પ્રથમ વર્ષના વિર્દ્યાથીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી
દેવકીબા મોહનજી ચૌહાણ કોલેજમાં ઓરીએન્ટેશન ઈવેન્ટ અને ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ દરમિયાન કોલેજનું વાતાવરણ ઉત્સાહ અને ઉર્જાથી ભરાઈ ગયું હતું. ઓરીએન્ટેશનની ઈવેન્ટમાં પ્રથમ વર્ષના વિર્દ્યાથીઓને કોલેજના પ્રિન્સીપાલ ડો.અંબાદાસ જાદવે દેવકીબા કોલેજી પરિચિત કરાયા હતા. આ વર્ષે કોમર્સ અને બીએએમએસમાં સીટ વધવા છતાં ઘણા વિર્દ્યાથીઓને એડમીશન ન મળવા પર ખેદ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે પ્રયાસ કરીએ છીએ કે, આવતા વર્ષે સીટોની સંખ્યા વધે અને દરેક વિર્દ્યાથીને આસાનીથી એડમીશન મળી જાય.
નવા વિર્દ્યાથીઓને કોલેજના અલગ અલગ મુદ્દા કોલેજના પાઠયક્રમ, કોલેજની પ્રણાલી અને વિવિધ રચનાત્મક ગતિવિધિઓથી માહિતગાર કરાયા. કેમ કે આ દુનિયામાં પડકારો ખુબજ છે પરંતુ તેનું રચનાત્મક દિમાક કેવી રીતે સમાધાન શોધવું તે માટે સક્ષમ છે. આ અવસર પર લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેસિંહ ચૌહાણે પ્રથમ વર્ષના વિર્દ્યાથીઓનું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી. મુખ્ય અતિથિ અનંત ડી.નીકમે પ્રથમ વર્ષના વિર્દ્યાથીઓને દેવકીબા કોલેજ અને મુંબઈ વિશ્વ વિદ્યાલયનો હિસ્સો બનવા પર શુભકામના પાઠવી. તેમણે વિર્દ્યાથીઓને કહ્યું કે, પોતાની જવાબદારીનું પાલન એક સારા વિદ્યાથી, વ્યક્તિ અને નાગરિક બનવાથી થાય છે. ફ્રેશર્સ પાર્ટીમાં પ્રથમ વર્ષના વિર્દ્યાથીઓએ સીનીયર્સ વિર્દ્યાથીઓ દ્વારા આયોજીત કાર્યક્રમોનો ખુબજ ઉત્સાહી લાભ લીધો. આ અવસર પર લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના અનંત નિકમ, એ. નારાયનન્, જયેન્દ્રસિંહ રાઠોડ, કોલેજના પ્રિન્સીપાલ ડો.અંબાદાસ જાધવ, લાયન્સ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સીપાલ પી.ધનશેખરન્, નિરાલી પારેખ અને લો-કોલેજના ઈન્ચાર્જ નિશા પારેખ સહિતના કોલેજ અને સ્કૂલના શિક્ષક, શિક્ષીકાઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં.