કૃષ્ણ જન્મોત્સવનો ત્રિલોક સુધી પ્રકૃતિને અને માનવજાતને ઢંઢોળે એવા શંખનાદ આડે ગણતરીના કલાકો જ રહ્યા છે.

આપણે સૌએ એકવાત જાણવી જ જોઈએ કે, ભારતીય સંસ્કૃતિ ઘણાનું ઋણ લઈને વિકસિત થઈ છે. આ સંસ્કૃતિ ઉપર ઈક્ષ્વાકુ વંશના રાજાઓનો અને પ્રાચીન ઋષિમૂનિઓનો બહુ મોટો ઉપકાર છે. તેમણે સભ્ય જીવન અને આદર્શ જીવનનું સતત આરક્ષણ કરીને જગતને બતાવ્યું છે કે, કેટલીયે પેઢીઓનાં પ્રયત્ન વિના અને નિશ્ર્ચિત વિચારધારાના પાલન વિના કોઈપણ જીવન સ્થિર થતું નથી. ઈક્ષ્વાકુ કુળના રઘુવંશી રાજાઓ-શાસકોએ આવો આગ્રહ અને નિગ્રહ અપનાવ્યો હતો અને સાત પેઢી સુધી એને નખશીખ જાળવી રાખ્યો હતો. પંચભૂત પાવિત્ર્યવાળા અને રોમેરોમે ઉદાર, દયાર્દ્ર અને સંસ્કૃત ભાષા જેની સામે હાથ જોડીને ઉભી એ કવિ કુલગુરૂ કાલિદાસે રઘુવંશ મહાકાવ્ય રચીને જેમના શુચિ જીવનની ગુણગાથા ગાઈ એ મર્યાદા પૂરૂષોતમ પ્રભુ રામચંદ્રજીએ એ વંશમાં જન્મ લીધો.

આપણી સંસ્કૃતિ અ ગંગોત્રક્ષ-જમુનોત્રીમાં ન્હાતીધોતી અને પૂણ્યભીની થતી આવી છે.

આપણી સંસ્કૃતિ જે જે વખતે સંકટમાં આવી છે તે તે વખતે સંસ્કૃતિનું કાર્ય કરવાવાળાઓને પીઠબળ અને આશ્ર્વાસન આપવા માટે ભગવાન જાતે આવ્યા છે. એ વાત પણ આપણે ભૂલી શકીએ નહિ.

સ્વતંત્ર ભારતમાં સંસ્કૃત ભાષા લુપ્ત થઈ છે. અને તેની સાથે ભારતની પ્રાણરેખા સમી હિન્દુ સંસ્કૃતિનું પોત પાતળું પડયા વિના રહ્યું નથી.

‘સંભવામિ યુગે યુગે’નાં વચનપાલનની રાહ જોવાય છે. ત્યાં સુધી સાચા અને ઉમદા કેળવણીકારોએ શિક્ષણ વિદુઓએ ભગવાન વતી તેમનો ધર્મ બજાવવાનો છે.

કાકા કાલેલકરે સ્પષ્ટ પણે કહ્યું છે કે, દેશના ભાવિ સુકાનીઓ અને પ્રમાણિક માર્ગદર્શકો બનવાની ક્ષમતા બક્ષી શકતા નથી. તેઓ સારા કેળવણીકારો નથી.

વિધાતો વિમૂકિત માટે છે, નહિ કેવળ અર્થપ્રાપ્તી કે પ્રતિષ્ઠા પ્રાપ્તી માટ,….

જ્ઞાન રૂપી ધનુષ્ય વડે સેવારૂપી શર ફષંકીને સ્વરાજરૂપી રામરાજય રૂપી લક્ષ્યવેધ કરવો એમાંજ કેળવણીની સફળતા રહી છે. નિસ્પૃહવૃત્તિથી સમાજના આત્યંતિક હિતનો વિચાર કરીને અહર્નિશ સેવા કરનાર એક વર્ગ તૈયાર કરવો એ રાષ્ટ્રીય કેળવણીનો અંતિમ ઉદેશ્ય છે.

કોઈપણ દેશભકતને આઘાત લાગે એવી, છતા સો ટકા સાચી ટકોર એક રાષ્ટ્રવાદી ચિંતકે કરી છે. અને કહી નાખ્યું છે કે, આપણો દેશ ભગવાનની ઈચ્છા છે, એટલે જ એનું શાસન ચાલી રહ્યું છે. બાકી, કોઈ નેતા એને ચલાવી શકે તેમ નથી. આપણે આટલા વર્ષોમાં ઘણુ બધુ ખોઈ બેઠા છીએ… રાષ્ટ્રના નવનિર્માણની તમન્ના તૂટી ફૂટી છે. અને સાચુ કોઈને હજુય સુઝતુ નથી.

નૂતન સમાજના નિર્માણમાં હવે ગઈકાલની વાતોને વાગોળી વાગોળીને બેસી રહેવામાં કે એના સ્વપ્નોને માણીને આનંદ કરવામાં કે પછી એવી જ જીંદગીમાં રમમાણ રહેવામાં હવે આપણી પાસે સમય નથી. સમયની પળેપળ આપણા માટે કિંમતી છે. એ સમયની પળેપળને જો આપણે જાગૃતિપૂર્વક નહિ સાચવીએ તો ગયેલી તક કદીએ ફરી પાછી આપણને મળવાની નથી વહી ગયેલી જીંદગી ફરી પાછી આવવાની નથી.

ભગવાને ભરોસે જીંદગી જીવી શકાય નપિરંતુ પ્રેમથી મહેનતથી એ જીવન ઘતરની ભાવનાથી જ જીવન જીવી શકશે. આપણા દેશમાં એક અબજ અને ૨૦ કરોડ લોકો છે. એમાં અમીરો છે. ગરીબો છે. કર્મચારીઓ છે. કમાદારો છે. વ્યાપારીઓ છે. ઉદ્યોગપતિઓ છે. ધર્માચાર્યો છે. સાધુ સંતો છે. એમાં આસ્તિકો પણ છે. ને નાસ્તિકો પણ છે. પાખંડીઓ પણ છે અને પૂરેપૂરા પવિત્રજનો પણ છે.

કોઈ મહાન દેશ પાસે બહુ મોટો ખજાનો હોય છે અને એ ખજાનાની ચાવી ખોવાઈ ગઈ હોય એવું આ દેશને માટે અને આપણા બધા માટે કહી શકાય તેમ છે.

આપણા દેશમાં હજારો નહિ, કરોડો ગરીબો છે. બધા નકામા હોવાનું કદી કોઈ મહાપૂરૂષે કે ધર્માત્માએ માન્યું નથી કોઈને ગરીબ રહેવું ગમતુ નથી. ગરીબાઈનું ફાયેલું તીણાવાળુ ઓઢણ ઓઢીને ઝુંપડપટ્ટીઓમાં રહ્યા કરવાનું કોઈ ઈચ્છતુ નથી. કોઈ માબાપ પોતાના સંતાનોને કારમી ગરીબીમાં સબડતા જોવાનું સાંખી શકતા નથી.

શ્રીમંતો ધનપતિઓ તેમની ગગનચુંબી હવેલીઓ પરથી આ બધું જોયા કરે છે.

કમનશીબે અત્યારે આપણા રાજપુરૂષો અને રાજકર્તાઓ પણ દયા અને કરૂણા વગરનાં બની ચૂકયા છે. માણસાઈનો અને દેશભકિતનો દારૂણ દુકાળ અહી ઘર કરી ગયો છે.

‘ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, અધર્મસ્ય અભ્યુત્થાનમ્’ ની શ્રી કૃષ્ણની વ્યાખ્યામાં શું આ ન આવે?

કલાકોમાં કૃષ્ણ પ્રગટશે. આ બધુ જોશે. વ્યથિત થશે. અને કદાચ કેળવણીકારોની તાકીદની મિટિંગ બોલાવશે.તપાસ સમિતિ નિમશે. એનો રિપોર્ટ આવતી જન્માષ્ટમી સુધીમાં આવી જાય તો જ નવાઈ ! અને છેલ્લે;

આ દેશનું દુકાન ઝાંસીની રાણી સમી અને રાજનીતિ બધી રીતે પ્રબુધ્ધ મહિલાને સોંપી દેવાનું વિચારાય તો શું ખોટું ? શ્રી કૃષ્ણ અવતરી ચૂકયા હશે. એમનાં સૂચનો મેળવી શકાય ! જો કે હમણા સુધી કોઈએ એમની સલાહ સૂચનાઓનું ભાષણખોરીના વખ્ત સિવાય કયાંય પાલન થતુ નથી. હવે થાય એની પ્રાર્થના !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.