સૈન્ય ઉપકરણ અને ઠેકાણાઓને હટાવવા અંગે સહમતી બનાવવાના પ્રયાસો હાથ ધરાશે
ભારત-ચાઈના વચ્ચે જે તંગદિલી માહોલ સર્જાયો છે તેનાથી આજે બંને દેશો વચ્ચે જોઈન્ટ સેક્રેટરી લેવલની બેઠકનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આજે વર્કિંગ મેકેનીઝમ ફોર ક્ધસલટેશન એન્ડ કોર્ડીનેશન (ડબલ્યુએમસીસી)ની ૧૮મી બેઠક બંને દેશોનાં જોઈન્ટ સેક્રેટરી સ્તરનાં અધિકારીઓ સાથે યોજાશે. આ બેઠકમાં એ વાતની પણ ચર્ચા થશે કે સૈન્ય ઉપકરણ અને ઠેકાણાઓને હટાવવા અંગે સહમતી બનાવવાનો કેવી રીતે પ્રયાસ હાથ ધરી શકાય. આ બેઠકનું મુખ્ય કારણ એ છે કે ચીની ડ્રેગન ઘણા વિવાદિત વિસ્તારોમાં પીછેહટ નથી કરી રહ્યું.
ડબલ્યુએમસીસીની ૧૭મી બેઠક ગત માસમાં યોજાઈ હતી જેમાં બંને દેશો એલએસી પર પોતાના સૈન્યને દુર કરવા માટેની ઉદભવિત થયેલી વાત ઉપર રાજી થયા હતા અને બાંહેધરી આપી હતી કે, સૈનિકોને પાછળ ખસેડવાની પ્રક્રિયા ટુંક સમયમાં જ પુરી કરી દેવાશે. બીજી તરફ બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટે એગ્રીમેન્ટ અને પ્રોટોકોલ પ્રમાણે બોર્ડર વિસ્તારમાં ડીએકસલેશન કરીને પુરી શાંતી જાળવી રાખવી અત્યંત જરૂરી છે. ૧૭મી બેઠકમાં બંને દેશો વચ્ચે જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેનું ભારત દેશે પૂર્ણત: પાલન કર્યું હતું પરંતુ ચાઈના તેના વિશ્ર્વાસ અને તેની બાંહેધરી ઉપર ખરું ઉતર્યું ન હતું. આર્મી અને ડિપ્લોમેટીક લેવલના ઘણા રાઉન્ડની વાતચીત છતા પણ જે વિવાદિત વિસ્તારો છે તેમાંથી ચાઈના તેના સૈન્યને ખસેડી રહ્યું નથી જેથી ૧૮માં રાઉન્ડની બેઠકનો દોર આજે શરૂ થશે.
હાલ જે રીતે ચાઈના અને ભારત વચ્ચેના વ્યાપારીક સંબંધો વણસ્યા છે તેની સીધી જ અસર ભારતની સાથો સાથ ચાઈના ઉપર પણ જોવા મળી રહી છે. વિશ્ર્વ આખુ ચાઈના પર અવિશ્ર્વાસ મુકયો છે જેથી ચાઈનીઝ કંપનીઓએ તેમનો માલ-સામાન કયાં દેશમાં વહેંચવો તે પણ અત્યારના હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માત્રને માત્ર ભારત એવો દેશ છે કે જયાં ચાઈના તેનો માલ વહેંચી શકે છે પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ છે કે, બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હોવાના કારણે ઘણા પ્રશ્ર્નો પણ ઉદભવિત થઈ રહ્યા છે તો બીજી તરફ વિશ્ર્વ આખાનો વિશ્ર્વાસ ભારત ઉપર હોવાથી દેશને આર્થિક રીતે ઘણો ફાયદો પણ પહોંચી રહ્યો છે ત્યારે આજની આ ડિપ્લોમેટ બેઠકમાં ચાઈના તેમના સૈનિકોને પાછળ ધકેલશે એ વાત ઉપર હાલ ચર્ચા-વિચારણા પણ થઈ રહી છે.