કિર્તન ઉત્સવ તેમજ અબીલ ગુલાલથી ધુળેટી ઉજવાશે: મહાપ્રસાદનું આયોજન
વૈદવાડીમાં આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે પવિત્ર વાતાવરણમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી દર માસની પુનમ, ઉમંગભેર ઉજવવામાં આવે છે. એવી જ રીતે ગુરુવારે પણ પુનમના દિવસે વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લઈ સૌ ઓશો સન્યાસીઓ, સાધકો આગામી પૂણ્યનો પ્રસાદ ચાખશે. તા.૧ને ગુરુવારના રોજ પુનમ નિમિતે પરંપરાનુસાર ઓશો ધ્યાન શિબિરનું આયોજન સ્વીત્ઝરલેન્ડના સ્વામિ પ્રેમમૂતિ દ્વારા કરવામાં આવ્યું છે. બપોરના ૩ થી ૮:૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સન્યાસ ઉત્સવ, સંધ્યા સત્સંગ તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે તથા ઓશો સન્યાસી નિતીનભાઈ મીસ્ત્રી (સ્વામિ દૈવ રાહુલ)નું પુનમ નિમિતે શિબિર પરનું વિશેષ પ્રવચન યોજાશે.
શિબિર સમાપન બાદ રાત્રે મહાપ્રસાદ યોજાશે. ત્યારબાદ રાબેતા મુજબ રાત્રે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન ડો.બકુલભાઈ ટીલાવત દ્વારા તથા કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨ને શુક્રવારના રોજ ધુળેટી નિમિતે હરસાલની માફક આ વર્ષે પણ સવારે ૯:૩૦ થી ૧૨ દરમ્યાન ધુળેટી ઉત્સવ ઓશો કિર્તન દ્વારા ઉજવવામાં આવશે. જેમાં ફકત અબીલ-ગુલાલથી ધુળેટી ઉત્સવ ઉજવવામાં આવશે. પૂનમન. શિબિરમાં સહભાગી થનાર વ્યકિતએ પોતાનું નામ રજી. કરાવવું જ‚રી છે. શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ પ્રેમ મૂર્તિ તથા સ્વામિ સત્ય પ્રકાશે અનુરોધ કરેલ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી ખાતે સમગ્ર કાર્યક્રમ યોજશો. વિશેષ માહિતી તથા નામ નોંધણી કરાવવા માટે સ્વામિ સત્ય પ્રકાશ મો.નં.૯૪૨૭૨ ૫૪૨૩૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
સક્રિય ધ્યાન યજ્ઞનો કાલથી પ્રારંભ
પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વિશ્ર્વભરમાં ઓશો સક્રિય ધ્યાન યજ્ઞ ૧ માર્ચ થી ૨૧ માર્ચ સુધી ચાલશે. ઓશોની આ ધ્યાન પઘ્ધતિ ઘણી પ્રસિદ્ધ અને લોકપ્રિય થયેલી છે. તેના અનુસંધાને રાજકોટમાં આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સવારે ૬ થી ૭ નિયમિત આ ધ્યાન પ્રયોગ થશે. ૧ લાક દરમ્યાન પાંચ ચરણમાં આ ધ્યાન થશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ચરણ ૧૦-૧૦ મિનિટનું રહેશે. જયારે અંતિમ બે ચરણ ૧૫-૧૫ મિનીટના રહેશે. આ ધ્યાન શિબિર ૨૧ દિવસ ચાલશે. જેમાં જોડાવા સ્વામિ સત્ય પ્રકાશે અનુરોધ કર્યો છે.