‘અબતક’ની મુલાકાતે આવેલા શહેર કોંગ્રેસ ઓબીસી આગેવાનોએ ઓબસી માળખાના હોદેદારોની આપી માહિતી
રાજયમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગમાં આગેવાનોની નિમણુંક કરવામાં આવી છે. અબતક ની મુલાકાતે આવેલ ઓબીસીના પ્રમુખ હાર્દિક રાજપૂત ઉપપ્રમુખો સહીતના પદાધિકારીઓ એ જણાવેલ કે કોંગ્રેસનું માળખું સુદઢ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. ચુંટણીમાં કોંગ્રેસને ઓબીસી ના મતો વધુમાં વધુ મળે તેવા પ્રયાસો માટે રણનીતી મુજબ કામ ચાલુ છે. શહેર કોંગ્રેસના ઓબીસી વિભાગના કરાવેલી નિમણુંકતા પ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપુત અને ઉપપ્રમુખ તરીકે નિર્મળ રાવતભાઇ મારુ, વરજાંગભાઇ ભાયાભાઇ કરમટા, અને પ્રતિકભાઇ પ્રવીણભાઇ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે જયેશભાઇ ગધાત્રા, સંજયભાઇ ચૌહાણ, શૈલેશભાઇ જેન્તીભાઇ ટાંક, જશભાઇ ગોવિંદભાઇ કુગશીયા, વિપુલભાઇ ભગવાનજીભાઇ પ્રજાપતિ, પ્રતિકભાઇ પ્રવીણભાઇ રાઠોડ અને દિવ્યેશભાઇ રાજુભાઇ લાવડીયાની નિમણુંક કરવામાં આવેલ છે.
મંત્રી તરીકે મનીષભાઇ કેશુભાઇ મકવાણા, મનદીપભાઇ અનકેશભાઇ મકવાણા, સિઘ્ધરાજ ભાનુભાઇ ડાંગર, ઋત્વીકભાઇ વિજયભાઇ અધારા, વિક્રમભાઇ ભગવાનજીભાઇ ડાંગર, નીતીનભાઇ નારણભાઇ ગામી, લક્ષ્મણભાઇ લીંબાભાઇ મકવાણા, જીગ્નેશગીરી ગોપાલગીરી ગોસ્વામી, રૈયાભાઇ ભરવાડ, પરેશભાઇ વાલજીભાઇ મકવાણા અને રામભાઇ રમેશભાઇ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.