ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જૂના તૂટેલા ચેક ડેમો રીપેરીંગ કરવા ઉપાડાયુ મહાઅભિયાન

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જૂના તુટેલા ચેકડેમો રિપેરીંગ  કરવાના ઉપાડેલા અભિયાન બાબતે   ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ટ્રસ્ટના પ્રમુખ દિલિપભાઈ સખીયા તેમજ કમીટી મેમ્બરો, દિનેશભાઈ પટેલ, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, માધવજીભાઈ પાંભર, લક્ષ્મણભાઈ શિંગાળા, મનીષભાઈ માયાણી, અશોકભાઈ મોલીયા, રતીભાઈ ઠુંમ્મર, ભરતભાઈ પીપળીયાએ આ કાર્ય બાબતે વધુ વિગતો આપી હતી.

DSC 6164

” ગીરગંગા પરિવાર ટ્રસ્ટ” ના પ્રમુખ   દિલીપભાઈ સખિયા અને તેમની ટીમ દ્વારા ચેકડેમ જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરેલ છે , કે જેનાથી ગુજરાતના ખેડૂતોની ખેતીની આવક વધી જશે , પ્રકૃતિનું રક્ષણ થશે અને દરેક જીવોની સુરક્ષા થશે . આવા હેતુથી સૌથી પહેલા રાજકોટ જિલ્લાના 594 ગામોની અંદર લગભગ 3000 થી વધારે ચેકડેમો તૂટેલા છે જે ચેકડેમોને રિપેરિંગ કરવા , ઊંચા લેવા તેમજ ઊંડા કરવાની જરૂર છે , જેની દાતાઓના સહયોગથી આ અભિયાનની શરૂઆત કરેલ છે. ભીખાભાઈ વિરાણી (બાલાજી વેફર્સ)ના સહયોગથી વાજડી ગામની નદી પર 2 ચેકડેમ તેમજ જેતાકૂબા ગામમાં 5 ચેકડેમ ઊંયા લેવા – ઊંડા ઉતારવા અને રીપેરીંગ કરવા નું કાર્ય પૂર્ણ થયેલ છે. માધવજીભાઈ પાંભર ના સહયોગથી પાંભર ઇટાળા ગામમાં 3 ચેકડેમ રિપેરિંગ કરેલ છે. પ્રકાશભાઈ કનેરિયા (માધવબાગ) ના સહયોગથી દેવગામમાં 1 ચેકડેમ રિપેરિંગ કરેલ છે.

રવિભાઈ પોપટાણીના સહયોગથી ખીજડીયામાં 2 ચેકડેમ રિપેરિંગ કરેલ છે .  રાધે બોરવેલ ધનજીભાઇ ગમઢા ના સહયોગથી તેમજ અન્ય નાના મોટા દાતાઓનીના સહયોગથી કુલ 13 ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે, જેમાંથી આજે અડધાથી વધુ ચેકડેમોમાં કરોડો લિટર પાણીના જથાનો સંગ્રહ થઈ ગયો છે. જર્જરીત થયેલ ચેકડેમ ને નવો ચેકડેમ બનાવવા 5 થી 50 લાખ રૂપિયા જોઈએ તેને ટાઈમે રીપેરીંગ થાય તો તે નજીવા ખર્ચે ચેકડેમને બચાવી શકાય . ચેકડેમમાં વર્ષે લગભગ પાંચથી સાત વાર ડેમ ભરાય તો આખા વર્ષમાં પાણીની કોઈ દિવસ તંગી પડતી નથી પાણી બચાવવાથી સંપૂર્ણ પ્રકૃતિની રક્ષા થાય છે .

રાજકોટ જિલ્લાના દરેક ગામના લોકો – આગેવાનોને વિનંતી છે કે પોતાના ગામમાં તૂટેલા – માટી ભરાયેલા કે ઊંચા લેવા પડે તેવા ચેકડેમ હોય તો તેની યાદી 9409692693 પર પહોંચાડવા વિનંતી , જેને દાતાશ્રીઓ ના સહયોગથી વધુને વધુ રીપેરીંગ થાય અને પાણીની બચત થાય તો  જળ છે તો જીવન છે  તેવું સાર્થક થાય.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ” ની આ ઝુંબેશ થી માત્ર રાજકોટના નહિ પરંતુ આખા ગુજરાત અને ભારતમાં બધા લોકોને ફાયદો થશે.

તૂટેલા ડેમોની માહિતી આપવા અનુરોધ

DSC 6165

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આરંભાયેલા આ કાર્ય માટે રાજકોટ જિલ્લાના દરેક ગામના ગ્રામજનો અને આગેવાનોને પોતાના વિસ્તારમાં  ચેકડેમો તૂટેલા હોય અને રિપેરીંગની  જરૂરીયાત હોયતો તેની યાદી મો.નં. 9409632693 ઉપર મોકલવા અનુરોધ કરાયો છે. આવા ચેકડેમો દાતાઓનાં સહકારથી રિપેરીંગ  કરવાનું કાર્ય કરાશે જેથી વરસાદી પાણી નો જમીનમાં વધુમાં વધુ સંગ્રહ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.