ઓટીઝમ મુખ્યત્વે આનુવંશિક, વાતાવરણની અસર તો કેટલાક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન થતા ચેપ કે વધારે પડતા આલ્કોહોલના સેવનથી થતુ હોય છે
ઓટીઝમ એટલે બાળકોમાં જોવા મળતો ન્યુરોડેવલપમેન્ટલ ડીસ ઓર્ડર: ૯૦ ટકા બાળકોમાં સંવેદનાને લગતા તેમજ ૬૦ થી ૮૦ ટકા બાળકોના હલચલને લગતા લક્ષણો જોવા મળે છે
ઓટીઝમ એક પ્રકારનો સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતો ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. જેમાં બાળકની એક બીજા સાથેની સામાજીક આપ લે ઓછી થઈ જાય છે, એક બીજા સાથેની વાતચીત ઓછી થઈ જાય છે. એનુ વર્તન ઓછુ થઈ જાય છે. અને ધણી વખત એકને એક પ્રકારનું વર્તન વારંવાર કરે છે.
સામાન્ય રીતે મા-બાપને તેનો અણસાર પહેલા ૨ વર્ષમાં આવી જતો હોય છે. અને આગળ ઉપર ચાલુ રહે છે. આ લક્ષણોની શ‚આત ધીરેધીરે વધતી હોય છે. ઓટીઝમએ આનુવંશિક અને વાતાવાણની અસરના કારણે થતી હોય તેવું બને છે. કેટલાક કિસ્સામાં તે ગર્ભાવસ્થા દરમ્યાન થતા ઈન્ફેકશન કે વધારે પડતા આલ્કોહોલ કે ગાંજાના ઉપયોગના કારણે થાય છે.
ઓટીઝમ ધરાવતા બાળકો ચોકકસ બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે પણ બીજી બાબતોમાં એકદમ નોર્મલ કે ચડીયાતા હોય તેવું પણ
જોવા મળે છે.
ઓટિસ્ટીક બાળક સામાજીક સ્ટીપયુલસ ઉપર ઓછું ધ્યાન આપે છે.બીજા તરફ જોવાનું કે સ્માઈલ કરવાનું ઓછુ જોવા મળે છે. પોતાના નામથક્ષ બોલાવામાં આવે તો પણ તે ઉપર બહુ ધ્યાન આપતુ નથી આગળ જતા તેનામાં આઈ ટુ આઈ કોન્ટેક ઓછો થઈ જાય છે. પોતાનો વારો લેવા તત્પરતા પણ ઓછુ જોવા મળે છે. પોતાની વાત રજૂ કરવાનો સામાન્ય હાવભાવ પણ ઓછો જોવા મળે છે. ૩ થી ૫ વર્ષનાં ઓટિસ્ટીક બાળકોમાં સામાજીક સમજણ, બીજા પાસે જવાની આવડત, લાગણીઓને સમજવાની આવડત અને વાતચીત કરવાની આવડત (બોલી અને બોલ્યા વગર) પોતાનો વારો સમજવાની આવડત પણ ઓછી જોવા મળે છે. ઘણીવાર પોતાનું ધ્યાન રાખતી વ્યકિત સાથે થોડીક માયા જોવા મળે છે. અડધાથી પોણા ભાગના ઓટિસ્ટીક બાળકોમાં પોતાના રોજબરોજની વાતચીત માટેની જ‚રી સ્પીચ ભાષાનો વિકાસ થતો નથી. આ બાળકોને બીજાને વિનંતી કરવામાં કે પોતાના અનુભવોની આપ લે કરવામાં તકલીફ પડતી હોય છે. તેઓ ધણીવાર એકના એક શબ્દ વારંવારબોલે છે. આ બાળકોને જે રમતોમાં કંઈક નવું કરવાનું હોય તેમા તકલીફ પડે છે. ૮-૧૫ વર્ષનાં ઓટિસ્ટીક બાળકો તેમની ઉંમરનાં બાળકો જેવો દેખાવ કરતા હોય છે.
ઓટિસ્ટીક બાળકો સામાન્ય રીતે હાથ થપથપાવ્યા કરતા હોય છે. આગળી ગોળ ગોળ ફેરવ્યા કરતા હોય અને શરીર આગળ પાછળ ફેરવ્યા કરતા હોય છે. ઘણીવાર તેઓ એકને એક ક્રિયા વારંવાર કર્યા કરે, ઘણમાં પણ બધી વસ્તુ એક જ જગ્યાએ મૂકવાનો કે એક જ પ્રકારનું ખાવાનું ખાવાનો મૂકવાનો કે એક જ પ્રકારનું ખાવાનું ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તેમના રસના વિષયો પણ એક જ પ્રકારનાં હોય છે. ઘણીવાર તેઓ પોતાની જાતને નુકશાન થાય તેવા કામ કરતા હોય છે. જેમકે આંખમાં કંઈક ખોસી દેવું ચામડી ખોર્ત્યા કરવી, હાથ પર બચકા ભરવા કે માથુ પછાડવું લગભગ ૯૦% બાળકોને સંવેદનાને લાગતા લક્ષણો અને ૬૦% થી ૮૦% બાળકને હલચલના લગતા લક્ષણ જોવા મળે છે. ઓટિસ્ટીક બાળકોની સારવારમાં કુટુંબ અને શાળા મુખ્ય જવાબદારી નિભાવી શકે છે.