બેડલોનના મામલે આરબીઆઈએ વિશેષ નિયંત્રણો લાદ્યા
ઓરીયન્ટલ બેંક ઓફ કોમર્સ શંકાના દાયરામાં આવી ગઈ છે. આથી જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓરીયન્ટલ બેંક પર વિશેષ નિયંત્રણો લાદ્યા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઓરીયન્ટલ બેંક ઓફ કોમર્સ તે કેન્દ્ર સરકાર હસ્તકની એટલે કે જાહેર ક્ષેત્રની બેંક છે.
ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સમાં બેડ લોનનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. કેન્દ્ર સરકાર હસ્તકની જાહેર ક્ષેત્રની ૨૧ પીએસયુ બેંકો પૈકી ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ૭માં ક્રમની એવી બેંક છે. જેના પર ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ માસ બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયંત્રણો લાદ્યા છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં બેડ લોનનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. આથી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં માર્ચ માસ બાદ કેન્દ્ર સરકારની ભલામણ બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ સાત પીએસયુ બેંકો પર નિયંત્રણો લાદી દીધા છે.
આ સાત પીએસયુ બેંકોમાં ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ઉપરાંત આઈડીબીઆઈ બેંક, ઈન્ડીયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, દેના બેંક, ઈન્ડીયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક વિગેરે સામેલ છે. આ બેંકોમાં ધીરાણ બાદ બિન વસુલાત થયેલી લોનનો આંકડો ઘણો મોટો છે.