- BCCIએ ચાર વર્ષ પછી વાર્ષિક પુરસ્કાર યોજાયો
- મહિલા ખેલાડીઓમાં દીપ્તિ શર્માને 2023ની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ચાર વર્ષ પછી વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં સ્ટાર બેટર શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના સહિત અન્ય ક્રિકેટરને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચની સિરીઝ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકલુ પણ હાજર રહ્યા હતા. બીસીસીઆઇના એવોર્ડ ફંક્શનમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર મહોમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહને એવોર્ડ મળ્યા હતા.
એવોર્ડ ફંક્શનમાં 2019થી 2023 સુધીના સર્વ શ્રેષ્ઠ ખેલડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે 2019માં આ એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું. મંગળવારે યોજવામાં આવેલા એવોર્ડ ફંક્શનમાં મહોમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બૂમરાહ આ ખેલાડીઓને ક્રિકેટર ઑફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શુભમન ગિલને વર્ષ 2023 માટે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીને 2019-20 માટે, રવિચંદ્રન અશ્વિનને 2020-21 માટે અને જસપ્રીત બુમરાહને 2021-22 માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મહિલા ખેલાડીઓમાં દીપ્તિ શર્માને 2023ની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાને 2020-22ની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. જ્યારે દીપ્તિ શર્માને 2019-20 માટે એવોર્ડ મળ્યો હતો.મહાન ખેલાડી ફારૂક એન્જિનિયરને કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ભારત માટે 46 ટેસ્ટ અને પાંચ વનડે રમી હતી. રવિ શાસ્ત્રીને પણ કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી છે. તેઓ બે વખત ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2016 વચ્ચે ટીમ ડાયરેક્ટર હતા. તે પછી તેઓ 2021 ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમના મુખ્ય કોચ રહ્યા હતા.