તમે ગુસ્સો કરો છો ત્યારે મગજને વધારે લોહીની જરૂર પડે છે
આપણાં શરીરને પૂરતા આરામની જરૂર હોય છે. આખો દિવસની દોડ-ભાગ દરમ્યાન શરીરમાં તમામ અંગો સક્રિય રહે છે, જે રાત્રે આરામનાં સમયે ‘આરામ’ કરે છે, તેની કાર્ય શકિત ઘટી જાય છે. આપણા શરીરનું મહત્વનું અંગ હ્રદય છે. એ જયાં સુધી ધબકે છે ત્યાં સુધી જ આપણે જીવીએ છીએ ‘આરામ’ના સરળ લોજીકને હ્રદય સાથે સીધો સંબંધ છે.
આપણું હ્રદય એક મીનીટમાં ૭ર વાર ધબકે છે. આખા દિવસમાં હ્રદય આપણા ઘરની પાણીની ટાંકી કરતાં સાત ગણુ લોહી પંપીગ કરે છે. આપણા મગજને ૭૦ ટકા લોહીની જરુર પડે છે, જયારે બાકીનાં અંગોને ૩૦ટકાની જરૂર પડે છે. ધબકતા હ્રદયને પણ ધબકવા લોહીની જરૂર પડે છે.
૧ મિનિટમાં ૭ર ધબકારા માટે ૧ ધબકારાનો સમય ૦.૮ સેક્ધડ, આ ૦.૮ સેન્ડકમાં, ૦.૩ સેક્ધડમાં હ્રદય પોતે સંકોવાય ને રકત આગળ મોકલે છે. અને આ ગાળા દરમ્યાન ૦.૫ સેક્ધડ પોતે ‘રેસ્ટ’ પણ કરી લે છે, આ આરામના સમયમાં લોહી ફેફસામાં જઇને શુઘ્ધ થાય છે અને હા એક વાત હ્રદયના આરામનો સમય ઓછો થાય તો રકત પુરેપુરૂ શુઘ્ધ થતું નથી.
હવે એક વાત કે તમે ગુસ્સામાં હોય ત્યારે તમારા મગજને સૌથી વધારે લોહીની જરૂર પડે છે. ત્યારે તમારું હ્રદય ૦.૫ સેક્ધડને બદલે ૦.૪ સેક્ધડ આરામ કરે છે. એક ધબકારાનો સમય ૦.૪ + ૦.૩ – ૦.૭ સેક્ધડ થઇ જાય છે. તેથી ૧ મિનિટમાં ધબકારા ૮૫ થઇ જાય છે. અહીંથી લો બી.પી. કે હાય બી.પી. ની સમસ્યા થઇ જાવાની શકયતા છે. માટે ગુસ્સો ન કરવો.
હ્રદયે આરામનો સમય ર૦ ટકા ઘટાડતા તે હવે ૮૦ ટકા જ લોહીને શુઘ્ધ કરશે. આને કારણે શરીરમાં અશુઘ્ધ લોહીને લીધે શરીરનો કચરો બરાબર સાફ થતો નથી, અને તમે ઘણી બધી બિમારીના શિકાર બની જાવ છો. આપણા શરીરનાં રૂધિરાભિસરણ તંત્રને સમજવાની જરુર છે. ખાલી ગુસ્સો ન કરો, ચિંતા ન કરો તો હ્રદયના ધબકારા ૭ર જ રહેશે ને તમારું મગજ એકટિવ હશે.
આમ આપણે ‘આરામ’ ની સાથે આપણાં હ્રદયને ઘણો જ સંબંધ છે. જો કે હવે તો મેડીકલ સાયન્સની પ્રગતિથી ‘હાર્ટ’ ટ્રાન્સસ પ્લાન્ટ થવા લાગ્યા છે પણ આપણી થોડી સાવચેતી જ આપણને સારૂ સ્વાસ્થ્ય બક્ષે છે. એ વાત ભૂલવી ન જોઇએ.