મનપા, રાજકોટ રેન્ડોનીયર્સ, એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબના સંયુક્ત ઉપક્રમે જીનીયસ ગ્રુપના સહયોગી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટના સાયકલિસ્ટ માટે ગ્રુપ સાયકલિંગ, શોર્ટ ડિસ્ટન્સ સાયકલિંગ, લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગ તેમજ બી.આર.એમ.નું આયોજન કરતી સંસ્થા “રાજકોટ રેન્ડોનીયર્સ કે જે ઓડેકસ ઈન્ડિયા રેન્ડોનીયર અને ઓડેકસ કલબ પેરિસિયન, ફ્રાન્સ સાથે જોડાણ ધરાવે છે અને રાજકોટના બાળકો ટીવી અને મોબાઈલી દૂર રહી પોતાની જરૂરિયાતના કૌશલ્યોનો વિકાસ કરે તેવા હેતુથી હાલમાં જ શરૂ યેલ “એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબના સંયુક્ત ઉપક્રમે જીનિયસ ગ્રુપના સહયોગી બાળકો માટેની સાયકલિંગ ઈવેન્ટ ‘સોપાન સાયકલોકિડ્સ’નું આયોજન આ વર્ષના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે તા.૧૯ જાન્યુઆરીના રોજ કરવામાં આવેલ છે. આ વર્ષે આ ઈવેન્ટની મુખ્ય ીમ બંધારણ પ્રત્યેની જાગૃતિની રહેશે.
“સોપાન સાયકલોકિડ્સ કોઈ સ્પર્ધા ની પરંતુ બાળકોમાં સાયકલિંગ પ્રત્યે ઉત્સાહ વધે અને સમાજમાં આપણા બંધારણ વિશેની જાગૃતિ આવે તેવા હેતુસર આયોજિત ઈવેન્ટ છે. “સોપાન સાયક્લોકિડ્સમાં ભાગ લેવા માટે દરેક બાળકે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ભાગ લેનાર દરેક બાળકને ટી-શર્ટ, સર્ટિફિકેટ અને આકર્ષક મેડલ આપવામાં આવશે, તે ઉપરાંત લક્ી ડ્રો દ્વારા વિજેતા નાર બાળકને અલગ અલગ ઈનામો પણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે તા.૦૧-૦૧-૨૦૨૦ સુધી સાયકલ ઝોન ટાગોર રોડ, ટ્રેક એન્ડ ટ્રેલ ઈન્ડિયા સર્કલ, ઈન ડિઝા,ન સ્ટુડિયો કોટેચા નગર મેઈન રોડ, જી કિડ્સ યુનિવર્સિટી રોડ, સ્વામિનારાયણ ભુવન ભાવનગર રોડ, વી સેલ ઝોન ન્યુ જાગનાથ પ્લોટ તેમજ એક્રોલોન્સ ચીલ્ડ્રન કલબની સિટી ઓફિસ શક્તિ બિલ્ડીંગ શિવ સંગમ મેઈન રોડ યુનિવર્સિટી રોહ ખાતે સવારે ૧૦ ી ૧ અને સાંજે ૪ થી ૮ સુધી સંપર્ક કરી શકાય છે.
આ ઈવેન્ટને સફળ બનાવવા માટે મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.મ્યુ.કમિશનર ચેતન નંદાણી અને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો.ઓડીનેટર્સ પરાગ તન્ના, પરેશ બાબરીયા, વિજય દોંગા, શ્રીકાંત તન્ના સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.