અષ્ટ દિવસીય પદયાત્રા બાદ ૨ ડિસેમ્બરની પાવન પ્રભાતે સમ્મેત શિખરજી સ્મૃતિ યાત્રા

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પર્યુષણ પર્વના દ્વિતીય દિવસે, પુષ્ય નક્ષત્રના યોગમાં આગામી ૨૪ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર સુધી પેટરબારથી ૨૦-૨૦ તીર્થંકરના નિર્વાણ કલ્યાણકથી શોભતા સમ્મેત શિખરજી  સ્પર્શના માટે યોજાનાર અષ્ટ દિવસીય  સંઘ પદયાત્રાનું મુહૂર્ત પ્રદાન થતા સર્વ ભાવિકોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો.

organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj

સંત, સતીજી, શ્રાવક અને શ્રાવિકા- આ ચારના સમૂહને ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘ ફરમાવ્યું છે. જૂનાગઢ નિવાસી સોની પરિવારના અને તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવ રતિલાલજી મહારાજ સાહેબના અનન્ય ગુરુભક્ત એવા નટવરલાલ વચ્છરાજ ચોક્સીની છેલ્લા ઘણા સમયથી ભાવના અને વિનંતી હતી કે એક સંઘ પદયાત્રા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યે યોજાય, જેમાં રસ્તામાં આવનાર ગામોગામમાં ધર્મની પ્રભાવના થાય અને અહિંસા ધર્મનો નાદ પ્રસરે. તેઓની ભાવભરી વિનંતીનો સ્વીકાર કરીને આજે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી સંઘયાત્રાનું મુહૂર્ત ૨૪ નવેમ્બર, કારતક વદ તેરસ, રવિવારના શુભ દિનનું પ્રદાન થતા ઉપસ્થિત ભાવિકોએ હર્ષ હર્ષના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું.

સંઘ પદયાત્રાના લાભાર્થી ચોકસી પરિવાર વતી દીપકભાઈ નટવરલાલ ચોકસીએ કેસર છાંટણા દ્વારા મુહૂર્ત પત્રને વધાવીને આઠ દિવસના અણમોલ ગુરૂ સાન્નિધ્યમાં ધર્મ આરાધનાનો લાભ મેળવવા વધારેમાં વધારે ભાવિકોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. પૂર્વ ભારત પર અનેક ઉપકાર કરનાર નેત્રજ્યોતિપ્રદાતા પૂજ્ય જયંતમુનિ મહારાજ સાહેબની પાવનભૂમિ, પેટરબારથી સંઘનુ વાજતે ગાજતે જિનશાસનની ધજા લહેરાવતા પ્રસ્થાન થાશે. માર્ગમાં આવતા દરેક ગામના દરેક ઘરમાં ગોળની ભીલીનું વિતરણ થશે. અહિંસા ધર્મનો નાદ ગામોગામ ગુંજશે અને સંઘની પધરામણીની યાદ સ્વરૂપ પક્ષીની ચણ માટેના ચબૂતરાનું નિર્માણ થશે. દરરોજ પરોઢિયે પ્રાર્થના, બંને સમયનું પ્રતિક્રમણ, ૧૨-૧૩ કિ.મી સુધીનો વિહાર, પ્રવચન, ભક્તિ વગેરે આયોજન થકી ભાવિકોની પળે પળ સાર્થક અને સફળ થશે. પગલે પગલે પ્રભુસમ જીવનશૈલીની પ્રતીતિ કરતા આ સંઘ પદયાત્રા કલ્યાણયાત્રાનો માર્ગ બની જશે.

organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj
organizing-a-sangh-padra-yatra-in-east-india-under-the-inspiration-of-rashtrasant-pujya-nammuni-maharaj

બીજી ડિસેમ્બરના રોજ ગુરુ સાનિધ્યે ૨૦- ૨૦ તીર્થંકરોની ચરણરજની સ્પર્શનાનો સુવર્ણ અવસર હશે જયારે તીર્થભૂમિ સમ્મેત શિખરજીની સ્મૃતિયાત્રામાં એક એક પગથિયું ચડતા આત્મભાવો પણ ચડતા પરિણામ વાળા અને વિશુદ્ધ, વિશુદ્ધત્તર અને વિશુધ્ધત્તમ થશે.  સાધુ નથી બની શકતા પરંતુ એક વાર સાધુ જેવું જીવન જીવવાનો આ અપૂર્વ અવસર ચૂકવા જેવો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.