માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવ્યા
ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન ક્ધટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે.
મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન ક્ધટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. કેન્દ્ર સરકારે આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં દલીલ કરી હતી કે ઓનલાઈન માધ્યમોનું રેગ્યુલેશન ટીવી કરતાં પણ વધુ છે. હવે સરકારે ઓનલાઈન માધ્યમોથી ન્યૂઝ અથવા ક્ધટેન્ટ આપનારાં માધ્યમોને મંત્રાલય હેઠળ લાવવા માટેનાં પગલાં ભરવામાં આવ્યાં છે.
ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટે સરકારે ૧૦ સભ્યની કમિટી બનાવી હતી. આ કમિટીમાં માહિતી અને પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અને પ્રમોશનના સચિવને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત માયગોવ ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રેસ-કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન અને ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનના અધિકારીઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા હતા. કમિટીએ ઓનલાઈન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન ક્ધટેન્ટ પ્લેટફોર્મ માટે ’યોગ્ય નીતિ’ની ભલામણ કરવા કહ્યું હતું.
કેન્દ્ર સરકારે ડિજિતલ પ્લેટફોર્મ અને નેટફ્લિક્સ તથા અમેઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ સાથે સાથે ઓનલાઇન ન્યૂઝ અને કરન્ટ અફેયર્સને નિયમિત કરવાની જાહેરાત કરી છે. સરકારના નિયમોમાં સુધારા કરી ડિજિતલ મીડિયાને સૂચના અને પ્રસારણ મંત્રાલાયના આધીન લાવવાનો પરિપત્ર જાહેર કર્યો છે. નેટફ્લિક્સ અથવા અમેઝોન જેવા ઓટીટી (ઓવર ધ ટોપ) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હવે સૂચના તથા પ્રસારણ મંત્રાલયની નજર હેઠળ કામ કરશે.
ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિજિટલ ક્ધટેન્ટ અને વેબ શોને હવે સૂચના અને પ્રસારણ મંત્રાલયના દાયરામાં લાવવામાં આવશે. આ સાથે જ ઓનલાઇન પ્લેટફોર્મના ન્યૂઝ અને કરન્ટ અફેયર્સ પણ હવે સરકારના નિયંત્રણમાં હશે. સરકારે બુધવારે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે.
સામાન્ય લોકો માટે આ ફેરફાર એટલા માટે મહત્વપૂર્ણ છે કે હવે નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સર લાગૂ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રલાયે ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવેલા સેલ્ફ રેગુલેશન કોડને સપોર્ટ કરવાની મનાઇ કરી દીધી હતી. લગભગ ૧૫ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અત્યારે દેશમાં કામ કરી રહ્યા છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સએ આ મહિનાની શઆતમાં આઇએએમઆઇ તરફથી સેલ્ફ રેગુલેશન કોડ પર સાઇન કર્યું હતું
ચેનલોને લઈ સુપ્રીમમાં કેન્દ્રનું સોગંદનામું
સુપ્રીમ કોર્ટમાં આપેલા કેન્દ્રના સોગંદનામા મુજબ, સરકારે દેશભરમાં ૩૮૫ ચેનલને નિયમિત ન્યૂઝ ચેનલનાં લાઇસન્સ આપ્યાં છે. આ ચેનલો સમાચાર સાથે મનોરંજન જેવા કાર્યક્રમ પણ પ્રસારિત કરે છે, જેમાં વાર્તા, ડિબેટ કાર્યક્રમ અને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અન્ય ઘણા કાર્યક્રમોનું પણ પ્રસારણ થાય છે.
આ સિવાય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૫૩૦ એવી ચેનલને પણ પરવાનો આપ્યો છે, જે મનોરંજન, રમતગમત અને ભક્તિ, આધ્યાત્મિકતાના કાર્યક્રમોનું સંપૂર્ણ પ્રસારણ કરે છે. આ ન્યૂઝ ચેનલોએ સૌથી પહેલા સ્વ-નિયમન માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનની રચના કરી હતી.