કોરોના લોકડાઉનનો અંત લાવવાનો કલ્પનાતીત ધડાકો કરવાનો સનસનીખેજ ધડાકો આપણા સત્તાધીશોએ કર્યો છે: સરકારનું આ પગલું નાનું સુનું નથી તેમ ઓછું ગંભીર નથી એને લગતું પૃથ્થકરણ કરીએ તો એમાંથી એક બાજુ નજીવી રાહતનો અને બીજી બાજુ સંભવિત એલર્ટનો સૂર નિષ્પન્ન થાય છે

કોરોનાએ હમણા સુધીમાં સર્જેલા હાહાકાર કહેર અને વિવિધ સ્વરૂ પનાં નુકશાનનો જાયજો કાઢીએ તો લોકડાઉન એક, બે અને ત્રણ દરમ્યાન સારી પેઠે આર્થિક-નાણાકીય તેમજ મેડિકલ સંબંધી નુકશાન વેઠવું પડયું છે. ધંધા-રોજગાર તથા વ્યાપાર- ઉદ્યોગની ગતિવિધિઓ કાંતો બે સુમાર શિથિલ બની છે, અથવાતો મરવા પડી છે.

સરકારે લીધેલા આ પગલાં સો ટકા રીસ્કપ્રુફ બની રહેશે એવું આપણે સૌ ભલે ઈચ્છીએ, તો પણ હમણા સુધીની ગતિવિધિઓ સંબંધમાં ‘કોરોના’કયારેય સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી રહ્યો એવી ટકોર થઈ શકે છે.

મેડિક્લની દ્રષ્ટિએ, સાવચેતી અને સાવધાનીની દ્રષ્ટિએ, આપણને જેની પાસેથી કામ લેવું પડે છે. એને લગતી વિશ્ર્વસનીયતા, તથા ભણેલાગણેલા કે નખશીખ સમજણ નહિ ધરાવતા પુરૂ ષો-મહિલાઓ સાથે કામ પાડવામાં દાખવવી ઘટતી ગંભીરતા આપણને સત્તાધીશોને જોવા મળતી નથી. પ્રજાના જવાબદારીભર્યા સાથ સહકારનો

અભાવ પણ સત્તાધીશોને ઠોકર ખવડાવે છે, એ વિષે બે ધ્યાન થવા જેવું નથી.

ઉદાહરણરૂ પ દર્શાવીએ તો લોકડાઉન દરમ્યાન ‘ડિફોલ્ટર’ લોકોને પોલિસ અથવા અમલદાર ઉપર છલ્લી તપાસ અને સૂચના બાદ આવા લોકોને જવા દેવામાં આવે છે, અને તે પછી તૂરત જ એમાનાં મોટાભાગના એમની મૂળ સ્થિતિમા જ ચાલતી પકડે છે.

લોકડાઉનના ત્રણ તબકકા બાદ કલ્પનાતીત રીતે, એટલે કે સારી પેઠે ‘જોખમપ્રુફ’ બની ગયાની ધારણા હેઠળ, એને ત્રણ તબકકાને અંતે, એટલેકે ચોથા તબકકામાં આગળ વધારવાની લગીરે જરૂ રત નથી. રહી એવી માન્યતા હેઠળ એને મોકૂફ રાખી દેવામાં આવેલ છે.

લોકો માટે આ નિર્ણય અધકચરોયે પચાવેલો ન હોય કે પરિપકવ ન હોય એ રીતે આવ્યો છે.જોએ ભૂલેચૂકેય ક્ષતિપૂર્ણ કે નર્યો ઉત્સાહ પ્રેરિત બની રહે તો એનાં પરિણામો કેવા આવશે એ વિષે બે ધ્યાની પાલવે તેમ નથી. એનાં પરિણામ મર્યાદિત નહિ પણ વ્યાપક આવે તેમ છે. એવું આ બાબતને લગતા અભ્યાસીઓ માને છે.આજે સરકારે જે નિર્ણય લીધો છે એનો અર્થ એવો જ થઈ શકે કે, કોરોના હવે નથી રહ્યો એ ખતમ થયો છે.

એને લગતી કાનૂની પ્રક્રિયાઓનો પણ હવે બહુધા લોપ થયો છે. એની ઘાતકતાનું વિષ પણ સારી પેઠે ચુસાતું ચાલ્યું છે. એને સાંકળતી હમણા સુધીની પળોજણો પણ બહુકાંઈ ટકતી નથી.આવી અટકળો છે ને છે, પરંતુ એ નાના કે જૂના ખતરાથી ખાલી નથી એ વિષે પણ એલર્ટ રહ્યા વગર છૂટકો નથી ચેતતો નર સદાય સુખી, એ રીતે રહેવામાં જ ડહાપણ છે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.