- વિશ્વ વિરાસત સ્થળોમાં ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં બીજા ક્રમે : દુનિયામાં કુલ 1120 વિરાસતોમાં 58 સ્થળો સાથે ઇટાલી પ્રથમ ક્રમે: આપણાં દેશમાં પણ ધરોહરની કુલ 3691 સંખ્યા પૈકી 42 ની છે, પાંચ સ્થળો સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે
- આ વરસની થીમ : વિવિધતાને શોધો અને અનુભવો જેમાં વેનિસ ચાર્ટરના લેન્સ દ્વારા આપત્તિઓ અને સંઘર્ષોની વાત કરી છે : સાંસ્કૃતિક વારસો માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ તે કંઇક છે જે, આજે પણ સુસંગત છે, અને ભવિષ્યને આકાર આપતું રહે છે
- યુનેસ્કોની પહેલથી વૈશ્ર્વિક સંધિ લાગુ કરાતા પ્રાકૃત્તિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક અને મિશ્ર વિરાસત જેવી ત્રણ શ્રેણી નકકી કરાઇ હતી: આપણાં દેશમાં યુનેસ્કોના નેજા તળે પ0 સાઇટસ અને મ્યુઝિયમોનો સમાવેશ થાય છે
ગુજરાત અને રાજસ્થાનમાં ચાર વર્લ્ડ હેરિટેજ આવેલા છે : 1983 થી ઉજવાતા આ દિવસનો હેતુ માનવ સંસ્કૃતિ સાથ સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું સંરક્ષણ કરવાનો છે. સાંસ્કૃતિક વારસો માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ તે કંઇક છે જે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપતું રહે છે. યુનેસ્કોની પહેલથી વૈશ્ર્વિક સંધિ લાગુ કરાતા પ્રાકૃત્તિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક અને મિશ્ર વિરાસત જેવી ત્રણ શ્રેણી નકકી કરાઇ હતી.
જાગૃતતા વધારીને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવું અને આપણા વૈશ્વિક વારસાનું રક્ષણ અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપો. આપણા અમૂલ્ય વારસા સાથેના જોડાણ તેની સુંદરતા સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના કાર્યોને ઉત્તેજન આપવું જરૂરી છે. ભાવિ પેઢી માટે આ સ્થળોને સાચવવા અને સુરક્ષિત કરવાના કાર્યોમાં યુવાધનને જોડવું જરૂરી છે. આપણી સમૃદ્ધ પરંપરાઓ અને ઇતિહાસ સાથે ગાઢ જોડાણ છે, તેની જાળવણી અને રક્ષણ કરવું અત્યંત જરૂરી. કુદરતી લેન્ડસ્કેપ, ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક પ્રથાઓ, પરંપરાઓ, ધાર્મિક વિધિઓ, અને પ્રાચીન અવશેષો વિશ્વની ધરોહરનો એક ભાગ છે.
પ્રાચિન કાળથી આપણા દેશમાં ભવ્ય મહાલયો સાથે શિલ્પ કલાના ઉત્તમ નમુના જેવી ઘણી સાઇટસ મ્યુઝિયમો, મહેલો અને નેશનલ પાર્ક જોવા મળે છે ત્યારે યુનેસ્કો જેવી વૈશ્ર્વિક સંસ્થા જે વિશ્વના દેશોની ધરોહરની જાળવણી બાબતે સક્રિય છે તેની પહેલથી 1972માં વિશ્વભરના દેશોનાં સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે તમામ દેશો માટે એક સંધિ કરવામાં આવી હતી જેના ભાગરુપે 1983 થી આ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. આજે વિશ્વભરમાં 1120 થી વધુ વિરાસતો અજાયબી સમી કલા કારીગરીનો ઉત્તમ નમુનાઓ છે ત્યારે એકલા ઇટાલીમાં 58 સ્થળો સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. આપણા દેશમાં પણ 42 થી વધુ ધરોહર છે. અને આપણા ગુજરાત, રાજસ્થાન ચાર-ચાર સાઇટસ સાથે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં પાંચ વિરાસત સાથે પ્રથમ ક્રમે છે. આપણા એશિયા ખંડમાં ચીન પછી આપણો બીજો ક્રમ છે.
આજે વૈશ્ર્વિકસ્તરે હેરીટેજના ત્રણ પ્રકારોમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને મિશ્ર વિરાસત છે. યુનેસ્કોના નેજા તળે આપણા દેશમાં 50 થી વધુ સાઇટસ અને મ્યુઝિયમોનો સમાવેશ થાય છે. વિશ્વની સાત અજાયબીમાં આપણો તાજમહલ જગ મશહુર છે. હજારો વર્ષ પહેલા ટાંચા સાધનોની મદદથી કલા શિલ્પ કારીગરીના ઉત્તમ નમુના સમી આ વિરાસત આપણે જોઇએ ત્યારે એ વખતની કલાકારો કલા, શિલ્પ સ્થાત્પકલા, આર્કિટેકચર વિગેરે પ્રત્યે માન થઇ જાય છે. અને એટલે જ આ વિરાસતને સાચવવાની, રક્ષણ કરવાની જવાબદારી આપણાં સૌની છે. ખાસ કરીને આજનો યુવા વર્ગ અને ભાવી પેઢી દેશના આ સાંસ્કૃતિક વારસા વિશે જાણે તે જરુરી છે.
માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવીને ભાવી પેઢી તેનો ઇતિહાસિ જાણીને તેની જાળવણી બાબતે સક્રિય થાય તે જરુરી છે. વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ વિરાસતો આપણાં ભારતમાં છે, એટલા જ માટે ભારતીય સંસ્કૃતિક વૈશ્ર્વિક સ્તરે મોખરે છે. એક સર્વે મુજબ દેશમાં 3691 સંરક્ષિત માળખા અને સાઇટસ છે, જે પૈકી યુનેસ્કોએ તો હજી 50 સાઇટસ મ્યુઝિયમોને માન્યતા આપી છે.
આપણો ભારતીય કે ગુજરાતી તરીકે પણ હજી ઘણી આઇટસની ઉત્તમ, કલા કારીગરી જોઇન હોય, વિદેશી આવે તો તે આ સાઇટ જોઇને અચંબિન થઇ જાય છે. તાજમહેલ, રાજસ્થાનના પહાડી કિલ્લા, અંજતા, ઇલોરાની ગુફા, સૂર્ય મંદિર, જેવી વિરસતો છે જેને, એકવાર અચુક જોવી અને ભાવી પેઢીને ખાસ બતાવવી. નંદાદેવી નેશનલ પાર્ક, વેલી ઓફ ફલાવર્સ નેશનલ પાર્ક, કાઝીરંગા ગાઇલ્ડ લાઇફ સેન્ચુરી, વેસ્ટર્ન ઘાટ નેશનલ પાર્ક, સુંદર વન નેશનલ પાર્ક, જેવા અન્ય પ્રાકૃતિક વારસાના સ્થળો રાષ્ટ્રિય ઉદ્યાનમાં સામેલ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 745 સાથે પ્રથમ ક્રમે અને બીજા સ્થાને કર્ણાટક 506 સાઇટસ સાથે છે.
મારી સંસ્કૃતિ મારી ઓળખ અને વ્યકિતત્વ છે, અને તેમને અન્ય લોકોથી આઘ્યાત્મિક, બૌઘ્ધિક અને ભાવનાત્મક રીતે અલગ પાડે છે. મારી સંસ્કૃતિ અને વિરાસતોનો મને ગર્વ છે. સંસ્કૃતિએ વિચારવાની એક રીત છે, મુલ્યોનો સમુહ છે, જે આપણા વર્તનને પ્રભાવિત કરે છે, પર્યટન માટે આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને તેની જાળવણી કરવી જરુરી છે. થોડા વર્ષો પહેલા ધોળાવીરા, અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહરમાં જાહેર કરતાં દેશમાં વિરાસતની સંખ્યા 42 થઇ ગઇ છે. 1983 માં યુનેસ્કો સક્રિય થતાં જ ભારતના એક સાથે ત્રણ સ્થળોમાં અંજતા ઇસોરાની ગુફા, તાજમહેલ અને આગ્રાનો કિલ્લાનો વલ્ડે હેરિટેજ ની સાઇટસમાં સામેલ કર્યા હતા.આપણાં દેશમાં 3ર સાંસ્કૃતિક, 7 પ્રાકુતિક અને એક મિશ્ર ધરોહર છે. દુનિયામાં આફ્રિકામાં 96, આરબ રાષ્ટ્રોમાં 86, એશિયા પેસિફિકમાં 268, યુરોપ અને ઉત્તર અમેરિકામાં 528, લેટીન અમેરિકામાં અને કેબેરીયન દેશોમાં 141 સાઇટ આવેલી છે. આજે દુનિયામાં 668 સ્થળો સાંસ્કૃતિક, 213 પ્રાકૃતિક, અને 39 સ્થળો મિશ્ર છે. વિશ્વમાં ઇટાલી, ચીન, જર્મની, સ્પેન, ભારત, ફ્રાન્સ, મેકિસકો, બ્રિટન, ઇરાન, જાપાન દેશોની મહાન વિરાસતો જોવા જેવી છે. આપણા ગુજરાતમાં 1971 ના દુકાળ વખતે તળાવ ખોદતા ધોળાવીરા અને હડપ્પન સંસ્કૃતિની વિરાસત આપણને મળી હતી.
આ વર્ષની ઉજવણી થીમ’ વિવિધતાને શોધો અને અનુભવો’ જેમાં વેનિસ ચાર્ટરના લેન્સ દ્વારા આપત્તિઓ અને સંઘર્ષોની વાત કરી છે. આપણાં ભૂતકાળમાં અને હજારો વર્ષ પહેલાની પ્રાચિન સંસ્કૃતિ સમયે નિર્માણ પામેલા આ અમૂલ્ય વારસાની જાળવણી જરુરી છે. આપણી મહાન વિરાસતો ઉપર પ્રકાશ પાડીને ભાવી પેઢીને તેનો ઇતિહાસ જણાવવો જરુરી છે. આપણી ધરોહર જ આપણો ઇતિહાસ છે તેથી તે તો આપણે જાણવો જરુરી છે. આપણા સ્મારકો, સ્થળો સાથેના સાંસ્કૃતિક વારસાનું જતન અને તેના મહત્વને પ્રોત્સાહન આપવાનો આજે શુભ દિવસ છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અનન્ય અને વૈવિઘ્યસભર છે, તેની ઉજવણીમાં લોકો અને ભાવી પેઢીને પ્રસંશા કરવા અને રક્ષણ કરવા પ્રોત્સાહીત કરે છે.
આપણા આ અમુલ્ય વારસાને, મુલ્યને કુદરતી આફતો, માનવ પ્રવૃતિઓ કે શહેરી કરણથી નુકશાન ન થાય કે વિનાશ ન થાય તે માટે તેનું રક્ષણ કરવું જરુરી છે. આપણાં દેશમાં પ્રાચીન ખંડેરો, ઐતિહાસિક સ્મારકો, કુદરતી લેનડ સ્કેપ અને સાંસ્કૃતિક પ્રથાઓનો સમાવેશ થાય છે. ઘણા હેરિટેજ લોક પ્રિય પ્રવાસન સ્થળો હોવાથી સ્થાનીક અર્થતંત્રને વેગ આપે છે. ભવિષ્યને પીઢીઓ માટે તેમનું સતત અસ્તિત્વ નકકી કરવા તેને સુરક્ષિત અને સાચવવા જોઇએ.
આપણા દેશના આ હેરિટેજને યુનેસ્કોએ સામેલ કર્યા
તાજમહાલ, હુમાયુની કબર, હંપ્પીના મંદિરો, સાંચીના સ્તૂપ, હવા મહેલ, લાલ કિલ્લો, ચાર મિનાર, કુતુબ મિનાર, ખજુરાહો મંદિર અને અજંતા ઇલોરાની ગુફા જેવા સ્થળો સામેલ કર્યા છે.
આ છે, ગુજરાતની વિરાસત
- ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન 8મી શતાબ્દીથી 1ર મી શતાબ્દી
- રાણકી વાવ 11 મી શતાબ્દી
- ઐતિહાસિક શહેર અમદાવાદ 1પમી શતાબ્દી
- ધોળાવીરા કચ્છ 5000 વર્ષ પહેલાનું પ્રાચિનનગર.