સ્કુલવાનમાં તેની કેપેસીટી કરતા વધારે પ્રમાણમાં
બાળકોને બેસાડવામાં આવે છે: અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે પેરેન્ટસ ડ્રાઇવર, સ્કુલ, પોલીસ, આર.ટી.ઓ. બધાની જવાબદારી બને
દરેક વ્યકિતએ સૌ પ્રથમ તો રાષ્ટ્રની સંપતિ છે. ત્યારે ખાસ નાના બાળકોની વાત કરવામાં આવે તો નાના બાળકોએ દેશનું ભવિષ્ય છે જેની કાળજી તેમજ સંભાળ રાખવી ખુબ જ જરુરી બની જાય છે પરંતુ હાલ આ દોડધામ ભરી જીંદગીમાં જોવામાં આવે તો નાના બાળકોને રીક્ષા અથવા તો સ્કુલવાનમાં તેની કેપેસીટી કરતાં વધારે પ્રમાણમાં ભરવામાં આવે છે જેને લીધે અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ખાસ હાલની જ વાત કરીએ તો બરોડા ખાતે સ્કુલવાનમાં જઇ રહેલા ૧પ બાળકોને અકસ્માત નડતા તેઓ ઘાયલ થયા હતા ત્યારે ખરેખર પ્રશ્ર્ન થાય કે આ બાળકોની જવાબદારી કોની ? પહેલા તો બાળકના માતા-પિતાની વાત કરવામાં આવે તો હાલના સમયમાં બાળકોને શાળાએ મોકલીને વાલીઓ પીતાની જવાબદારીમાંથી છુટી જતા હોય છે. અને જાણતા હોવા છતાં બાળકને ખીચોખીચ રીક્ષા અથવા સ્કુલવાનમાં મોકલે છે. સામે પક્ષે રીક્ષાચાલકો તેમજ સ્કુલવાન પણ મોંધવારીને લીધે તો કયાંય વધુ કમાવાના હેતુથી વધુ બાળકોને ભરે છે. અને તેનો ભોગ આ નાનકડા બાળકો બને છે.
માતા-પિતાની જવાબદારી બાદ શાળાની પણ આ બાળકોને સાચવવાની ફરજ આવે છે. ત્યારે ખસા ઘણી શાળાઓમાં પણ સ્કુલ બસ તેમજ વાનની વ્યવસ્થા કરાઇ છે પરંતુ ઘણીવાર તેમાં પણ કેપેસીટી કરતાં વધુ બાળકો ભરવામાં આવતા હોય છે. તેમજ આ રીતે જ સ્કુલ બસ કે સ્કુલવાનના અકસ્માતના બનાવો પણ ઘણીવાર સામે આવ્યાં છે. આ ઉપરાંત કયારેક ડ્રાઇવરની બેદરકારીને લીધે પણ આ પ્રકારના બનાવો બન્યાનું ભૂતકાળમાં જાણવા મળે છે.
રાષ્ટ્રના ભાવિની જવાબદારી પોલીસની પણ છે. ત્યારે ખાસ આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ તંત્રની ફરજ પણ છે કે આ રીતે બાળકોને લઇ જવામાં આવતા હોય તો તેની જાળવણી તેમજ કાયદાઓ ભંગ કરનારને કડકમાં કડક સજા મળી રહે, આ ઉપરંાત આર.ટી.ઓ. તેમજ ટ્રાફીક પોલીસનો પણ એટલો જ મહત્વનો ભાગ છે કે રસ્તા પર આ રીતે જતાં વાહનોને રોકીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે ત્યારે હાલ રાજકોટમાં આ બનાવને પગલે આર.ટી.ઓ. તેમજ પોલીસની ટીમ દ્વારા આવી સ્કુલવાન તેમજ રીક્ષાઓનું ચેકીંગ હાથ ધરાયું હતું. આ રીતે બેદરકારીથી લઇ જવાતાં બાળકોની સ્કુલવાન, રીક્ષાઓને ડીટેઇન કરવા સુધીની દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ ગઇ છે. જેના ભાગ‚પે અલગ અલગ શાળાઓમાં જતી સ્કુલવાન તેમજ રીક્ષાઓનું સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. તેમજ ટ્રાફીક પોલીસ ઇત્સ્પેકટર બી.ડી. સરવૈયા દ્વારા જણાવાયં હતુ કે કેપેસીટી કરતાં વધુ બાળકોને ભરતી રીક્ષાઓ કે સ્કુલવાનનું આ રીતે રેગ્યુલર ચેકીંગ થશે તેમજ વધુ બાળકો ભરનારનું વાહન જ ઓન ધ સ્પોટ ડિટેઇન કરવામાં આવશે.