- રણછોડદાસજીબાપુ આશ્રમના વંડામાં સર્વ જ્ઞાતિની બહેનોને પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમશે
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ખોડલધામ ઇસ્ટ ઝોન ટીમ
નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજની બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં ઇસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ઇસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનુ સુંદર અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઇટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રી મહોત્સવ યોજાશે. તા. ર6 સપ્ટેમ્બરથી પ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં સુપ્રસિઘ્ધ ગાયક કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા તુષાર નંદાણીએ જણાવ્યું ઇન્ટ ઝોન રાજકોટમાં ખોડલધામ નવરાત્રિી મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો- દીકરીઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાકિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઇ છે.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઇસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. રણછોડદાસ બાપુ આશ્રમનો વંડો, સિઘ્ધિ વિનાયક પાર્કની સામે, કુવાડવા રોડ પર જાજરમાન આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે દાંડીયા કવીન યોગીતા પટેલ, વર્સેટાઇલ પ્લેબેક સિંગર નીરવ રાયચુરા, શ્રૃતિ પટેલ, ગૌરવ પરમાર (ન્યુ રીધમ એરકેસ્ટ્રા) અને એન્કર તરીકે આરજે વિનોદ જોડાશે. ઇસ્ટ ઝોન આયોજીત ખોડલધામ નવરાત્રિ મહોત્સવના પાસનું બુકીંગ શરુ થઇ ગયું છે. તો પાસ મેળવવા માટે અમૃત હાઇટસ પ0 ફુટ ડી માર્ટ રોડ, સમર્પણ પાર્ટી પ્લોટ પાસે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે મો. નં. 98244 37932, 98255 00490, 98795 11501 ઉપર સંપર્ક કરવો.
મુખ્ય આયોજક સમિતિ ભરતભાઇ પીપળીયા-ક્ધવીનર, બાબુભાઇ ટોપીયા-ક્ધવીનર, પરેશભાઇ લીંબાસીયા-ક્ધવીનર, તુષારભાઇ નંદાણી- સહ ક્ધવીનર, અમીતભાઇ અણદાણી-સહ ક્ધવીનાર, વિમલભાઇ મુંગરા સહ ક્ધવીનર, વિશાલભાઇ રામાણી સહ ક્ધવીનર, તેમજ 300 થી વધારે ભાઇઓ-બહેનો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.