જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણી

આપણુ ગુજરાત આગવુ ગુજરાત બન્યું છે. આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ગયો છે તેમ રાજયમંત્રી ફળદુએ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. રાષ્ટ્રનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન-બાન અને શાની કરવામાં આવી હતી. ધ્વજને સલામી કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આપી હતી. સાથે જિલ્લા કલેક્ટર રવિશંકર જિલ્લા પોલીસ વડા શ્વેતા માળીએ પણ તિરંગાને સલામી આપી હતી.

જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં રાષ્ટ્રના૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ  કરવામાં આવી હતી. ધ્વજવંદનને સલામી કૃષિ, વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ, જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસ વડા શ્વેતા માળીએ પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા બાદ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાનો સમતોલ વિકાસ થયો છે, ગુજરાતની જનતા કોરોનાની મહામારીમાં આફતને અવસરમાં પલટાવવા અગ્રેસર છે. દેશની સુરક્ષા કાજે સિમાડાઓને સુરક્ષિત રાખવા આજે સુરક્ષા દળોમાં પણ ગુજરાતીઓનો નોંધપાત્ર વધારો થયો છે જે ગર્વની બાબત છે, તો સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યુ હોય ત્યારે ગુજરાતમાં આ મહામારી સામે લડતા ધનવંતરી રોની કામગીરીને ડબલ્યુ-એચઓ એ પણ બિરદાવી છે. આ સો જન-જનને લાર્ભો રાજ્ય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીએ રજુ કરી હતી.

matter 2 6

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોના નાગરિકોના સર્વાંગ વિકાસ માટે સતત જનહિતના નિર્ણયો લીધા છે, મહામારીમાં લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી ગર્વીલા ગુજરાતીઓની પડખે રાજ્ય સરકાર હંમેશા આધારસ્તંભ બની ઉભી છે, આજે આપણું ગુજરાત આગવું ગુજરાત બન્યું છે, આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ચૂકયો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્ણ સેવા આપનાર કોરોના વોરિયર્સને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના જી.જી.હોસ્પિટલના કોરોનાના નોડલ ડોક્ટર એસ. એસ. ચેટરજી, બી.આઇ.ગોસ્વામી તા અન્ય ડોકટરો, નર્સિસ, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્યકર્મીઓ, લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તૈનાત રહેલા પોલીસકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને કોવિડને માત આપી જીવનના જંગને જીતનાર ૮ લોકોને આમ કુલ ૪૮ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.

matter 2 7

આ તકે, રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલ નાયબ પોલીસ  અધિક્ષક જે.એસ.ચાવડા અને હેડ કોન્સટેબલ ભરતભાઇ મુંગરાને મંત્રીના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં મંત્રી આર.સી.ફળદુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડીવાયએસપી એ.પી.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા તથા જિલ્લાના વિવિધ વિભાગોના પદાધિકારીઓ, અધિકારીઓ તા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.