સ્વામિ જગદીશભાઈ પટેલ તથા બળવંતભાઈ વામજાને પુષ્પાંજલી સાથે હૃદયાંજલી
છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું રાજકોટનું ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે આજે શનિવારના રોજ ઓશો મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાન ઘ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધ્યાનોત્સવ કાર્યક્રમ દરમ્યાન ઓશો કિર્તન, સંધ્યા સત્સંગ, વિડીયો દર્શન, સન્યાસ ઉત્સવ તથા હાલમાં નિર્વાણ પામેલા ઓશો સન્યાસી સ્વામિ જગદીશભાઈ કે.પટેલ તથા બળવંતભાઈ વામજાને પુષ્પાંજલી સાથે હૃદયાંજલી અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ (હરિહર)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૮ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ ઓશોના પિતાજી સ્વામિ દૈવતીર્થ ભારતી નિર્વાણ પામ્યા. તેના અનુસંધાને ઓશો સન્યાસીઓએ આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરેલ ત્યારે ઓશોએ કહેલ આ દિવસ ફકત સ્વામી દૈવતીર્થ ભારતી પુરતો સિમીત નહીં પરંતુ જે કોઈ ઓશો સન્યાસીઓ નિર્વાણ પામ્યા છે અને નિર્વાણ પામશે તેઓને આ દિવસ અર્પણ કરીને સમસ્ત ઓશો જગત માટે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવાનું સુચન કરેલ અને ત્યારથી તા.૮ સપ્ટેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વ્યસ્ત જીવનમાં તમામ સાંસારિક કાર્ય કરતા રહીને પણ વ્યકિત પોતાની અંતયાત્રા દ્વારા આધ્યાત્મિક શાંતિ તેમજ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે પૂર્ણ સ્વતંત્રતાથી પ્રેમમયી જીવન જીવવાની કલા શિખવતી ઓશો ધ્યાન પઘ્ધતિ દરેક સંપ્રદાયના સાધક વર્ગને માટે ખુબ જ પ્રયત્નશાળી છે.
ઉપરોકત ઓશો મહાપરિનિર્વાણ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર મુંબઈના સ્વામિ જીતુભારતીએ ૬ થી ૯ સપ્ટેમ્બર દરમ્યાન ચાર દિવસીય ગુર્જીએફ મુવમેન્ટ સેન્ટ સિસ્ટમની શિબિરનું આયોજન કરેલ છે તેઓના સંચાલનમાં આ શિબિર થવાની છે તેઓ ધ્યાનોત્સવમાં મુખ્ય મહેમાન છે.
મહાપરિનિર્વાણ શિબિર તથા ધ્યાનોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ સત્યપ્રકાશ, પૂર્વીદીદી તથા ઈનર સર્કલ હાર્દિક અનુરોધ કરેલ છે.
વધુ વિગત માટે સ્વામિ સત્ય પ્રકાશ મો.નં.૯૪૨૭૨ ૫૪૨૭૬ તથા મીસ્ત્રી નિતીનભાઈ મો.૯૯૨૪૨ ૩૪૦૯૬ અથવા જયેશભાઈ કોટક મો.૯૪૨૬૯ ૯૬૮૪૩ ઉપર સંપર્ક કરવો.