૨૧ થી ૨૪ દરમિયાન યોજાનાર આ શિબિરનું સંચાલન સ્વામિ વિઠ્ઠલ કરશે
આગામી તા.૨૧ થી ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિર અને સન્યાસ ઉત્સવનું આયોજન રાજકોટના ઉધોગપતિ કનુભાઈ કાલાવડીયાએ કરેલ છે. શિબિરનું સંચાલન મુંબઈના સ્વામિ વિઠ્ઠલ કરવાના છે. શિબિરનું સ્થળ રાજકોટ થી ૧૫ કિમીના અંતરે આવેલ. કાલાવડ રોડ પર ઈશ્વરીયા ગામે પ્રાકૃતિક ઝાડ પાનથી અને વનરાયોથી ઘેરાયેલ કનુભાઈનું ફાર્મ હાઉસ પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સંચાલક સ્વામિ વિઠ્ઠલ ૧૯૭૬માં રજનીશ મેડીટેશન સેન્ટરના સ્થાપક અને સંચાલક તરીકે નિયુકતી કરવામાં આવેલ. તેમજ અસંખ્ય શાળા, કોલેજ તેમજ અઘ્યાત્મક સભાઓમાં સંબોધન કરી સાચી દિશા નિદર્શન કરાવી રહ્યા છે. તેઓનું પુસ્તક શાશ્વત મહામંત્ર જૈનાચાર્યો દ્વારા પણ પ્રસ્તુતી પામેલ છે. હિમાચલ પ્રદેશ દ્વારા આચાર્ય એવોર્ડ અર્પી સન્માનિત તેઓ ખુબ જ સારા વકતા તેમજ પ્રશ્નોતરીના પુરસ્કર્તા છે. તેઓના સાનિઘ્યમાં ચાર દિવસીય ઓશો ઘ્યાન શિબિરમાં સહભાગી થવું એ જીવનનો મંગલ અવસર બની રહેશે.
શિબિરનું સ્થળ રાજકોટથી ૧૫ કિમીના અંતરે કાલાવડ રોડ પર ઈશ્ર્વરીયા ગામના રસ્તા પર ૩ કિમી દુર ગામ પાસે આવેલું છે. ફાર્મ હાઉસ પર રહેવા માટે રૂમો તથા સ્વીમીંગ પુલ અને ગાર્ડન વગેરેની વ્યવસ્થા છે. શિબિરનો શુભ આરંભ તા.૨૧ને ગુરુવારના રોજ સાંજે ૫ વાગ્યે કનુભાઈ દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવશે. તા.૨૪ને રવિવારના રોજ બપોરે ૧ વાગ્યે શિબિર સમાપન થશે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સંઘ્યા સત્સંગ, ડાયનેમીક કરાવવામાં આવશે. દરરોજ શિબિર બાદ રાત્રે સંગીત સંઘ્યા તથા હાસ્ય કાર્યક્રમ રહેશે.
શિબિરમાં સહભાગી થવા માટે સાધકે નામ નોંધણી તા.૨૧ સુધીમાં કરાવવું અત્યંત જરૂરી છે. નામ નોંધણી રૂબરૂ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, ૪ વૈદવાડી પર રૂબરૂ અથવા સાથમાં આપેલા મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા કરાવી શકાશે. ઉપરોકત શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને કનુભાઈ કાલાવડીયાએ હાર્દિક અનુરોધ કરેલ છે.