ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી-જાંબુડા પાટિયા-જામનગરના કેમ્પસમાં તારીખ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ને ગુરુવારના રોજ જાંબુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સોસાયટીની સંયુકત ટીમ દ્વારા તમાકુ રહિત કેમ્પસ અને તમાકુના સેવન અંગેના વિરોધ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગ‚પે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન અને ફ્રિ સ્કેચ ડ્રોઈંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું. જે અંતર્ગત ક્રિષ્ના ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને જાંબુડા-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ડિસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સોસાયટી મેમ્બર તથા કાઉન્સીલર એ.જે.સીયાર, નઝમા મેડમ અને ડો.ચિરાગ દોમડિયા દ્વારા પુરસ્કાર‚પી ઈનામ પણ આપવામાં આવ્યા હતા. સાથેસાથે સૌ વિદ્યાર્થીઓએ તથા સ્ટાફે સમાજમાં પ્રવર્તતા તમાકુના સેવન જેવા દુષણને ડામવા માટેની પ્રતિજ્ઞા લઈ સમાજ માટે ઉપદેશી એવું કાર્ય હાથ ધરેલ છે.
આ માટે ક્રિષ્ના કોલેજના પ્રિન્સીપાલ પિયુષભાઈ કાનાણી તથા કેમ્પસ ડાયરેકટ ગીરધરભાઈ પનારા દ્વારા પણ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે કોલેજ કેમ્પસમાં તા.૨૪ જાન્યુઆરી થી તા.૨૭ જાન્યુઆરી દરમિયાન સ્પોર્ટ એકટીવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત વિવિધ રમતોમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તારીખ ૨૨ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચતમ પરિણામ મેળવેલ દરેક વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.