રેસકોર્સ ખાતે આર્ટ ઓફ લીવીંગ દ્વારા જાજરમાન આયોજન ૧ લાખથી વધુ લોકો કાર્યક્રમનો લાભ લેશે: મુખ્યમંત્રી રૂપાણી અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહેશે
આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિધા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મીનો અદ્રુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદ્ભાગ્ય અને શકિત એ આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે. જેનું આયોજન આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દિવાળીના પર્વ નિમિતે તા.૭ બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં ગૂરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યું છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગૂરૂદેવ શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં દિવાળીના આ પાવન પર્વ નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીને સાંજે રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી પણ વધારે લોકો લેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી તેમજ ગવર્નર વજુભાઈ વાળા ખાસ હાજર રહેશે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવારના સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ભૂજના ૯૦૦થી વધુ ગામોમાં ૨૭૦૦થી વધુ પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી છે.
આ પ્રતિનિધિઓ પોતાના ગામ માટે આર્ટ ઓફ લીવીંગ પરિવાર સાથે મળીને ગામમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે મેડિકલ કેમ્પ અને શૈચાલય તેમજ ઓર્ગેનિક ખેતી માટે જનજાગૃતિ ફેલાવશે. આ તમામ પ્રતિનિધિઓને આર્ટ ઓફ લીવીંગના ગૂરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી રૂબરૂ મળશે અને તેની સાથે ચર્ચા કરશે.
દિવાળી એટલે ઉજાશનો તહેવાર છે. ત્યારે લોકોના જીવનમાં પણ ઉજાશ પથરાય અને લોકો સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવે એવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર આશ્રમ ખાતે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ગુરૂકુળની સપના વર્ષો પહેલા કરવામાં આવી છે.
જયાં બાળકો ચાર વેદોની શિક્ષા પ્રાપ્ત કરે છે અને ૧ વેદ ભણતા ૧૨ વર્ષનો સમય લાગતો હોય તો આવા વિદ્વાન પંડિતો દ્વારા પુજા અર્ચના કરવામાં આવે તો સમાજમાં સકારાત્મકતા ફેલાય છે હવન તા. ૭ નવેમ્બરને બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રાખેલ છે.
તેવું આજે ‘અબતક’નીક મૂલાકાતે આવેલા સ્વામી સર્ણજી, નિલેશભાઈ ચંદારાણા, ભરતભાઈ ગણાત્રા, તુષારભાઈ વાકાણી, ડો.વી.વી. દુધાત્રા, રાજેશ ત્રીવેદી, ભુપેન્દ્રસિંહ વાઘેલા, પ્રકાશભાઈ ઉપાધ્યાય, અંકિત મહેતા, દેવાંગ પંડયા, કુશલ મહેતા, અને વિનોદભાઈ મજેઠીયાએ કહ્યું હતુ.