મહત્વપૂર્ણ છે કે નીરવ મોદી દેશની બહાર ચાલ્યા ગયા છે. બેંકે મામલામાં નીરવ, તેમની પત્ની, ભાઈ અને બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ સીબીઆઈમાં બે ફરિયાદો નોંધાવી છે. સીબીઆઈની એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઈડી)એ પણ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ગુરુવારે ઈડીએ નીરવ મોદીના 9 ઠેકાણો પર દરોડા પાડ્યા. જેમાં 3 લોકેશન સુરત, 4 મુંબઈ અને 2 દિલ્હીમાં છે. આ ઉપરાંત ઈડીએ નીરવ મોદીના ઘરને સીલ કરી દીધું છે.

PNBના MD સુનિલ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી

– SEBIને સમગ્ર ઘટના ક્રમ વિશે માહિતી આપવામાં આવશે
– અમારા ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી.
– દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
– અમે ફરિયાદ નોંધાવી દીધી છે.
– અમે બેન્કના કર્મચારીઓ સામે પણ પગલા લીધા છે.
– બેન્ક પાસે મુશ્કેલી સામે લડવાની પૂરતી ક્ષમતા છે.
– આ સંવેદનશીલ મુદ્દો છે, અમને થોડો સમય આપો.

PNB સ્કેમમાં નીરવ મોદીનું નામ આવ્યું સામે

– પંજાબ નેશનલ બેન્કમાં દેશનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંદાજે 11,000 કરોડથી વધારે છે.

– પીએનબીએ બુધવારે શેરબજારને મુંબઈમાં આવેલી આ બ્રાન્ચની માહિતી આપી હતી.

– આ કૌભાંડમાં હીરાના વેપારી નીરવ મોદીનું નામ પણ સામે આવ્યું છે.

– આ કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદીના સુરત, મુંબઈ અને દિલ્હીમા શો-રૂમ અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.