ફઇ, ભાભી જેવા તમામ પરિવારજનો ઉમળકાભેર ઉત્સાહ સાથે મીઠડા હાલરડાં ગાઇને ટબુકડા બાળકને પોઢાડતા હતા. સંયુકત કુટુંબમાં બાળક કયારે મોટું થઇ જતું ખબર જ ના પડે જયારે આજે વિભકત કુટુંબને કારણે અડધી રાત્રે માતા-પિતા જાગે ને રડતા બાળકને શાંત કરે છે, અગાઉ તો બેની વિરાને પારણે ઝુલાવતા પોઢાડતી હતી.
ભાઇને હિંચકા નાંખતી હાલરડાં ગાતી બેન તેના વિરા માટે કેવી કેવી વાત કરે છે તે તો આપણે હાલરડાં સાંભળી ત્યારે જ ખબર પડે છે. હાલરડાં ના શાસ્ત્રોમાં સીતા, સતી, રાધા, સરસ્વતિ વિગેરે સંબોધનો આવે છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંમાં દેવીઓની ભેટ આપણને મળી છે.
માતાએ સંસારની સૌથી મોટી ગુરૂ છે, તેની મમતા, પ્રેમ બાળક પ્રત્યેની લાગણી જયારે બાળકને હાલરડાં ગાઇને સુવડાવે છે ત્યારે એ બાળકના ભાગ્યની ઇર્ષા દેવો પણ કરે છે. માતા ભાવથી, સ્પર્શથી તેની ગોદનું અને કંઠ પાનથી હાલરડાઓ સાંભળવવાનું સૌભાગ્ય સૌની પ્રાપ્ત થતું નથી, ‘બાલુડાને માત હીંચોળે ધણ ધણ ડુંગરા બોલે’ હાલરડાંના શબદોની તાકાત અદભૂત હતી.
પ્રાચિનકાળમાં આર્ય માતાઓ પારણામાં ઝૂલતા બાળકને આર્યત્વના સંસ્કાર રેડતી હતી. આપણા સમાજના પેઢી દર પેઢીથી હાલરડાં ગવાતા આવ્યા છીએ, ૨૦૨૦માં કોરોના મહામારીના લોકડાઉનમાં પપ્પાએ પણ પોતાના બાળકને હિંચકો નાખતા તેને આવડે તેવું હાલરડું ગાયું જ હશે, આપણા સમાજમાં હાલરડાં સ્ત્રી જ ગાય એવું નથી. ૧૯૪૦માં ફિલ્મમાં કે.એલ. સાયગલે ‘સોજા રાજકુમારી સોજા’ હાલરડું ગાયું હતું. આજે ૮૦ વર્ષે પણ હજી લોકો ગાય છે, યાદ કરે છે.
૧૯૪૦ પછીના દાયકા બે દશકાની કે હાલની ઘણી ફિલ્મોમાં હાલરડાં આવ્યા જ છે. ૭૦ વર્ષ પહેલા આવેલી અલબેલા ફિલ્મમાં ‘ધીરે સે આજા રે અખિયન મેં…. નિંદિયા આજારે આજા’ આજે પણ એટલું જ કર્ણપ્રિય લાગે છે. ફિલ્મોમાં કરૂણ, સુખ-દુ:ખ એ બે પાર્ટમાં સ્ત્રી-પુરૂષના અવાજમાં હાલરડાં ગવાયા છે. ૧૯૫૬માં આવેલી શબાબ ફિલ્મમાં હાલરડું ‘ચંદનકા પલના રેશમ કી ડોરી’ બરફી જેવું મીઠું લાગે છે. ફિલ્મમાં પુરૂષોએ ગાયેલા હાલરડાં ખુબ જ પ્રચલિત થયા છ. બ્રહ્મચારી ફિલ્મમાં ‘મે ગાઉ તુમ સો જાવો’ એ જમાનામાં સમગ્ર દેશભરમાં પ્રચલિત થયું હતું.
ભારતના અલગ અલગ રાજયોમાં તેની ભાષામાં હાલરડાં છે. પણ સૌથી મીઠડાં હાલરડાં ગુજરાતીના છે. આમ જોઇએ તો પણ બાળક પ્રારંભે તેની માતૃભાષાના શબ્દો, ગીતો સાથે માઁ નો સ્પર્શ અને અવાજ પ્રથમ જ સાંભળે છે. વિધવા માતાનું નાનકડુ બાળકને માતા જયારે સુવડાવતી હોય ત્યારે તેના સ્વરમાં દર્દની સાથે પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમને મારૂ સંતાન હાલ મોટું થઇ જશે એવી આશા પણ દેખાય છે. એટલે જ કદાચા બાળક રડે તો માતા પણ રડે છે, ગમે તેવા અવાજ વચ્ચે પણ બાળકનો અવાજ માતાને જ સંભળાય જાય છે. ફિલ્મ ‘એક દિલ સો અફસાને’નું ‘દૂર કે ઓ ચંદા’ હાલકડાંમાં પ્રથમ વખત ૧૯૬૩માં વેસ્ટર્ન મ્યુઝિકનો ઉપયોગ કરાયો હતો. હાલરડાં કયારેય આજના ફિલ્મ ગીત જેવા ઘોંઘાટીયા ન હોય, શાંત, મીઠડા ને અર્થસભર જ હાલરડા હોય છે ને એજ આદી કાળથી ગવાતા આવ્યા છે.આજે તો હાલરડાં સાવ લુપ્ત થઇ ગયા છે. ગત વર્ષે રાજકોટમાં એક આ અંગેનો સેમીનાર સાથે હાલરડાં ગાવાની સ્પર્ધા યોજીને તેને જીવંત રાખવા સાથે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો. બાકી તો યુ ટયુબ કે ગુગલમાં સર્ચ કરીને બાળક માટે સ્લીપીંગ સોંગ પણ મમ્મીઓ શોધતી જોવા મળે છે. ઘરમાં એટલે જ વડીલોનું હોવું જરૂરી છે. દાદા-દાદી, કાકા-કાકી, નાના-નાની, મામા-મામી, માસી- ફઇબા જેવા પરિવારનાં સભ્યો ના સાનિઘ્યમાં બાળક ઉછરી જાય છે. બાળકને પાયાનું શિક્ષણ ઘરનાં વાતાવરણમાંથી જ મળે છે.આજના મમ્મીએ બાળકની માતા બનીને હાલરડાં શીખવા જ પડશે.,આપણે ખુબ પ્રગતિ કરી પણ આપણી જ સંસ્કૃતિ વિસરી ગયા, હાલરડાં આપણી ધરો હર હતી અને આજે પણ છે જ પણ વિસરી ગયા, આપણે બધા જ હાલરડાં સાંભળીને જ મોટા થયા છીએ એ પણ આવનારી પેઢી સંભળાવવાની જવાબદારી આજે આપણી છે. આ માટે સંયુકત કુટુંબ પ્રથા જ બેસ્ટ હતી.
આજે તો અંગ્રેજી હાલરડાં ‘ટવીન્ટલ.. ટવીન્કલ લીટર સ્ટાર’ ગવાય છે. ગુજરાતી જેવા હાલરડાં થઇ જ ના શકે અંગ્રેજી હાલરડાંમાં પ્રેમ, હુંફ, લાગણી વગરના કહેવાય, જો તમારા ઘરમાં ઘોડિયામાં હિંચકતું નાન બાળક છે તો નશીબદાર છો કે તમને ‘હાલકડાં’ગાવાનો ૨૦૨૦માં મોકો મળ્યો છે. બાળમનોવિજ્ઞાન પણ કહે છે કે હાલરડાં અને બાળગીતો બાળકનાં માનસિક વિકાસને વેગવંતો બનાવે છે. ચાર હજાર વર્ષ પૂર્વે હડ્ડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ પંચતંત્રની વાર્તા, જોડકણાના પૂરાવા મળ્યા છે.
ફિલ્મી હાલરડાં જે આજે પણ લોકો ગાય છે
- સો જા રાજકુમારી સો જા….. (ગાયક – સાયગલ – ૧૯૪૦)
- ધીરે ધીરે આજા રે અખિયન મેં નીંદીયા આજા રે આજા…. (ફિલ્મ- અલબેલા- ૧૯૫૧)
- આ જા રી આ નીંદીયા તુ આ…. (ફિલ્મ- દો બીઘા જમીન)
- ટીમ ટીમ કરતે તારે યે કહતે હૈ સારે….. (ફિલ્મ- ચિરાગ કહૉ, રોશની કર્હા)
- રામ કરે ઐસા હો જાયે મેરી નીંદીયા તો હે મીલ જાયે….. (ફિલ્મ – મિલન)
- મેં ગાઉ…. તુમ સો જાવો…. (ફિલ્મ- બ્રહ્મચારી)
- ચંદન કા પલના રેશમ કી ડોરી…. (ફિલ્મ-શબાબ)
- આજ કલ મેં ઢલ ગયા…. (ફિલ્મ- બેટી બેટે)
- તારો કી નગરી સે….. (ફિલ્મ- વારીશ-૧૯૫૪)
- આ રી નીંદીયા કી પરી…. (ફિલ્મ-રિશ્તે નાતે)
- દૂર કે ઓ ચંદા…. (ફિલ્મ – એક દિલ સો અફસાને)
- ચંદાઢલે…. પંખ જલે….. (ફિલ્મ- પ્યાર કી પ્યાસ)