નથી કોઈ પૂછનાર, નથી કોઈ સાંભળનાર, નથી કોઈ છાને ખૂણે રોનારાઓને છાના રાખનાર ! નેતાઓ રાજગાદીના દાવપેચમાં મશગૂલ ! એમના માટે માટેતો ‘ગુજકોક’થી વધુ સખ્ત કાયદો આવશ્યક હોવાનો પરમેશ્વર શકિતનો મત !

આજના જમાનાની જે મુખ્ય પ્રાર્થનાઓ છે તેમાં સારી પેઠે દમ છે.. ‘હે પ્રભુ ! અમને અમારી જીવનયાત્રાની છેલ્લી પળો સુધી સુખ-દુ:ખમાં સમાનતાભીનો અને સ્નેહભીનો સંગાથ આપે એવો જીવન સાથી આપજો’ અને હે પ્રભુ ! અમારા આ દેશને સર્વ પ્રકારની સમૃધ્ધિ, અખંડ સ્વાધીનતા, માનવ ગૌરવની સમાનતા, કદાપિ જુઠું નહિ બોલવાની પ્રતિજ્ઞા, ભગવાનનો ડર અને રોમે રોમે દેશદાઝ, પ્રજા પ્રતિ વત્સલતા તેમજ રામાયણ-મહાભારતમાં વણાયેલા સમર્પણ ભાવ ધરાવતા રાજકર્તાઓ સપૂતો આપજો..’

આપણા દેશમાં નેતાઓની જરૂર પણ નથી ને ખોટ પણ નથી, એવો ધ્વનિ કાને પડયા કરે છે….

આપણા દેશમાં આ પ્રાર્થનાઓ અનેક કારણોસર હમણા સુધી ફળી નથી.

અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂકયા છે, અને દિવસો પછી પણ રાજગાદી માટેના હીન કાવાદાવાઓ થઈ રહ્યા છે. ફડણવીસે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તો એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીની મુલાકાત કરી હતી જયારે શિવસેના નેતા સંજય રાઉતે રાજપાલની મુલાકાત લીધી હતી જે પછી રાજયમાં નવી સરકારની રચનાને લઈને કોઈ જ પ્રકારની સ્પષ્ટ સ્થિતિ જોવા મળતી નથી.

આ કાવાદાવા દર્શાવે છે કે, રાજગાદી અને સત્તા સિવાય રાજકીય પક્ષો અને નેતાઓને નથી દેશની બુરી થઈ રહેલી હાલતમાં કે મહારાષ્ટ્રના સર્વાંગી હિતમાં કશો જ રસ નથી. આનાં જેવી કમનશીબી બીજી કઈ હોઈ શકે?

બીજા એક અહેવાલ મુજબ અયોધ્યામાં એલર્ટ જાહેર કરાયું છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમકોર્ટનો ચૂકાદો હવે ગમે તે દિવસે આવી શકે છે.

એફકેઝેડ

આપણો દેશ કાશ્મીર અંગેના અજંપામાંથી પણ મૂકત નથી. ચીન અને પાકિસ્તાન હજુ ભારત પ્રત્યે ભૂરાયા જ રહ્યા છે ! નવીદિલ્હીના અહેવાલ ડાકલામ ગતિરોધના બે વર્ષ બાદ ચીનની સેનાએ ફરી એકવાર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીને ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ થોડાક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના લડાખમાં પૂર્વીય ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરીને કરીને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ચીનની સેનાએ એવા સમયમાં ઘૂસણખોરી કરરી છે. જયારે સ્થાનિક નિવાસી તિબેટના ધર્મગૂ) દલાઈ લામાનો જન્મ દિવસ મનાવી રહ્યા છે.

આ બધું સ્પષ્ટ પણે દર્શાવે છે કે આપણો દેશ અત્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયલો છે. અને સમસ્યાઓની ભઠ્ઠીમાં સળગી સળગીને ખાખ બની રહ્યો છે. લગભગ બધે જ બધુંજ સૂકકુ ભઠ્ઠ છે. ને કયાંય કશું લીલું છમ નથી સવા અબજ લોકો અને અગણ્ય ગૌમાતાઓએ કોની પાસે ‘ઘા’ નાખવી એવો પ્રશ્ર્ન ઉઠ્યો છે.

નથી કોઈ પૂછનાર, નથી કોઈ સાંભળનાર, નથી કોઈ છાને ખૂણે રોનારાઓને છાના રાખનાર ! નેતાઓ રાજગાદીના દાવપેચમાં મશ્ગૂલ છે. એમના માટે તો ‘ગુજકોક’થી વધુ સખ્ત કાયદો આવશ્યક હોવાનો પરમેશ્ર્વરી શકિતનો મત હોઈ શકે !

આજના જમાનો વિકટ સમસ્યાઓથી ગૂંગળાઈ રહ્યો છે. આજના જમાનાની જે મુખ્ય પ્રાર્થનાઓ હોઈ શકે એમાં (?) હે પ્રભુ ! અમને અમારી જીવનયાત્રાની છેલ્લી પળો સુધી સુખ-દુ:ખમાં સમાન રહીને અખંડ સ્નેહભીનો સંગાથ આપે એવો જીવન સાથી આપજો અને ‘હે પ્રભુ ! અમારા આ દેશને સર્વ પ્રકારની સમૃધ્ધિ, અખંડ સ્વાધીનતા, માનવગૌરવની સમાનતા, કદાપિ જુઠું નહિ બોલવાની પ્રતિજ્ઞા, ભગવાનનો ડર અને રોમે રોમે દેશદાઝ, પ્રજાપ્રતિ વત્સલતા તેમજ રામાયણ-મહાભારતમાં વણાયેલા સમર્પણ ભાવ સંપન્ન સપૂતો અને રાજકર્તાઓ આપજો.

આપણા દેશમાં આ પ્રાર્થનાઓ અનેક કારણોસર હમણા સુધી ફળી નથી… હવે એ વહેલાસર ફળે અને એની આડે આવતા તમામ સંકટો આપણા ગૂરૂજનો અને પરમાત્મા દૂર કરે, એમ કોણ નહિ ઈચ્છે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.