ઓખમાં રધુવંશી મહીલાઓ દ્વારા મહાજનવાડી ખાતે સામાજીક તેમજ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવે છે. અને મહીલાઓ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. દર મહીને સર્વે મહીલાઓ સાથે મળી ધાર્મીક કાર્યક્રમ યોજે છે. હમણા દિવાળીના ત્યોવહારો નીમીતે વાનગી હરીફાઇ રાખવામાં આવી હતી જેમાં રધુવંશી મહીલાઓ વિવિધ વાનગીઓ બનાવી તેની રેશીપી પણ રજુ કરી હતી.અહીં રધુવંશી દિવ્યાંગ યુવા મહિલા ચાંદની ગોકાણીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. અને પોતે જાતે બનાવેલ ચાંદની ની ચટાકેદાર વાનગી નામની બુક પણ રધુવંશી મહીલાઓને અર્પણ કરી હતી. જેમાં વાનગી બનાવવાની અદભુત કળા જોવા મળી હતી. અહી તેમને ઓખા રધુવંશી મહીલા મંડળ દ્વારા વિશેષ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સાથે મહીલા સુરક્ષા ક્ષેત્રે ઉતમ કામગીરી બદલ જીલ્લા કક્ષાએ અભિગમ મહીલા સંમેલનમાં સન્માન પત્ર મેળવેલ સર્વોદય મહીલા ઉઘોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાનું ઓખા રધુવંશી મહિલા મંડળ દ્વારા સન્માન પત્ર આપી વિશેષ સન્માનીત કરવામાં આવેલ હતું.