ગુજરાતનો જન્મ 1 મે,1960માં થયો  ત્યારથી આજ સુધી ગુજરાતે વિકાસની હરણફાળ ભરવામાં ક્યારેય પાછું વળીને જોયું નથી, ગુજરાતનું નામ વિદેશમાં ગાજતુ થયું છે.  રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી, 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર “ખાંભી” સત્યાગ્રહે કર્યું . રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું .ભારતમાં ભાષાવાર રાજયોની પુન:રચના કાર્યક્રમ અંતર્ગત 1 મે 1960નારોજ બૃહદ મુંબઈ રાજ્યમાથી ગુજરાતની સ્થાપના થઈ હતી . ત્યારથી અવિરત આજ દિન સુધી ગુજરાતે માત્ર પોતાનો વિકાસ નથી કર્યો પરંતુ દેશ અને દુનિયાને પણ ગૌરવવતું યોગદાન આપ્યું છે.

સાત દાયકા ની આ સફરમાં ગુજરાતે “વસુદેવ કુટુંબકમ” ની ભાવના તો સાર્થક કરી છે પરંતુ સાથે સાથે જ્યાં રહે ગુજરાતી ત્યાં વસે ગુજરાત ની વીરભાવના પણ સિદ્ધ કરી છે, વિવિધ ધર્મ, સંપ્રદાય ,જ્ઞાતિજનો પોતાને વિશ્વભરમાં ગુજરાતી હોવાનું ગૌરવ આ ગુજરાતની જ પ્રજામાં છે. ગુજરાતી ભાષા અત્યારે વિશ્વના ખૂણે ખૂણે એક આગવી ઓળખ અને પોતીકી છાપ ધરાવવામાં સફળ રહી છે, ખેતી, વહાણવટુ ,ઉદ્યોગ શિક્ષણ, ધર્મ સંસ્કૃતિ, પર્યટન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામાજિક પરિવર્તન, ટેકનોલોજી ની સાથે સાથે ગુજરાતમાં લોકતાંત્રિક સંસ્કાર અને રાજકીય બુદ્ધિ ધન નું પણ અખૂટ ભંડાર છે ..ગુજરાતની ભૂમિ એ ભારત અને પાકિસ્તાન બંનેને રાષ્ટ્રપિતા આપ્યા મહાત્મા ગાંધી અને મહમદ અલી ઝીન્ના બંને ગુજરાતી જ હતા.

ગુજરાતમાં પરિવર્તન પ્રગતિ અને નવસર્જનની તાકાત રહેલી છે અને આજે પણ તે પોતાની ભૂમિકા માં વફાદાર રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ,  થી લઈ નરસિંહ મહેતા, નાનજી કાલિદાસ મહેતા ,થી લઇ અર્વાચીન ઉદ્યોગપતિ સ્વ ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સ એમ્પાયર અદાણી કંપની ગોદરેજ ફિંફિં શાહપુર થી પાલુંજી પણ ગુજરાતી હોવાનું ગૌરવ ધરાવે છે.

નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ પણ ગુજરાતી જ છે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક થી લઈ પાકિસ્તાનમાં વિશ્વ કક્ષાની માનવસેવા થી માનવતાના મસીહા બનેલા બાટવાના દાનવીર એધિ પણ પોતાને ગુજરાતી ગણાવવાનું ગૌરવ લેતા હતા તેવા ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતની ઓળખ હવે માત્ર રાજ અને દેશપૂર્તિ નહીં, દુનિયામાં ગુજરાતને એક ગ્લોબલ ઈમેજ ઉભી કરવામાં સફળતા મળી છે .પ્રથમ મુખ્યમંત્રી : જીવરાજ મહેતા ,પ્રથમ ગવર્નર  મહેંદી નવાઝ જંગ થી શરૂ થયેલી ગુજરાતની રાજધાની સફરમાં આજે ગુજરાત પાસે  બે અખાત  . ખંભાત અને કચ્છનો અખાત .કુલ 1600 કિમીનો દરિયા કિનારો  .ગુજરાતમાં  185 નદીઓ . નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે . ગીત  જય જય ગરવી ગુજરાત  નર્મદ ની સાથે સાથે સૌથી ઊંચો પર્વત ગીરનાર એસીઆઈસી ધરાવતી ગુજરાત ભૂમિ આજે પોતાના સ્થાપના દિવસે સમગ્ર વિશ્વમાં પૌતિકુંપણું ઊભું કરવામાં સફળ રહીને સ્થાપના દિન ની યથાર્થતા સિદ્ધ કરનારું રાજ્ય બન્યું છે તેનું મને તમને સૌ ગુજરાતીઓ અને વિશ્વમાં વસતા ગુજ્જુઓને ગૌરવ હોય  જ તેમાં બે મત નથી …જય જય ગરવી ગુજરાત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.