હેલ્ધી ડોક્ટર્સ, હેલ્ધી સોસાયટીની થીમ સાથે ૨૯થી ત્રિદિવસીય નિ:શુલ્ક કોન્ફરન્સમાં ધ્યાન દ્વારા સ્ટ્રેસથી મુક્તિ અને સંતુલિત જીવનની પ્રાપ્તિના ઉપાયોનું માર્ગદર્શન અપાશે
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે ઉત્તમ આરોગ્ય જરૂરી છે અને જો સમગ્ર સમાજના આરોગ્યની વાત કરીએ તો તેના આધારસ્તંભ છે ડોક્ટર.જો ડોક્ટર્સ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ બનશે.સતત પેશન્ટ અને બીમારીઓ તેમજ નકારાત્મક વાતાવરણની અસર ડોક્ટરના સ્વાસ્થ્ય પર પડે છે અને એટલે જ આજે ડોક્ટર અનેક પ્રકારે સ્ટ્રેસ અનુભવે છે. આ બધામાંથી મુક્ત થઈ સુંદર સકારાત્મક શાંત જીવન જીવવાનો એક માત્ર ઉપાય છે ધ્યાન અને એટલે જ સમર્પણ ધ્યાન યોગ દ્વારા પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં હેલ્ધી ડોક્ટર્સ હેલ્ધી સોસાયટીની થીમ સાથે આધ્યાત્મિક અનુભૂતિ પર આધારિત ખાસ ડોક્ટર્સ માટે ’ડોક્ટર્સ વેલનેસ કોન્ફરન્સ ’ નું તારીખ ૨૯ માર્ચથી ૩૧ માર્ચ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદની એલ.જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે.
ડોક્ટર્સ નિયમિત ધ્યાનના અભ્યાસથી સકારાત્મક ઉર્જાથી જોડાઈને શાંત,સશક્ત અને સુરક્ષિત આભામંડળ દ્વારા જીવનમાં સંતુલન સાધી શકે છે જેનો સીધો લાભ પેશન્ટને પણ મળે છે.આ પહેલા ૨૦૧૩ અને ૨૦૧૪નું વર્ષ ડોક્ટર્સ વર્ષ જાહેર કર્યુ ત્યારે પૂજ્ય શ્રી શિવકૃપાનન્દસ્વામીજીની આ ધ્યાન પદ્ધતિનો લાભ દેશ વિદેશના અનેક ડોક્ટરે લીધો હતો. અત્યારે આ ત્રણ દિવસ દરમિયાન પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં તેમના પ્રવચન અને ધ્યાનની ટેક્નિક દ્વારા અનેક પ્રશ્નોના સમાધાન અને આત્મશાંતિ પ્રાપ્ત કરી શકાશે. આ ત્રિદિવસીય નિ:શુલ્ક કોન્ફરન્સનો લાભ લેવા દરેક ડોક્ટર્સને હ્રદયપૂર્વક આમંત્રણ છે.વધુ માહિતી માટે ૯૮૯૮૦૧૧૫૫૫ નંબર પર સંપર્ક કરી શકાશે.કાર્યક્રમ ફ્રી છે પરંતુ રજિસ્ટ્રેશન ફરજિયાત છે,જેના માટે http://bit.do/DrWellCon-2019-Registration
આ કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ રાજકોટ પી.ડી.યુ.મેડિકલ કોલેજ,સિવિલ હોસ્પિટલ,લેકચર હોલ નં.૧માં કરવામાં આવશે.જેના માટે ૯૮૯૮૦૧૧૫૫૫ અને ૯૪૨૬૯૧૪૦૧૧ પર સંપર્ક કરી શકાશે.