- માતૃભાષાએ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ : સૌથી વધુ બોલાતી ભાષામાં આપણી હિન્દી ત્રીજા સ્થાન પર છે: બંગાળી ભાષાનું પણ ટોપ 10 માં સ્થાન ધરાવે છે: બાળકને માતા તરફથી મળેલી ભાષાને માતૃભાષા કહેવાય : આપણી ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ-25 માં આવે છે
- ભારતનાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ ભાષા ચલણમાં છે જેમાં બંગાળી, આસામી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી ભાષાનો સમાવેશ થાય છે: વિશ્વમાં હાલ 7111 થી વધુ ભાષા બોલાય છે: આપણી ગુજરાતી ભાષા 700 વર્ષ જૂની છે
આજે સમગ્ર વિશ્વમાં ’વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાઈ રહ્યો છે, ત્યારે નિશ્રિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને શાસ્ત્રીય ભાષાનો દરજજો પ્રદાન કરવાની સરકારી જાહેરાત મુજબ તમિલ (2004), સંસ્કૃત (2005), કન્નડ અને તેલુગુ (2008)નો સમાવેશ થાય છે. માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. અંગ્રેજી સારૂ છે, પણ ગુજરાતી તો મારૂ છે, હું ગુજરાતીને મારૂ ગુજરાત. આજના ડિજિટલ યુગમાં 100 થી વધુ ભાષાનો ઉપયોગ માતૃભાષાએ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ સૌથી વધુ બોલાતી ભાષામાં આપણી હિન્દી ત્રીજા સ્થાન પર છે: બંગાળી ભાષા પણ ટોપ 10માં સ્થાન ધરાવે છે: બાળકને માતા તરફથી મળેલી ભાષાને માતૃભાષા કહેવાય છે: આપણી ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ-25 માં આવે છે. જેમ દરેક પ્રાંતના પાણીનો સ્વાદ બદલાય તે રીતે જે તે પ્રાંતની ભાષા પણ બદલાય છે.
આપણી ગુજરાતી કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય છે. લોકો દ્વારા બોલાતી ભાષાને લોકભાષા કે માતૃભાષા કહેવાય છે.ભારતમાં નોંધાયેલી તમામ ભાષાઓની સંખ્યા 19 હજારથી વધુ જોવા મળે છે, કે ચલણમાં છે. વિવિધ શોધ અને સંશોધન બાદ નિયત માપદંડમાં આવતી 1369 ભાષાઓને ભારતમાં માતૃભાષાનો દરજજો અપાયો છે.બાકીની 1474 ભાષાને અન્ય માતૃભાષાઓનાં મથાળા હેઠળ આવરી લેવાય છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી 20 ભાષા પૈકી છ ભાષા આપણી ભારતીય છે.
આપણી હિન્દી ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાનાં ત્રીજા ક્રમે છે. બંગાળી ભાષા પણ ટોપ 10 માં આવે છેતો આપણી ગુજરાતી ભાષા પણ ટોપ 25 માં સ્થાન ધરાવે છે. બાળકોને માતા દ્વારા મળેલી ભાષાને માતૃભાષા કહેવાય છે. માતૃભાષામાં જ પાયાથી તેને શિક્ષણ અપાય તોજ તેનો ઝડપી વિકાસ શકય બને છે. અમુક માપદંડોમાં ખરી ઉતરતી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજજો આપવાની સરકારી જાહેરાત મુજબ તમિલ 2004, સંસ્કૃત 2005, કન્નડ અને તેલુગુ 2008નો સમાવેશ થયો છે.ભારતનાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ ભાષા ચલણમાં છે જેમાં બંગાળી, આસામી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી ભાષાનો સમાવેશ થાય છે: વિશ્વમાં હાલ 6500 થી વધુ ભાષા બોલાય છે
ભારતની તમામ ભાષાના તલસ્પર્શી અભ્યાસ બાદ 123 માતૃભાષાને બંધારણની આઠમી અનુસુચિતમાં દર્શાવેલ ભાષા સાથે સાંકડી છે. દશ હજાર કેતેથી વધુ લોકો દ્વારા બોલાતી 270 ભાષાઓની યાદી આપણાં દેશમાં તૈયાર છે. આપણાં દેશમાં સાંસ્ક્ૃત ભાષા બોલનારની સંખ્યા વધઘટ થયા કરે છે. આપણા દેશની 40થી વધુ ભાષા કેબોલી લુપ્ત થવાને આરે છે. હાલ દેશમાં 22 શેડયુલ ભાષા ઉપરાંત 31 ભાષાઓને વિવિધ રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સતાવાર ભાષા બની છે.
યુનેસ્કો દ્વારા પણ આપણી 12 ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે, જે લુપ્ત થવાના આરે છે. આપણાં દેશની ભાષાઓ નદી જેવી છે જે આગળ વિસ્તારમાં જતા સહાયક ભાષાઓને તેની ઉપભાષા બનાવે છે.ભારતની વિવિધ ભાષાઓમાં અમૂક શબ્દોમાં સામ્યતા જોવા મળતી હોવાથી આપણને પ્રશ્ર્ન થાય કે આપણી ભાષા એક મૂળમાંથી આવે છે? આજથી લગભગ 70 હજાર વર્ષ પહેલા માનવીનાં મગજે વિકાસવાદના પગલે ગતી કરી ત્યારે જ જ્ઞાનાત્મક ક્રાંતિની શરૂઆત થઈ હતી પ્રારંભે સંકેતો અને ઈશારાની ભાષા બાદ એને શબ્દોનું રૂપ ધારણ કર્યું અને ધીમેધીમે જેતે વિસ્તારની સમજ આવડત મુજબ એ જમાનામાં પોતાની ભાષા કે માતૃભાષા વિક્સાવી હતી.
દુનિયાની હાલની વસ્તી અંદાજે 770 કરોડની છે. જેમાં પાંચ હજારથી વધુ ભાષા ચલણમા છે. આપણા દેશની 140 કરોડ વસ્તીમાં 780 જેટલી ભાષાઆ ચલણમા છે. આ આંકડો 1961 માં 1650 જેટલો હતો. દર વર્ષે ઘટાડો થતા અનેક ભાષા લુપ્ત થતી જાય છે. આમને આમ ચાલતુ રહેશે તો ઘણી ભાષા લુપ્ત થઈ જશે. ભારતીય ભાષાને તેના મૂળ પ્રમાણે ચાર ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. ઈન્ડો આર્યનભાષા, દ્રવિડિયનભાષા, એસ્ટ્રો એશિયાટીક ભાષા અને તિબેટો બર્મન ભાષાના જુથમાં વહેચાયેલી છે.ઘરમાં બોલાતી ભાષા એજ માતૃભાષા અને તેમાંજ અપાતું શિક્ષણ જ શ્રેષ્ઠ માધ્યમ છે. માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. નવી શિક્ષણ નીતિ 2020 માં એટલે જ પ્રાથમિક અને પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજીયાત કર્યું છે. મનોવિજ્ઞાન પણ કહે છેકે ઘર અને શાળાની ભાષા જુદી પડે ત્યારે એ બાળક મુંઝાય છે.માતૃભાષા એટલે હૃદયની ભાષા.ભાષાકિય અને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે જાગૃતિ લાવવા આજનો માતૃભાષા દિવસ ઉજવાય છે. જેનો વિચાર 1999 માં યુનેસ્કોને આવ્યો, જેના પગલે 2008 માં માતૃભાષાનાં આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી હતી. 2000 થી દર વર્ષે આજે આ દિવસની ઉજવણી થાય છે.
21 મી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી આપણે ધણી ભાષા શીખવાની તક મળી છે. આજે ઈન્ટરનેટ, મોબાઈલ, વિવિધ એપ્લીકેશનમાં ભાષા પસંદગીની તક અપાય છે. ભાષા જ આપણા મૂર્ત અને અમૂર્ત વારસાને સાચવવા જાળવવા અને તેના વિકાસ માટેનું સૌથી શકિત શાળી સાધન છે.1952 માં બંગાળી ભાષા ચળવળ અને 1955 માં બાંગલાદેશમાં પ્રથમ વખત ભાષા ચળવળ દિવસ મનાવવામાં આવ્યો હતો. દર બે ત્રણ અઠવાડીયે એક ભાષા અદ્રશ્ય કે લુપ્ત થાય છે. તમામ ભાષાની ઉજવણી અને રક્ષણ કરવાનો આજનો દિવસ છે. આજે વિશ્વમાં 6500 જેટલી ભાષાઓ બોલાય રહી છે. તમે જો કોઈ માણસ સાથે સમજે તેવી ભાષામાં વાત કરો તો તે ઝડપથી ગ્રહણ કરે છે. આજના ડિજિટલ યુગમાં વિશ્વની 100થી વધુ ભાષાઓનો ઉપયોગ થાય છે.આપણને સપના અને વિચારો આપણી ભાષામાં જ આવે છે.
આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. જેટલા ગર્વથી અંગ્રેજી બોલો એટલા જ ગર્વથી ગુજરાતી બોલો. માતૃભાષામાં જ શિક્ષણ બાદ ફિલ્ડમાં આગળ વધવા અંગ્રેજીનો ઉપયોગ આવતો હોવાથી સપોર્ટીંગ ભાષા તરીકે આજના યુગમાં શીખવી જરૂરી છે. માતૃભાષા-હિન્દી અને અંગ્રેજી આ સ્ટેપમાં જ આગળ વધવાથી જ સંર્વાંગી વિકાસ શકય બને છે. આજના મા-બાપોની ઘેલછાને કારણે નાનપણથી જ અંગ્રેજી માધ્યમને કારણે તે બાળક માતૃભાષામાં વાચી નથી શકતો અને આગળ જતા ન ઘરનો ન ઘાટનો જેવી સ્થિતિ થાય છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી વસે છે. ત્યારે તે તમામ દેશોના ઘણા લોકોને પણ ગુજરાતી કે હિન્દી આવડી ગયું છે. આપણી ભાષા કે બોલી ઘણી મીઠી હોવાથી અન્યો તેના તરફ આકર્ષાય છે.
આજના ડિજિટલ યુગમાં 100 થી વધુ ભાષાનો ઉપયોગ
આજે ઈન્ટરનેટ-મોબાઈલ-ગુગલ અને એપ્લીકેશન વિગેરેમાં 100 થી વધુ ભાષાઓનો ઉપયોંગ થઈ રહ્યો છે. આપણી ગુજરાતી ભાષા પણ તેમાં સમાવેશ છે. અંગ્રેજીમાં ગુજરાતી લખો ને લખાય જાય તેવી વિવિધ એપમાં પણ આપણી હિન્દી- ગુજરાતીનો સમાવેશ થાય છે. વિશ્વમા હાલ 6500 થી વધુ ભાષા બોલાય રહી છે. આજના બાળકો ટીવી જોઈને આપણી રાષ્ટ્રભાષા હિન્દી શીખવા લાગ્યા છે, તો મોબાઈલના ઉપયોગને કારણે તેને અંગ્રેજીનો મહાવરો વધવા લાગ્યો છે. આપણે પણ જયા જરૂર પડે ત્યાં હિન્દી કે અંગ્રેજીના નાના વાકયો બોલીને ગાડુ ગબડાવી દઈએ છીએ. ઘરમાં બોલાતી ભાષા હોય તેજ આપણી માતૃભાષા કહેવાય છે, અને તે હૃદયની ભાષા હોવાથી આપણને તમામ વાત સમજાય જાય છે. વૈશ્ર્વીક લેવલે પણ અત્યારે આપણી હિન્દી-બંગાળી-ગુજરાતી ભાષાનું મહત્વ વધી રહ્યું છે.