આધુનિક સમયમાં સેલ્ફીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પોસ્ટ કરવાનું અને સેલ્ફીને જોવાનું ચલણ ખૂબ વધી ગયું છે. જો કે એનાથી મનોવૈજ્ઞાનિક રીતે નકારાત્મક અસર પડે છે. જો કે સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે ફેસબુક પર સેલ્ફીને વારેવાર દેખવાથી આત્મ સમ્માનમાં ખામી આવે છે. આટલું જ નહીં, એનાથી જીવનને લઇને સંતુષ્ટિની ખામી પણ થવા લાગે છે.
અમેરિકાના સંશોધનકર્તાનું કહેવું છે કે અત્યાર સુધી સેલ્ફીને પોસ્ટ કરવા અને લાઇક કરવી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એના માટે લોકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. જો કે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એનું ઉલ્ટું પરિણામ જોવા મળ્યું છે. એનાથી જાણવા મળ્યું કે જ્યારે લોકો ફેસબુક પર પોતાની અને બીજાની સેલ્ફીને જોવે છે, જેના કારણે પોતાની જાતને ઓછા સારા માને છે. એના કારણે એમના આત્મ સમ્માનમાં ખામી આવવા લાગે છે. આ શોધ એક પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે.