ર૪ પૈકી રર ટાપુઓ પર અવર જવર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેકટર જે.આર.ડોડીયાનું જાહેરનામું
ભારતના પશ્ર્ચિમ છેવાડે આવેલ વિસ્તૃત કાંઠાળા વિસ્તાર ધરાવતો દેવભૂમિ દ્વારકા જીલ્લામા: આવેલ ર૪ ટાપુઓ પૈકી રર ટાપુઓ માનવ વસાહત સિવાયના નિર્જન છે. જયાં ધાર્મિક સ્થળો આવેલ હોય પ્રસંગોપાત વિવિધ જ્ઞાતિજનો અવર જવર કરે છે. સાથોસાથ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદે અને અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રમ મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થોો છુપાવે તેની શકયતા રહેતી હોય છે.
આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જીલ્લા મેજીસ્ટ્રેટ જે.આર. ડોડીયાએ તેમને મળેલ સત્તાની રુએ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી હતી. ગાંધી ચોકડી, કાલુભાર, રોઝી, પાનેરો, ગડુ (ગારુ), સોનબલી (શિયાળી) ખીમરોઘાટ, આશાબાધીર, ભૈદર, ચાંક, ધબધબો (દબદબો) દીવડી, સામીયાણી, નોરુ, માન મરુડી, લેફા મરુડી, લંઘા મરુડી, કોઠાનું જંગલ, ખારા મીઠા ચુષ્ણા અને કુડચલી ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝી. મેજી. કે તેના ઉ૫રી મેજી. ની લેખીત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામું તાત્કાલીક અસરથી ૮-૭-૧૮ સુધી અમલમાં રહેશે. જાહેરનામનું ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com