મૂળી ક્ષત્રિય સમાજની બાળાઓએ માંડવરાયજી દાદાની સુર્યસપ્તમી ની ઉજવણીના ભાગરૂપે જીવતા સાવજના દાન દેનાર ચાચોજી પરમાર ના કુળની નાની બાળાઓએ યુવાનોને પણ શરમાવે તેવી સટાસટ તલાવાર બાજી કરી હજારોની ઉપસ્થિત જનમેદનીને મંત્ર મુગ્ધ બનાવી દિધા હતા.
તલવાર રાસ રમતા દુર્ગેશ્વરીબા એ જણાવ્યા મુજબ એક તેતર પક્ષી ના કારણે પોતાનો જીવના બલિદાન દેનારા અમારા પુર્વજોના શોર્ય અને મા જોમબાઇના આશિર્વાદ થકી ધર્મરક્ષા અને સવ્યંમ પોતાની રક્ષા કાજે જરૂરપડયે રણચંડી નુ રૂપ ધારણ કરી તલવારો ઉપાડી અમે જીવનાભોગે ક્ષત્રિય ધર્મ નિભાવશુ હવામા વિઝાંતી ચમકતી તલવાર લઇ ક્ષત્રિય પરિવાર ની બાળાઓએ તલવાર રાસ દરમ્યાન હેરત ભર્યો પ્રયોગો કરતા અદભુત નજારો જોનારા સૌકોઇ દંગ રહી ગયા હતા