૨૦૨૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ એ સરકારનો ધ્યેય છે.
• દેશના ૨૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇંજેક્ટેબલ રસિકરણ અભિયાનમાં ૯૫ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે.
• ગુજરાતમાં ૯ મહિના થી લઇને ૧૫ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસિકરણમાં આવરી લેવાશે.
• પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ ૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે.
• ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્યકેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે.
• એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.
• આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે.
• ૪૦,૦૦૦ આશાવર્કર બહેનો અને ૫૦,૦૦૦ આંગણવાડી કાર્યકર બહેનો આ ઝુંબેશમાં સેવા આપશે.