મહેસૂલ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે

ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. આ અંગે ગાંધીનગરના લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક દ્વારા પ્રેસ રીલિઝમાં જણાવાયું છે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in  અથવા https://garvibeta.gujarat.gov.in  ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે.

નોંધનીય છે કે, ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના આ મહત્વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્યામાં નાગરિકોને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

આ નિર્ણયથી લોકોનો સમય અને નાંણાની બચત થશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયા બંનેની બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.