શોપીંગ હવે ઓફ લાઇન સંબંધો રહે ઓનલાઇન જેવા સૂત્ર સાથે યોજાનાર આ એક્ઝિબીશનમાં વિવિધ વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહેશે: આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
છેલ્લા થોડા સમયથી ઓનલાઇન પોર્ટલ પર ખરીદીનું પ્રમાણ વઘ્યું છે. જેના પરિણામે સ્થાનીક સ્તરે કે ગૃહ ઉઘોગ સ્વરુપે વ્યવસાય કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાની બુમરાણ છે. ત્યારે એક જ સ્થળે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધનાના ઉદાહરણરુપે આ.ભ.પ.પૂ. યશોવિજય સૂરીશ્ર્વજીના આશીર્વાદ અને પ્રેરણાથી આગામી તા. ૧૯ અને ર૦ ઓકટોબર શનિ અને રવિવારના રોજ સવારે ૧૧ થી રાત્રે ૧૧ બે દિવસીય શ્રી મણિભદ્ર દિપાલી બાઝારનું આયોજન એસી બેન્કવેટ હોલ, હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ પાસે કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનનું શનિવારે સવારે ૧૧ વાગ્યે રીબીન કાપીને ઉદધાટન મેયર બીનાબેન આચાર્યના હસ્તે થશે અતિથિ વિશેષ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો. વિજયભાઇ દેશાણી, જાણીતા યુવા ઉઘોગપતિ રાજુભાઇ કેસ્ટ્રોલ, જાણીતા જૈન અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતા, ડો. મેહુલ રૂપાણી, કલ્પકભાઇ મણિયાર, જીતુભાઇ ચાવાળ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉ૫સ્થિત રહેશે.
આ તકે આયોજકો ગૌરવભાઇ દોશી, મનીષભાઇ પારેખ, રાજેશભાઇ સંધવી, પરેશભાઇ આશિષ, પ્રતિકભાઇ જયભાઇ મહેતા, એ અબતકની મુલાકાત લીધી હતી.
સમગ્ર આયોજન ને જૈન અગ્રણીઓ ચંદ્રકાંતભાઇ શેઠ, એડવોકેટ કમલેશભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, પિયુષભાઇ શાહ, મધુભાઇ ખંધાર, મિલનભાઇ કોઠારી, અમીનેષભાઇ રુપાણી, જીતુભાઇ કોઠાર ઇશ્ર્વરભાઇ દોશી, ડોલરભાઇ કોઠારી, સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.