જનોઈ, લગ્ન, નવા મકાનની શિલાન્યાસ વિધિ, શુભ અવસરની ઉદઘાટન-પ્રક્રિયા, ખેતરોમાં વાવણીનાં શુભારંભનું મુહૂર્ત તેમજ શુકન-અપશુકનનાં વખત જોવડાવીને જ નકકી કરવાનાં રીત રીવાજ અપનાવાય છે, અહી નવાઈની વાત તો એ છે કે, કેટલાક લોકો જયોતિષીઓને એવા સવાલ પુછે છે કે, બહુચર્ચિત કોરોના વાયરસનો હાહાકાર હજૂ કેટલા વખત સુધી યથાવત્ રહેશે ?
આપણા દેશની સમાજ વ્યવસ્થામાં શ્રધ્ધા, અંધશ્રધ્ધા, વહેમો, શુકન-અપશુકન, ભુવાડાકલા, માનતા માનવી, કોઈને કોઈ જાતની નડતરો નડવી, મેલી વિદ્યા અજમાવવી, તાંત્રિકોના વહેમો નોતરવા, એમ ઘણી બધી બાબતો અજબ ગજબ રીતે આવજાન કર્યા કરે છે.
આની સાથે લોકો ધર્મ અધર્મને જોડે છે. શહેરીજનો, ગ્રામ્યજનો અને તેમના રીતરિવાજોમાં પણ ભિન્નતા પ્રવર્તે છે.
માનવ સમાજમાં ધર્મો અને તેના સ્વરૂપો રીતરિવાજો-માન્યતાઓ સમાન હોતા નથી. એવું આપણે જાણી શકીએ છીએ.
બર્નાડે શોએ દર્શાયાપ્રમાણે, ધર્મ અંગેની સાચી સમજ મેળવવા માટે આજના સમાજ જેટલો યોગ્ય સમય કદાચ કોઈ નથી. ધર્મના નામે ચાલતા ઝઘડા, યુધ્ધો અને પોષાતી અંધશ્રધ્ધા કદાચ આજના જેટલી કયારેય ન હોતી.
અત્યારે તો એવું લાગી રહ્યું છે કે, ધર્મ અંગેની સાચી સમજ જો યુવાવર્ગને આપવામાં આવે તો આપણી આ પેઢી જ નહિ પણ આવતી અનેક પેઢીઓ આપણો ઉપકાર કયારેય નહિ ભૂલે.
ધર્મ શબ્દ બહુ જ વ્યાપક છે. તેનો યોગ્ય પ્રમાણમાં પર્યાય મળવો મુશ્કેલ છે. પરંતુ જો આપણે ગુણધર્મ શબ્દથી સમજવાનો પ્રયત્ન કરીએ તો દરેક પશુ, વૃક્ષ અને મનુષ્યથી માંડીને સંસારની દરેક વસ્તુનો એક ધર્મ હોય છે. સળગાવવું આગનો ધર્મ છે તો બુઝાવવું તે પાણીનો ધર્મ છે. ફૂલનો ધર્મ ખુશ્બુ આપવાનો છે. આગને બુઝાવવી એ પાણીનો ધર્મ છે.
માનોધર્મ પોતાના બાળકને સ્નેહ આપવાનો છે. જયોર્જ બર્નાડેશોએ તો એમ કહ્યું છે કે, ધર્મ કેવળ એકજ છે, અને તેનાં એકસો રૂ પાંતરો હોય છે. બર્નાડે શોનું ધર્મ અંગેનું આ દર્શન ભલે શાશ્ર્વત સત્ય હોય તોપણ આપણા દેશમાં કોઈ પણ સારાં કે શુભ પ્રસંગોને આપણે ધાર્મિક શ્રધ્ધા-અંધશ્રધ્ધાને મૂકત રાખ્યા નથી. વહેમોથી મૂકત રાખ્યા નથી.
વિદ્વાન બ્રાહ્મણ કે જયોતિષશાસ્ત્રી પાસે મૂહૂર્ત-કમૂર્હૂત, શુકન અપશુકન, કે સારા નરસાં ચોઘડીયાં જોવડાવવાથી મૂકત રાખ્યા નથી. જનોઈ, લગ્ન, વેવિશાળ, નવા મકાનનો શિલાન્યાસ વિધિ, શુભ અવસરની ઉદઘાટન પ્રક્રિયા ખેતરોમાં વાવણીને લગતા મંગળ મૂહૂર્ત, હસ્તમેળાપના મૂહૂર્તની વિધિ વગેરે લગભગ બધે જ શુભ કાર્યોની વિધિઓમાં શુભ અશુભના વખત જોવાતાં જ રહે છે.
આમ જોઈએ તો આપણો ધર્મ આપણા માટે વિશિષ્ટ મહાસાગર છે. એનો વ્યાપ બેસુમાર છે. એનું ઉંડાણ પણ અમાપ છે. આના ધર્મના સાચા સ્વરૂ પને જાણવું એ આકાશ-પાતાળ એક કરવા જેટલું દુષ્કર છે જે કોઈ એનાં પરમ તત્વને જાણે છે તે માનવીને આત્માના પરમતત્વની નજીક અવશ્ય પહોચાડે છે.
- આપણો ધર્મ વેદિક સંસ્કૃતિને સમર્પિત છે. એ હિન્દુત્વને વરેલો છે.
આપણા લોકો સારી પેઠે ધાર્મિક છે એ યુગો જૂનો છે. કળિયુગમાં પણ સતયુગના સૂરજ ચંદ્રમા ઉગાડી શકવાનું સામર્થ્ય છે. ભારતમાં મોગલયુગ અને અંગ્રેજીયુગ આવ્યો તે અરસામાં તે દેશકાળની ઘણી બધી નબળાઈઓ તેમાં પ્રવેશી હતી, જેમાં અંધશ્રધ્ધા, ખોટા વહેમો, તાંત્રિક વિદ્યા, ભૂવા ડાકલાની પ્રક્રિયા, શુકન-અપશુકન, મહિનારક, મૂર્હૂત-કમૂર્હૂતા, નડતર, વિધવા અપશુકન રસ્તા ચાલતાં બિલાડી આડી ઉતરવી, સર્પ આડે ઉતરવો અને અન્ય કેટલીયે પ્રકારનાં વહેમો હિન્દુ રીત-રિવાજોમાં પ્રવેશ્યા હતા. આજે પણ એવા વહેમો ધરાવતા રીતરિવાજો પ્રવર્તે છે.
અત્રે એવી ટકોર થઈ શકે છે કે, આવા મંગળ મૂર્હૂતો જોવડાવ્યા પછી પણ અકસ્માતો સહિત ઘણી બધી અપ્રિય ઘટનાઓ બને જ છે. આ પરિસ્થિતિમાં એવી ટકોર થઈ શકે છે કે, કોરોના આવી બાબતમાં કોઈ ભૂમિકા ભજવતો હશે?