બાંધકામ સાઇટ પર કામ કરી રાત્રીના રેંકી કરી ચોરીને અંજામ આપતા: સોના-ચાંદીના દાગીના રોકડ મળી રૂ. ૫૬ હજારનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
શહેરમાં બે સ્થળે ઘરફોડ ચોરી કરનાર ઓરીસ્સા ગેંગના ત્રણ શખ્સોને પ્ર.નગર પોલીસે ઝડપી પાડી ચાંદીના દાગીના રૂ. ૧૭ હજાર તથા રોકડ રૂ. ૩૫ હજાર મળી કુલ રૂ.૫૨ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમૃત રેસીડન્સીમાં ચાલુ બાંધકામના એપાર્ટમેન્ટમાં ઓરિસ્સા ગેંગના ત્રણ માણસો રાત્રીના સમયે બંધ મકાનોની રેંકી કરી ચોરી કરતા હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ સ્ટેશના પી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી. પટેલ એ.એસ.આઇ. સુરેશ જોગરાણાની ટીમે દરોડા પાડી પબિત્ર ઉર્ફે પવિત્ર અકીલ નાગ (ઉ.વ.૩૦), અજય ગજાન નાગ (ઉ.વ.૪૦), ગોવરધન ઉર્ફે પીન્ટુ નીત્યાનંદ (ઉ.વ.રપ) (રહે. બધા ઓરીસ્સા) ની ધરપકડ કરી હતી. પોલીસની આકરી પુછપરછમાં ત્રણેય શખ્સોએ બે સ્થળો પર ચોરી કર્યાની કબુલાત આપતા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂ. ૫૭૦૦૦ નો મુદામાલ કબ્જે કરી પોલીસે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ત્રણેય આરોપીઓ જે વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોય તે વિસ્તારની આજુબાજુ રેંકી કરી જે મકાન ઉપર કે નીચેના માળમાં તાળા મારેલા ન હોય તેને નીશાન બનાવી દિવાલ ટપી અંદર ધુસી જે માળે તાળુ મારેલુ ન હોય તે માળે રૂમના બહારના ભાગેથી આગરીયો બંધ કરી તાળુ મારેલા દરવાજાના નકુચા સળીયા વડે ચોરી કરતા હતા