સદ્દાવના ગ્રુપ જામનગર અને પેફી દ્વારા આગામી તા.૨૫-૨-૨૦૧૮ના રોજ જામનગર શહેરમાં ક્લિન એન્ડ ગ્રીન જામનગરની થીમ હેઠળ જામનગર શહેરમાં બીજી વખત વિશ્ર્વકક્ષાની જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ યોજાવાની હોય જે અંતર્ગત શહરેમાં દરરોજ રાત્રે બે કલાક સધી શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી સ્વચ્છતા અયિાન ચલાવાઇ રહ્યું છે જે પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ગત રવિવારે જામનગરના સાધના કોલોની વિસ્તાર અને સોમવારે રાત્રે પવનચક્કી વિસ્ત્તારમાં સફાઇ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં વિસ્ત્તારના મુખ્ય ચોક તેમજ આજુબાજુના રોડ રસ્તા અને ગલીઓમાં સફાઇ સેવકો દ્વારા સફાઇ અયિાન હાથ ધરાયું હતું, સફાઇ સેવકો દ્વારા રસ્તાઓની સફાઇ, માર્ગો પર ડીડીટનો છંટકાવ સહિતની કામગીરી કરાઇ હતી.
આ સફાઇ અયિાનમાં મહેશાઇ બાબરીયા, હરીશાઇ ચૌહાણ, વેલજીાઇ બાબરીયા, અમિતાઇ પરમાર, શૈલેષાઇ કબીરા, વૃજલાલ મકવાણા, હિતેશાઇ વાઘેલા, વિજયાઇ બાબરીયા,સનીાઇ વાઘેલા અને રતાઇ મકવાણા, સંજયાઇ ચૌહાણ, ધનજીાઇ રાઠોડ,પ્રુાઇ ચૌહાણ, કાન્તીાઇ મકવાણા, રવિાઇ રાઠોડ, જીતેશાઇ વાઘેલા સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉ૫રોકત્ત તમામ કર્મચારીઓ વિનામૂલ્યે અને નિ:સ્વાર્થ થાનું બીડુ ઝડપ્યું છે જે સરાહનીય અને અમૂલ્ય છે.
આ તકે જામનગરના લોકોને પણ આ ગીરથ કાર્યમાં જોડાઇ જામનગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા સહયોગ આપવા પેફી ગુજરાતના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.