તા.૬ મે થી ૧૫ મે સુધી રમતો જુદા-જુદા સ્થળોએ રમાશે
જીલ્લાકક્ષા સમર કોચીંગ કેમ્પનું આયોજન જીલ્લા રમત-ગમત સ્પોર્ટસ વિભાગ દ્વારા તા.૬ મે થી તા.૧૫ મે સુધી કરવામાં આવશે. જેમાં ખેલ મહાકુંભ દ્વારા ૨૦૧૮માં રમાયેલ બધી જ રમતનો સમાવેશ કરવામાં આવશે. કુલ ૧૨ રમતોમાં એથ્લેટીકસ, બાસ્કેટ બોલ, જીમ્નાસ્ટીકસ યોગા, બેડમીન્ટન, લોનટેનીસ, જુડો, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કોચીંગ કલાસમાં ખેલ મહાકુંભ ૨૦૧૮નાં ૯,૧૧,૧૪ અને ૧૭ વય જુથના ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ એમ ૬૦ ખેલાડીઓ ૧ ગેમમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં ૩૦ મહિલા ૩૦ પુરુષ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. જીલ્લા રમત-ગમત વિભાગ દ્વારા ખેલાડીઓને નાસ્તો અને દિવસનો આવવા-જવાનો પ્રવાસ ખર્ચ સરકારના નિયમો અનુસાર ચુકવવામાં આવશે તથા તમામ ખેલાડીઓને કેપ અને સર્ટીફીકેટસ આપવામાં આવશે.
રમા કે મધરા: સીનીયર કોચ, રાજકોટ ડિસ્ટ્રીકટ
ખેલાડીઓની પ્રતિભા નિખારવા તથા તેમણે રમત-ગમતમાં આગળ વધે, કાર્યક્ષમતાને આગળ લઈ જવા માટે દર વર્ષે ખેલે ગુજરાત કોચીંગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જયાં ખેલમહાકુંભના ૧,૨,૩ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ૧ ગેમમાં ૬૦ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. જેમણે સરકાર તરફથી નાસ્તો આવવા-જવાનું ભાડુ તથા કોચીંગ આપવામાં આવશે.
કયાં સ્થળે કઈ રમત રમાશે
ક્રમ |
રમત |
સ્થળ |
સમય |
૧ | એથ્લેટીકસ | સિન્થેટીકસ રેસકોર્સ મેદાન | ૩૦ થી ૯:૩૦ |
૨ | બાસ્કેટબોલ | બાસ્કેટબોલ, રેસકોર્સ મેદાન | ૬:૩૦ થી ૯:૩૦ |
૩ | જીમ્નાસ્ટીક | જીમ્નાસ્ટીક હોલ, બાલભવન | ૯:૩૦ થી ૧૨:૩૦ |
૪ | યોગા | ઈન્ડોર હોલ, રેસકોર્સ | ૬:૩૦ થી ૯:૩૦ |
૫ | બેડમિન્ટન | ઈન્ડોર હોલ, રેસકોર્સ | ૬:૩૦ થી ૯:૩૦ |
૬ | લોન ટેનીસ | સિન્થેટીક ટેનીસ કોર્ટ, રેસકોર્સ | ૬:૩૦ થી ૯:૩૦ |
૭ | જુડો | જુડો હોલ,બાલભવન | ૬:૩૦ થી ૯:૩૦ |
૮ | ખો-ખો | સર્વોદય સ્કુલ, પીડીએમ કોલેજ | ૬:૩૦ થી ૯:૩૦ |
૯ | કબડ્ડી | સર્વોદય સ્કુલ, પીડીએમ કોલેજ | ૬:૩૦ થી ૯:૩૦ |
૧૦ | વોલીબોલ | ધમસાણીયા કોલેજ, કોટેચા ચોક | ૬:૩૦ થી ૯:૩૦ |
૧૧ | હેન્ડબોલ | મહિલા કોલેજ, કાલાવડ રોડ | ૬:૩૦ થી ૯:૩૦ |
૧૨ | સ્કેટીંગ | સ્કેટીંગરીંગ, બાલભવન | ૬:૩૦ થી ૯:૩૦ |