ભગવાનમાં માનવું, ને તે કહે તેમ ન કરવું એ તો ભગવાનને છેતરવા જેવું જ ગણાય. આપણા ધર્મમાં તો ખોટું બોલવાની અને કોઈ માણસને પણ છેતરવાની મનાઈ છે… કેટલાક વખત પહેલા સોનાનાં દાગીનામાં પણ છેતરપીંડી ન થાય એટલા માટે એનાં વેચાણમાં હોલમાર્કને ફરજીયાત બનાવીને એના વેચાણનાં નિયમો બદલાયાં હતા અને તે ચાલુ જ રખાયા છે

હવે નેતાઓની લાયકાત વિષે ખાસ નવા નિયમો આવશે જ એમ જણાયા વિના રહેતુ નથી… એ અનિવાર્ય બન્યા છે, કોરોના-વાયરસની ભૂલભૂલામણીઓ જોતાં અને તે હજુ ફૂંફાડા માર્યા કરે છે અને નિહાળતા એ વાત બહાર આવે છે કે, બધાજ નેતાઓ આ અચાનક ફૂટી નીકળેલા શત્રુનો મજબૂત સામનો કરવાની કામગીરીમાં પૂરેપૂરી નિપૂણતા અને પ્રમાણિકતા દાખવે છે અને અર્ધોઅર્ધ તો એમની કામગીરીમાં એકંદર કમજોર રહ્યા છે. તંત્રમાં જયાં જયાં કહેવાપણું છે તેને લગતી સખ્તાઈ અને કાયદાકીય નિયમોમાં ફેરફાર કરવા જ પડશે !

આપણા દેશમાં અને વિશ્ર્વભરમાં કોરોના વાયરસે કાળો કેર સજર્યો છે. અને કલ્પનામાં ન આવે એવી ખાનાખરાબી સર્જી છે. તેમાં વિશ્ર્વની માનવજાત માટે અને આપણા સમગ્ર દેશ તથા સવા અબજની વસતિ માટે પ્રછન્ન ચેતવણીનો સૂર છે.

આપણા દેશમાં અને આપણા સમાજમાં જબરા બદલાવની જરૂરતનો એમાં નિર્દેશ છે.

આમતો આપણો દેશ ભગવાનમાં માને છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એ ભગવાનનું કહ્યું માનતો નથી. આપણા દેશની પ્રજાનો મોટા વર્ગ જાણે સમૂળગો બદલાઈ ગયો હોય તેમ ભગવાનનું કહ્યું માનતો નથી. આપણા નેતાઓને આપણા દેશના લોકો અનુસરી રહ્યા છે અને ન કરવા જેવું બધું જ કર્યે જાય છે.

આપણો ધર્જ્ઞ તો અમે કહેતો રહ્યો છે કે, ભગવાનને તો ઠીક, કોઈ માણસોનેય છેતરવા નહિ, એમને જૂઠી જુઠી વાતો કરીને પાપમાં પડવુંન નહિ. ભરવો પડી શકે છે. ગંભીર કેસોમાં તેમને જેલ પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારને છેલ્લા કેટલાક વર્ષોથી આભુષણોમાં સોનાની કવોલિટીને લઈને ફરિયાદો મળીરહી છે. ગ્રાહક જયારે પણ કોલીટીની વાત કરે છે. તો દુકાનદાર અમે બેઠા છીએ બોલીને તેના સવાલ ટાલે છે. જયારે ગ્રાહક કોઈ બીજી દુકાન પર આ આભુષણને લઈને જાય છે તો સોનાની ગુણવતા ખબર પડે છે. પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે કે કોઈ પણ આભુષણ હોલમાર્ક વગર વેચી શકાશે નહી એકવા કવોલીયીની જાણ થયા બાદ ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી શકાશે. નહી આ સાથે જ ગ્રાહક પણ આભુષણને લઈને આવશ્યક થશે.

બીઆઈએએસના ડીડીજી એચએસ પસરીચાએ જણાવ્યું કે સોનાના દાગીના પર બીએસઆઈનું હોલમાકીંગ ૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટ શુધ્ધતાના સોનાના દાગીના પર કરવામા આવશે. હોલમાકીંગમાં ચાર ચીજો સામેલ થશે. જેમાં બીઆઈએસનો માર્ક, શુધ્ધતા જેમકે ૨૨ કેરેટ તથા ૯૧૬, અસેસીંગ સેન્ટરની ઓળખ, આભુષણ વેપારીની ઓળખનું ચિન્હસામેલ છે.

તેમણે જણાવ્યું કે ૧૫ જાન્યુ.૨૦૨૧થી હોલમાર્ક વગરના સોનાના દાગીના તથા આભુષણ વેચવાની ફરિયાદ મળશે તો આભુષણ વેપારીએ બીઆઈએસ કાયદા હેઠળ એક લાખ રૂપીયા સુધીનો દંડ કે પછી આભુષણની કિમંતના પાંચ ઘણા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે એક વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. દંડ કે જેલનો નિર્ણય કોર્ટ કરશે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી કાયદો થશે એવું લાગે છે.

પરંતુ જેવું રાજા કરે તેવું પ્રજા કરે એવું સહુ કોઈ કહેતા થયા છે. આમ, છેતરપીંડીએ અને જૂઠાણાઓએ માઝા મૂકી છે.

સોનું મોંઘું છે એ સહુ જાણે છે, સારી પેઠે મૂલ્યવાન છે. મનુષ્ય પણ મોંઘો અને મૂલ્યવાન છે. સોનાની કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. મનુષ્ય એક સમયે અત્યંત મૂલ્યવાન હતો.

અત્યારે આપણા દેશમાં બેસુમાર મોઘવારી છે. એમાં વધારો થતો જ રહ્યો છે. બધુ જ મોંઘુદાટ થતુ રહ્યું છે. કમનસીબે માણસ જ સૌથી સસ્તો બન્યો છે. ગરીબો જેટલા સસ્તા અન્ય કોઈ નથી.

આપણો દેશ પ્રત્યેક ક્ષેત્રે, અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રે, પગથીમાથા સુધી મતિભ્રષ્ટ થયો છે… પાપાચારી થયો છે હેવાન થતાં એ શરમ અનુભવતો નથી.

કોરોના-વાયરસ એ કુદરતી કોપ છે કે અન્ય કાંઈકનું પરિણામ છે. એ હજુ સુધી કોઈને સમજાયું નથી.

ભગવાન પાસે ખોટુ બોલવું, ભગવાન કહે તેમ ન કરવું અને માનવજાતની સાથે સારા અને સાચા માનવો જેવો વર્તાવ ન કરવો, એવી કુબુધ્ધિને હવે ત્યાગવી પડશે અને કોરોનાને મ્હાત કરવા ભગવાનનો પણ સાથ લેવો પડશે, એવો ‘અબતક’નો મત છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.