એક સમય હતો જયારે ફિલ્મ બનાવવી , રજુ કરવી વગેરે બાબતો મુંબઇનાં બોલીવુડ પુરતિ મર્યાદિત હતી. આથી જ યુવાન અને યુવતીઓ મુંબઇની વાટ પકડતા અને ત્યાં સંઘર્ષનાં અંતે પોતાનું સ્થાન બનાવતા.પરંતું વર્તમાનમાં મોડર્ન માસ મિડીયાનાં સંશાધનો અને સોશ્યલ મિડીયાનાં આધુનિક માધ્યમોનો વ્યાપ્ત થતા હવે કેમેરાનું સ્થાન મોબાઇલ ફોને લીધું છે.તો થીયેટરોનું સ્થાન સોશ્યલ મિડીયા જેવા કે ફેસબુક , યુટયુબ ,ઇન્સ્ટાગ્રામ , ટીકટોક જેવા પ્લેટફોર્મે લીધુ છે.
જેનાં કારણે દુરદરાજનાં ગ્રામીણક્ષેત્રમાં રહેતી વ્યક્તિની કલા આ માધ્યમો દ્રારા દેશ-દુનિયા સમક્ષ આવી રહી છે અને ફિલ્મ નિર્માણ અને અભિનય જેવા કલાનાં ક્ષેત્રે વ્યાપક તકો ઉભી થઇ છે. આ ક્ષમતાનાં વિકાસ માટે નિ:શુલ્ક તાલીમ આપી અને દેશનાં નામાંકિત કલાકારો સાથે કાર્ય કરવાની તક તો પુરી પાડે જ છે.સાથો સાથ તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરે છે.
જેને અંતર્ગત છેલ્લા આઠ (8) વર્ષથી દર બે વર્ષ લઘુ ,ડોક્યુમેન્ટરી , એનિમેશન , કેમ્પસ જેવિ ફિલ્મની વિધાને લઇને રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવાર્ડનું આયોજન કરવામાં આવે છે.આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવો જ એક રાષ્ટ્રીય લઘુ ફિલ્મ ફેસ્ટીવલ ભોપાલ ખાતે યોજાનાર છે.
સૌરાષ્ટ્ર પ્રાંત દ્રારા તા.31 ને રવિવારનાં રોજ સવારે 10.30 થી 6.00 દરમ્યાન શિલ્પન નોવા -રાજકોટ ખાતે આંતરાષ્ટ્રીય લઘુ અને ડોકયુમેન્ટરી ફિલ્મ એવાર્ડ વિજેતા કમલેશભાઇ ઉદાસીનાં માર્ગદર્શન તળે એક દિવસીય કાર્યશાળા યોજાશે.આ માટે 15 દિવસથી ચિત્ર ભારતી દ્રારા એક રજીસ્ટ્રેશન લીંક પ્રસીદ્ધ કરાયેલી જેમાં લગભગ સવા બસો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જેમને કમલેશભાઇ આ દિવસે નિ:શુલ્ક પણે ફિલ્મનાં પાઠ શિખવાડશે.અંતમાં એ દિવસે લોહ પુરુષ સરદારની જન્મજયંતિ હોય એમનાં પરનાં એક ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે.આ પ્રસંગે રાજકોટની ફિલ્મકલા અને સંગિતક્ષેત્રે નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી અને પ્રોત્સાહન પુરુ પાડશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચિત્ર ભારતીનાં હર્ષભાઇ , સતિષભાઇ , માધવભાઇ , નિલેશભાઇ, હર્ષભાઇ રાવલની ટીમ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી રહી છે.આ વિષયક કોઇપણ માહિતી માટે ચિત્ર ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનાં ઇન્ચાર્જ હર્ષભાઇ ફોન નંબર – 9824345218 અને સતિષભાઇ ગજેરા – 9974890190 ઉપર રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ , ફિલ્મકલા રસિકો સંપર્ક સાધી શકશે.