વિશ્વામિત્ર – જમદગ્નિ – ભારદ્વાજ – ગૌતમ – અત્રિ – વશિષ્ઠ – કશ્યપ આ સપ્તઋષિઓ અને આઠમા ઋષિ અગસ્ત્ય સંતાન ‘ગોત્ર’ કહેવાય છે

ગોત્ર શબ્દનો અર્થ થાય વંશ-કુળ: આ પ્રણાલીનો મુખ્ય ઉદેશ્ય વ્યકિતને તેના મૂળ પ્રાચિગતમ વ્યકિત સાથે જોડવાનો છે: ગોત્રનો સંબંધ ધાર્મિક પરંપરા સાથે જોડાયો હોવાથી લગ્ન કરતાં પહેલા બન્નેના ગોત્ર જોવાય છે

ગૌત્ર એટલે પ્રાચીન ઋષિકુળ અને પ્રવર એટલે ગોત્રના પ્રાચીન ઋષિ, સૃષ્ટિના આરંભે બહ્માએ સંકલ્પ શકિતથી સાત માનવ પુત્રો ઉત્પન કર્યા જે સપ્તર્ષિ તરીકે ઓળખાયા, પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર હિન્દુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે. ગોત્રનું નામકરણ પ્રારંભથી જ કોઇને કોઇ ઋષિના નામ પરથી પડયું હોય છે. આજના યુગમાં ગોત્ર વિશે તેના અર્થ વિશે અને આપણી ઋષિ પરંપરા વિશે જાણવું જોઇએ. સંસ્કૃત વ્યાકરણના જનક મહર્ષિ પાણીનીની અષ્ટાદાયીમાં એક સૂત્રમાં ગોત્ર શબ્દનો અર્થ છે કે દિકરાના દિકરા સાથે આવનારુ સંતાન સનાતમ ધર્મમાં ગોત્રનું ખુબ મહત્વ છે.

dharmik 1  હિન્દુ ગોત્ર માટે કારણભૂત એવું અષ્ટ ઋષિઓનું ડીએએ સાયન્સ જાણવું જરુરી છે. ગોત્ર શબદ મુખ્યત્વે લગ્ન સંબંધી ચર્ચા વખતે વધુ સાંભળવા મળે છે. સામાન્ય રીતે કુલ 8 ગોત્રનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રથમ આ ગોત્ર વિશે અને આજના યુગમાં પણ તેના પર લોકોને અડગ શ્રઘ્ઘ કેમ છે તે એક રસપ્રદ બાબત છે. ગોત્રના ઘણા બધા અર્થો બતાવાયાઇ મુળ તે સંસ્કૃત શબ્દો ગો (ગાય) અને ત્રહિ (છાંગડો) ને જોડતો સંધિ શબ્દ છે. આપણા ધર્મમાં ગાય માતાને સૌથી પવિત્ર અને ઉચ્ચ દરજજો અપાયો છે. આઠ ઋષિઓના નામ પરથી મુળ આઠ ગોત્ર ઓળખાય છે. મહાભારતના શાંતિપર્વમાં 4 ગોત્ર તો જૈન ગ્રંથોમા 7 ગોત્રનો ઉલ્લેખ જોવા મળે છે.

સપ્તઋષિમાં વિશ્ર્વા મિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ટ, કશ્યપ અને આઠમા ઋષિ અગસ્ત્યના સંતાનો ગોત્ર કહેવાય છે. ગોત્ર શબ્દનો અર્થ જ વંશ, કુળ થાય, આ પ્રણાલીનો મુખ્ય ઉદેશ્ય વ્યકિતને તેના મુળ પ્રાચીનતમ વ્યકિત સાથે જોડવાનો છે. ગોત્રનો સંબંધ ધાર્મિક પરંપરા સાથે જોડાયો હોવાથી લગ્ન કરતા પહેલા બન્નેના ગોત્ર જોવાય છે. આજના યુગમાં ડી.એન.એ. આવ્યું પણ આપણે તો તે પ્રાચીન પરંપરાથી ઋષિઓએ નિર્માણ કર્યુ છે. ગોત્રના વિવિધ સમયે વિદ્વાનો અલગ અલગ અર્થ ઘટન કરે છે. ગો નો અર્થ ઇન્દ્રિયો છે જયારે ‘ત્ર’ નો અર્થ સંરક્ષણ તેથી ગોત્રનો અર્થ ઇન્દ્રિય આઘાતથી રક્ષણ કરનાર એવું પણ કહેવાયું છે.

dharmik 2

મહાભારતના સભાપર્વ જણાવે છે કે 80 હજાર ઋષિઓએ બ્રહ્મચર્ય ધારણ કર્યુ અને 49 ઋષિઓએ ગૃહસ્થા શ્રમ સ્વીકારી પ્રજા ઉત્પન કરી હતી. એક જ ગોત્રમાં જન્મેલ બાળક અને બાળકી ભાઇ-બહેન થતા હોવાથી સગોત્ર વિવાહને ધર્મશાસ્ત્રે નિષેધ ગણ્યો છે. ગોત્ર સાથે રકત સંબંધ જોડાયેલો છે. બ્રાહ્મણોના લગ્નોમાં ગોત્રને મહત્વનું સ્થાન અપાયું છે. લગ્ન કકરી કરતા વખતે ગોત્રની સાથે પ્રવરનો પણ ખ્યાલ રાખવો જરુરી છે. લગ્ન પછી ક્ધયાનું ગોત્ર બદલાય જાય છે પછી તેના પતિનું ગોત્ર લાગુ પડે છે. એક જ ગોત્ર અને કુળમાં લગ્ન થવાથી દંપતિના સંતાનોમાં આનુવાંશિક દોષ આવવાની શકયતા રહે છે. એક જ ગોત્ર હોય તેના ગુણસુત્રોમાં પણ સમાનતા જોવા મળે છે.

ભગવાન ઓશોએ કથન કરેલું કે સ્ત્રી-પુરૂષ જેટલી વધુ દુરીમાં લગ્ન કરે છે. તો તેમની સંતાન વધુ પ્રતિભાશાળી અને ગુણી બને છે. આનુવાંશિક રોગો થતાં નથી અને તેના ગુણસૂત્ર ખુબ જ મજબુત હોય છે. માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગો, વારસાગત રોગો સંગોત્ર લગ્નમાં વધુ જોવા મળે છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં આવા લગ્નો નિષેધ હતા.

dharmik 4

આઠ ઋષિઓના આઠ ગોત્ર હોવાથી એ ઋષિઓ ગોત્રકારી એટલે કે ગોત્રના ઉદભવકર્તા તરીકે ઓળખાય છે. સમય જતા આ આઠ ઋષિઓનો વંશ જો એ પોતાના નામથી નવા ગોત્ર આપ્યા પરિણામે આજે 49 ગોત્ર અસ્તિત્વમાં છે. પિતાનું ગોત્ર પુત્ર સાથે આગળ વધે છે. પરંતુ દિકરીમાં આવું નથી તે જયાં જાય તેનું ગોત્ર લાગવાથી તે કુળમાં ગણાવા લાગે છે. એટલે  જ દિકરો જ વંશ-વેલો આગળ વધારે કે કુળનું નામ રોશન કરશે એવું કહેવાય છે.

રંગસૂત્રોનું વિજ્ઞાન ગોત્ર સાથે સંલગ્ન છે. વિજ્ઞાનનાં આધારો કરતાં પણ આપણાં ઋષિઓ જેવા મહાન વૈજ્ઞાનિકો દુનિયાભરમાં કયાંય હતા જ નહીં, હિંદુ ગોત્ર શરૂ કરવા પાછલ તેની વૈજ્ઞાનિક સમજ હતી. તેમણે ડી.એન.એ (રંગસૂત્ર) સાયન્સને ઘ્યાને લઇને ગોત્ર નકકી કર્યા. પ્રત્યેક કોષ ર3 રંગસૂત્રની જોડી (કુલ 46 રંગ રંગસૂત્રો) વડે બને છે. જેમાના ર3 રંગ સૂત્રો માતા પાસેથી અને ર3 પિતા  પાસેથી મેળવે છે.

માતા પાસેથી એકસ અને પિતા પાસેથી પણ એકસ રંગસૂત્ર ભેગા થઇને પુત્રીને જન્મ આપે તો બીજી બાજુ માતા પાસેથી એકસ અને પિતા પાસેથી વાય રંગસૂત્રનું મિલન થતા પુત્ર સંતાન મળે છે. એકસ-એકસ એટલે દિકરીને એકસ-વાય એટલે દિકરો !! વાય- ક્રોમોઝોમ ફકત પુરૂષ પાસે જ હોવાથી દિકરા-દિકરીના જન્મનો સંપૂર્ણ આધાર પુરૂષ પર રહેલો છે. આમ સ્ત્રી પાસે કોઇ ચોકકસ કુળ કે ગોત્ર જળવાતું નથી, ભગવાન બુઘ્ધનું મૂળ ગૌત્ર ગૌતમનું એનો અર્થ એ થાય કે તેઓ ગૌતમ ઋષિના વંશ જ હતાં.

હિન્દુ ગૌત્ર અને રંગસૂત્ર વચ્ચે સંબંધ છે. સમગોત્ર પરણવાની છુટ નથી અપાઇ કારણ કે વાય રંગ સૂત્રની એક નબળાઇ છે કે તે એકસ કરતા કદમાં નાનો એટલે કે ત્રીજા ભાગનો છે. વર્ષો પહેલાના કદમાં અને આજના કદમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ પણ વાય ક્રોમોઝોનના અસ્તિત્વ વિશે આશંકા વ્યકત કરી છે. આપણા ઋષિ મુનિઓએ સાયન્ટિફિક ધર્મ બજાવ્યો છે. એને અગાઉના આ અંદેશો હોવાથી સંગોત્ર લગ્નની મનાઇ કરી હતી.

આપણા ઋષિ મુનિઓની ગોત્ર પઘ્ધતિના તમામ પાસા જો વિચારો તો ખ્યાલ આવે કે પ્રાચિન કાળથી જ આવનારી પેઢી નિરોગી જીવન જીવીશ કે તેનું આયોજન કરેલ હતું. જીવવિજ્ઞાનને સમજવા માટે આપણે હજી કાચા છીએ. આજના વૈજ્ઞાનિકો હજારો વર્ષ પછી પણ હિન્દુ સંસ્કૃતિના રહસ્યોને ઉકેલવામાં પાછા પડે છે કારણ કે ભારતના વૈદિક કાળથી જ એકઠું થયેલ જ્ઞાન સમુદ્રની માફક છે. દુનિયાની તમામ શોધો વર્ષો પહેલા આપણા ઋષિઓ જ કરી છે. સૃષ્ટિને બેલેન્સ કરવા પણ ગોત્ર જેવી ઘણી બાબતો શોધી હતી. આછ ઋષિ કુળના વંશમાં ઉત્પન થયેલા પુત્રના નામથી પણ ગોત્ર શરૂ થયા હતા તેથી જ કુલ 49 ગોત્ર થયા હતા.

મુળ ગોત્રના ગણ બાદ ગોત્રકારો થયા તે પક્ષ કહેવાયા આમ ગોત્રની સંખ્યા કરોડોની થઇ બૌધાયન પ્રવરાઘ્યાયમાં ગોત્રની 800 સંખ્યા બતાવે છે. તો 17મી સદીમાં લખાયેલા સંસ્કાર કૌસ્તુભમાં 1600 ની સંખ્યા ર્દશાવે છે.આમ મૂળ ગૌત્રમાંથી ર4, 3ર, 49 થી આગળ વધતા ગોત્રનીસંખ્યા 1600 થઇ પ્રવર એટલે ગોત્રનાય પૂર્વ જ ઋષિ પણ તેની દરેક ગોત્રમાં સંખ્યા સરખી નથી હોતી, કેટલાકમાં એક-બે ત્રણ કે પાંચ પ્રવર બતાવાય છે.

સૃષ્ટિના આરંભે બ્રહ્માએ સંકલ્પશકિતથી સાત માનસ પુત્રો ઉત્પન્ન કર્યા!!

બ્રહ્માએ સૃષ્ટિ રચનાના પ્રારંભે સંકલ્પ શકિતથી સાત માનસપુત્રો ઉત્પન્ન કર્યા હતા. જે સપ્તર્ષિ તરીકે ઓળખાયા, વિશ્ર્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગોત્તમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ આ સાત ઋષિઓ હતા. આઠમા અગસ્ત્ય ઋષિ આવ્યાને તેના સંતાન ગોત્ર કહેવાય છે. ગોત્ર શબ્દનો અર્થ જ કુળ કે વંશ થાય, મુળ આપણે આઠ ઋષિઓના જ સંતાનો છીએ જૈન ગ્રંથોમાં પણ 7 ગોત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે આગળ જતા ગોત્રના સંતાનોમાંથી પણ પોતાના નામે ગોત્ર બનતા કુલ 49 ગોત્ર શાસ્ત્રોમાં જોવા મળે છે.

એક નોંધ એવી પણ જોવા મળે કે મહાભારતના સભાપર્વમાં ઉલ્લેખ છે કે 80 હજાર ઋષિઓએ બ્રહ્મચર્ય ધારણ કર્યુ અને 49 ઋષિઓએ ગૃહસ્થા શ્રમ સ્વીકારી પ્રજા ઉત્પન કરી હતી તેથી તેમના 49 ગોત્ર કુલ કે વંશ જોવા મળ્યો, આ આંકડો મુળ ગોત્રના ગોત્રકારો થયા બાદ કરોડોનો થયો પણ બૌધાયનમાં ગૌત્રની સંખ્યા 800 નોંધી છે. સંસ્કાર કોસ્તુભમાં 1ર00 ગોત્રની સંખ્યા દર્ધાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.